VIDEO: માત્ર 6 દિવસના બાળકને ક્રૂરતાથી માર મારતી હતી આયા, CCTV જોઈ મા-બાપ રોઈ પડ્યા

News18 Gujarati
Updated: August 12, 2020, 8:45 PM IST
VIDEO: માત્ર 6 દિવસના બાળકને ક્રૂરતાથી માર મારતી હતી આયા, CCTV જોઈ મા-બાપ રોઈ પડ્યા
માત્ર 6 દિવસના બાળકને થપ્પડથી મારતી હતી આયા

એક વાર પહેલા પણ તેણે દીકરાને માર મારતા તેને પકડી હતી અને સામાન્ય વાત સમજી ઈગ્નોર કર્યું હતું. જોકે, 6 દિવસના બાળક સાથે કરવામાં આવેલી ક્રૂરતાને હવે જોયા બાદ ભૂલવી અસંભવ હતી અને વાંગને સબક શિખવાડવો જરૂરી હતો

  • Share this:
બેઈઝિંગ: ચીનના હુબેઈ વિસ્તારના શાહે શહેરમાં એક 50 વર્ષિય મહિલાની માત્ર 6 દિવસના બાળકને માર મારવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આ મહિલા આયાનું કામ કરતી હતી, અને તેના વિરુદ્ધ પહેલા પણ એક બાળકને માર મારવાની ફરિયાદ થઈ ચુકી છે. 26 વર્ષિય મિસ્ટર ટિયાને પોલીસને એવા કેટલાએ વીડિયો સોંપ્યા જેમાં આ મહિલા 6 દિવસના બાળકને થપ્પડો મારી માર મારતી હતી અને રમકડાની જેમ પલંગમાં ફેંકતી જોવા મળી રહી છે.

ડેલી મેઈલના સમાચાર અનુસાર, ટિયાન બે દિવસ માટે ઘરથી બહાર ગયા હતા અને ક્રિટિકલ ડિલેવરી થવાના કારણે તેમની પત્ની હાલમાં દીકરાનું ધ્યાન નહોતી રાખી શકે તેમ. જેથી એક 50 વર્ષિય મહિલા મિસ વાંગને બાળકની જવાબદારી આપવામાં આવી હતી. ટિયાને જણાવ્યું કે, તે જ્યારે ઘરે આવ્યા બાળકના રૂમમાં લાગેલા બેબી મોનિટર કેમેરાની ફૂટેજ જોઈ તો હેરાન રહી ગયા. તેમણે જ્યારે પોતાની પત્નીને આ વીડિયો બતાવ્યો તો બંને જણા જોઈ રોઈ પડ્યા. વીડિયોમાં વાંગ 6 દિવસના બાળકને થપ્પડ મારી રહી હતી અને તો પણ ચૂપ ન થવા પર તેને પલંગમાં આમથી આમ ફેંકી રહી હતી.

પોલીસે કરી ધરપકડ

ટિયાને પહેલા પોલીસમાં ફરીયાદ કરી પરંતુ તેની પત્ની ઈચ્છતી હતી કે આ મામલો પુરી દુનિયાના સામે આવે જેથી કોઈ અન્ય બાળક સાથે આવું ના થાય. ત્યારબાદ પતિ-પત્નીએ આ ફૂટેજ ચીનના પ્રખ્યાત બ્લોગર્સને મોકલ્યો અને તેના સોશિયલ મીડિયા પર તે શેર કર્યા બાદ આ વાયરલ થઈ ગયો છે.



ટિયાને જણાવ્યું કે, એક વાર પહેલા પણ તેણે દીકરાને માર મારતા તેને પકડી હતી અને સામાન્ય વાત સમજી ઈગ્નોર કર્યું હતું. જોકે, 6 દિવસના બાળક સાથે કરવામાં આવેલી ક્રૂરતાને હવે જોયા બાદ ભૂલવી અસંભવ હતી અને વાંગને સબક શિખવાડવો જરૂરી હતો. ટિયાનને કુલ 3 આવા વીડિયો મળ્યા છે જેમાં વાંગ બાળકને મારતી જોવા મળી રહી છે.
Published by: kiran mehta
First published: August 12, 2020, 7:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading