ભાજપા બિહારમાં ચૂંટણી એકલા હાથે કેમ લડતું નથી? અમિત શાહે શું આપ્યો જવાબ

News18 Gujarati
Updated: October 17, 2020, 11:23 PM IST
ભાજપા બિહારમાં ચૂંટણી એકલા હાથે કેમ લડતું નથી? અમિત શાહે શું આપ્યો જવાબ
અમિત શાહે કહ્યું - નીતિશ જી ના નેતૃત્વમાં બિહારમાં સારો વિકાસ થયો છે. અમે ઇચ્છીએ છીએ કે આ ક્રમ યથાવત્ રહે

અમિત શાહે કહ્યું - નીતિશ જી ના નેતૃત્વમાં બિહારમાં સારો વિકાસ થયો છે. અમે ઇચ્છીએ છીએ કે આ ક્રમ યથાવત્ રહે

  • Share this:
નવી દિલ્હી : બિહાર વિધાનસભાની ચૂંટણી (Bihar Assembly Election 2020) નજીક છે અને ભારતીય જનતા પાર્ટી (BJP)બિહારમાં એકલા હાથે કેમ ચૂંટણી લડતી નથી, આ સવાલનો જવાબ દરેક જાણવા માંગે છે. Network18 ગ્રુપના એડિટર ઇન ચીફ રાહુલ જોશીએ (Rahul Joshi) ગૃહમંત્રી અમિત શાહને (Amit Shah)ખાસ ઇન્ટરવ્યૂમાં આ સવાલ કર્યો હતો. જેના પર અમિત શાહે કહ્યું હતું કે ગઠબંધનનો એક ધર્મ હોય છે અને અમે તેને હંમેશા નિભાવ્યો છે.

અમિત શાહે કહ્યું કે એ જોવું પડે છે કે પાર્ટીના સંગઠનનો વિસ્તાર કેટલો થયો છે. જ્યારથી જેડીયુ (JDU) બની છે ત્યારથી તે ભાજપા સાથે છે. જેથી ગઠબંધન તુટવાનું કોઈ કારણ બનતું નથી. જોકે વચ્ચે જેડીયુ અલગ થઈ હતી પણ તે ફરી સાથે આવી હતી.

આ પણ વાંચો - તનિષ્ક એડ વિવાદ : અમિત શાહે કહ્યું- ભારતમાં સામાજિક સમરસતાના મૂળ ઘણા મજબૂત

અમિત શાહે કહ્યું કે નીતિશ જી ના નેતૃત્વમાં બિહારમાં સારો વિકાસ થયો છે. અમે ઇચ્છીએ છીએ કે આ ક્રમ યથાવત્ રહે. બંને પાર્ટી મળીને બિહારને આગળ લઇ જશે.

આ પહેલા તેમણે ચૂંટણીમાં LJPથી અલગ ચૂંટણી લડવાને લઈને કહ્યું કે ચિરાગ પાસવાનની આગેવાનીવાળી એલજેપીએ એકલા જવાનો નિર્ણય કર્યો છે. અમિત શાહે કહ્યું હતું કે જયાં સુધી બીજેપી-જેડીયુ-એલજેપીના ગઠબંધનનો સવાલ છે. બીજેપી અને જેડીયુ બંને તરફથી એલજેપીને યોગ્ય સંખ્યામાં સીટોની ઓફર કરી હતી. મેં વ્યક્તિગત રૂપથી ચિરાગ (Chirag Paswan)સાથે વાતચીત કરી હતી. આ વખતે અમારી પાસે ગઠબંધનમાં નવા સભ્યો છે. જેથી પ્રતિ પાર્ટી સીટોની સંખ્યા નીચે જવા માટે બાધ્ય હતા. જેડીયુ અને ભાજપાએ પણ કેટલીક સીટો છોડી દીધી છે. જોકે એલજેપી સાથે ગઠબંધન થયું ન હતું.
Published by: Ashish Goyal
First published: October 17, 2020, 11:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading