US Elections 2020: ભારતીય મૂળની કમલા હૈરિસને બિડેને બનાવી ઉપરાષ્ટ્રપતિ પદની ઉમેદવાર

News18 Gujarati
Updated: August 12, 2020, 9:36 AM IST
US Elections 2020: ભારતીય મૂળની કમલા હૈરિસને બિડેને બનાવી ઉપરાષ્ટ્રપતિ પદની ઉમેદવાર
નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં ડેમોક્રેટિકની કમલા હૈરિસનો રિપબ્લિકનના ઉમેદવાર માઇક પેન્સ સાથે થશે ખરાખરીનો જંગ

નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં ડેમોક્રેટિકની કમલા હૈરિસનો રિપબ્લિકનના ઉમેદવાર માઇક પેન્સ સાથે થશે ખરાખરીનો જંગ

  • Share this:
વોશિંગટનઃ ડેમોક્રેટિક પાર્ટીએ પણ અમેરિકાની ચૂંટણી (US Elections 2020)ઓ માટે ભારતીય મૂળની સાંસદ કમલા હૈરિસ (Kamala Harris)ને ઉપ-રાષ્ટ્રપતિ પદ માટે પોતાની ઉમેદવાર બનાવી છે. રાષ્ટ્રતિ પદ માટે ડોનાલ્ડ ટ્રમ્પને ટક્કર આપી રહેલા ડેમોક્રેટિક પાર્ટી (Democratic Party)ના ઉમેદવાર જો બિડેન (Joe Bidens)એ મંગળવારે તેની જાહેરાત કરી. આ પદ માટે ચૂંટણી લડનારી તેઓ પહેલી અશ્વેત મહિલા હશે.

નોંધનીય છે કે, આ પહેલા બે વાર કોઈ મહિલાને ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર બનાવવામાં આવી હતી. 2008માં રિપબ્લિકન પાર્ટીએ સારા પૈલિનને પોતાની ઉમેદવાર બનાવી હતી અને 1984માં ડેમોક્રેટિક પાર્ટીએ ગિરાલડિન ફેરારીને પોતાની ઉમેદાવાર બનાવી હતી, પરંતુ બંને ઉમેદવાર ચૂંટણી હારી ગઈ હતી.

અમેરિકાના બંને મુખ્ય પાર્ટીઓ આજ સુધી કોઈ અશ્વેત મહિલાને રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર નથી બનાવી અને આજ સુધી કોઈ અમેરિકન મહિલા રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી નથી શકી. 3 નવેમબરે યોજાનારી ચૂંટણીમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ હાલના ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ (Mike Pence)ને જ આ વખતે પણ ઉમેદવાર જાહેર કર્યા છે.


આ પણ વાંચો, પિતાના નસકોરાથી કંટાળીને ગુસ્સે ભરાયેલા દીકરાએ લાઠીથી હુમલો કરતાં થયું મોત

કમલા હૈરિસે ટ્વિટ કરીને બિડેનનો આભાર વ્યક્ત કરતાં કહ્યું છે કે, બિડેન અમેરિકન લોકોને એક કરી શકે છે, કારણ કે તેઓએ અમારા લોકો માટે લડતા પોતાની આખી જિંદગી ખર્ચી દીધી છે. અને રાષ્ટ્રપતિ તરીકે તેઓ એક એવું અમેરિકા બનાવશે જે આપણા આદર્શો પર ખરું ઉતરશે. હૈરિએ વધુમાં કહ્યું કે, હું મારી પાર્ટી તરફથી ઉપ-રાષ્ટ્રપતિના ઉમેદવારની હેસિયતથી તેમની સાથે સામેલ થવા પર ગર્વ અનુભવું છું અને તેમના કમાન્ડર-ઇન-ચીફ (રાષ્ટ્રપતિ) બનવા માટે જે પણ કરવું પડશે તો કરીશું.

આ પણ વાંચો, બેંગલુરુમાં આપત્તિજનક પોસ્ટને લઈ ભડકી હિંસા, ફાયરિંગમાં 2 લોકોનાં મોત, 60 ઘાયલ

કમલા હૈરિસ છે મજબૂત નેતા

માનવામાં આવી રહ્યું છે કે, 55 વર્ષીય કમલા હૈરિસ ભારતીય મૂળના હોવાની સાથે સૌથી મજબૂત નેતા પણ છે. કમલાની માતા ભારતના તમિલનાડુ રાજ્યના હતા. ડેમોક્રેટિક કમલાની ભારતીય છબિનો ફાયદો ઉઠાવવા માંગે છે અને ટ્રમ્પને ચેલેનજ કરવા માટે કમલાની છબિ મહિલા અધિકારી તરીકે લડનારી મજબૂત નેતાની છે અને બીજી તરફ, ટ્રમ્પ મહિલાઓના મામલામાં ઘણા બદનામ માનવામાં આવે છે. આ ઉપરાંત કમલાના પિતા જમૈકાના હતા. એટલે કે આફ્રિકન મૂળના અશ્વેત વોટર્સ પણ કમલા અને તેના પરિવારને પોતાના માને છે. એવામાં કમલા ડેમોક્રેટિક પાર્ટીને ફાયદાનો સોદો લાગી રહી છે.
Published by: Mrunal Bhojak
First published: August 12, 2020, 9:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading