Exclusive: ગાંધી પરિવારથી અલગ કેમ નથી વિચારી શકતી કોંગ્રેસ? શશિ થરુરે આપ્યો આવો જવાબ

News18 Gujarati
Updated: August 12, 2020, 4:25 PM IST
Exclusive: ગાંધી પરિવારથી અલગ કેમ નથી વિચારી શકતી કોંગ્રેસ? શશિ થરુરે આપ્યો આવો જવાબ
ગાંધી પરિવારથી અલગ કેમ નથી વિચારી શકતી કોંગ્રેસ? શશિ થરુરે આપ્યો આવો જવાબ

જો રાહુલ ગાંધી ફરીથી નેતૃત્વ માટે તૈયાર છે તો તેમણે પોતાનું રાજીનામું પાછું લેવું જોઈએ ,તે ડિસેમ્બર 2022 સુધી સેવા આપવા માટે પસંદ થયા હતા અને તે ફરીથી બાગડોર પોતાના હાથમાં લઈ શકે છે - શશિ થરુર

  • Share this:
નવી દિલ્હી : કોંગ્રેસમાં અધ્યક્ષ કોણ હશે, રાહુલ ગાંધી (Rahul Gandhi)કે પછી કોઈ અન્ય કે ફરી સોનિયા ગાંધી હાલ પદ પર અંતરિમ અધ્યક્ષ તરીકે કામ કરતા રહેશે. આ વિશે છેલ્લા કેટલાક સમયથી ચર્ચા શરૂ થઈ છે. લોકસભા 2019ની ચૂંટણીમાં પરાજય પછી રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. તેના એક મહિના પછી સોનિયા ગાંધીને (Sonia Gandhi)વચગાળાના અધ્યક્ષ બનાવ્યા હતા. હવે ફરી પાર્ટીની અંદર રાહુલ સમર્થક અવાજ ઉઠાવી રહ્યા છે.

સોનિયા ગાંધીના બીજા કાર્યકાળમાં એક વર્ષ પુરુ થવાના થોડાક દિવસ પહેલા કોંગ્રેસ નેતા અને સાંસદ શશિ થરુરે (Sashi Tharoor)કહ્યું કે કોંગ્રેસને હવે પૂર્ણકાલિન અધ્યક્ષની જરૂર છે. જો રાહુલ ગાંધી આવે તો સારું છે પણ તે ના આવે તો આપણે બીજા કોઈને આગળ લાવવા પડશે, ક્યાં સુધી સોનિયા પર ભાર રહે?

આ પણ વાંચો - રાજકોટ ગ્રામ્ય SOGએ હત્યા કરવા નીકળેલા બે વ્યક્તિની કરી ધરપકડ, જાણો કોની કરવાના હતા હત્યા

શશિ થરુરે CNN-News18ની પત્રકાર પલ્લવી ઘોષને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે જો રાહુલ ગાંધી ફરીથી બાગડોર સંભાળવા માટે તૈયાર ના થાય તો કોંગ્રેસે ચૂંટણી કરાવવી પડશે. થરુરે કહ્યું કે જ્યારે કોઈ એવી વાત કરે છે કે શું કોંગ્રેસ ગાંધી પરિવારથી ઇતર નથી જોઈ શકતી તો તે તથ્યને કેમ ભૂલી જાય છે કે નહેરુ-ગાંધી પરિવાર કોંગ્રેસ કાર્યકર્તાઓના દિલમાં વિશેષ સ્થાન રાખે છે. પોતાના મહાન પૂર્વજોથી મળેલી વિરાસતથી અલગ તે સતત વિભિન્ન સમૂહો, વિચારધારાઓ, ભૌગોલિક અને સમુદાયોને એક સાથે લાવ્યા છે જે સામુમિક રુપથી કોંગ્રેસ પાર્ટીને બનાવે છે. તેમની પાસે સરકારમાં અને વિપક્ષમાં કઠિન સમય દરમિયાન પણ પાર્ટીનું નેતૃત્વ કરવાની સફળતા અને અનુભવનો રેકોર્ડ છે. તે કોંગ્રેસ કાર્યકર્તાઓને સાથે લાવવામાં સફળ રહ્યા છે. તેમણે પાર્ટી માટે જે કર્યું છે, બે પૂર્વ અધ્યક્ષો દ્વારા આપવામાં આવેલા બલિદાન આપણે ભૂલવા ના જોઈએ.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે માન લો કે જો રાહુલ ગાંધી ફરીથી નેતૃત્વ માટે તૈયાર છે તો તેમણે પોતાનું રાજીનામું પાછું લેવું જોઈએ. તે ડિસેમ્બર 2022 સુધી સેવા આપવા માટે પસંદ થયા હતા અને તે ફરીથી બાગડોર પોતાના હાથમાં લઈ શકે છે. આ પાર્ટી માટે સારું રહેશે અને તેના પરિણામ પણ સારા આવશે. પણ જો તે આમ ન કરે તો આપણે ઉપાય શોધવો પડશે.
Published by: Ashish Goyal
First published: August 12, 2020, 4:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading