ફેસબુક-ટ્વીટર બાદ YouTubeએ પણ ડોનાલ્ડ ટ્રમ્પનો વીડિયો હટાવ્યો, અકાઉન્ટ સસ્પેન્ડ

News18 Gujarati
Updated: January 13, 2021, 12:09 PM IST
ફેસબુક-ટ્વીટર બાદ YouTubeએ પણ ડોનાલ્ડ ટ્રમ્પનો વીડિયો હટાવ્યો, અકાઉન્ટ સસ્પેન્ડ
યૂટ્યૂબે સેવા શરતોનું ઉલ્લંધન કરવાના આરોપમાં ડોનાલ્ડ ટ્રમ્પની ચેનલેને સસ્પેન્ડ કરી દીધી

યૂટ્યૂબે સેવા શરતોનું ઉલ્લંધન કરવાના આરોપમાં ડોનાલ્ડ ટ્રમ્પની ચેનલેને સસ્પેન્ડ કરી દીધી

  • Share this:
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social Media Platforms) પર એક પછી એક પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે. માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટર (Twitter) સાથે તો ટ્રમ્પનો ખટરાગ ઘણો જૂનો છે પરંતુ હવે યૂટ્યૂબે (YouTube) પણ ટ્રમ્પના કન્ટેન્ટ સામે પગલાં લીધા છે. થોડા દિવસ પહેલા જ ફેસબુક (Facebook), સ્નેપચેટ (Snapchat) અને ટ્વીટરે (Twitter) ટ્રમ્પના વીડિયો, પોસ્ટ સહિત એકાઉન્ટને હટાવી દીધા હતા. હવે યૂટ્યૂબે પણ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અપલોડ કરવામાં આવેલા નવા વીડિયો કન્ટેન્ટને પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે. સાથોસાથ ડોનાલ્ડ ટ્રમ્પની ચેનલેને સેવા શરતોનું ઉલ્લંધનના આરોપમાં સસ્પેન્ડ કરી દીધી છે.

YouTubeએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે, ટ્રમ્પે એક વીડિયો અપલોડ કર્યો હતો જે અમારી નીતિઓનું ઉલ્લંઘન કરી રહ્યો હતો. ત્યારબાદ તે ચેનલ પર ઓટોમેટિક સ્ટ્રાઈક આવી છે. પહેલી સ્ટ્રાઇક ઓછામાં ઓછી સાત દિવસ માટે હોય છે. એવામાં આગામી સાત દિવસ સુધી ટ્રમ્પ પોતાની ચેનલ પર કોઈ વીડિયો અપલોડ નહીં કરી શકે. સ્ટ્રાઇક ઉપરાંત તેમની ચેનલના કમેન્ટ સેક્શનને પણ બંધ કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો, Ind vs Aus: બ્રિસ્બેનની હોટલમાં કેદ ટીમ ઈન્ડિયા, ખેલાડીઓને જાતે સાફ કરવું પડે છે ટોઇલેટ!

જોકે, કંપનીએ એ નથી જણાવ્યું કે, ટ્રમ્પના કયા વીડિયોએ તેની નીતિઓનું ઉલ્લંઘન કર્યું છે. યૂટ્યૂબ પર ટ્રમ્પની ચેનલનું નામ Donald J. Trump છે જેના સબ્સક્રાઇબરની સંખ્યા 2.77 મિલિયન છે. નોંધનીય છે કે, યૂટ્યૂબ કોઈ ચેનલ પર નીતિઓના ઉલ્લંઘનને લઈને ત્રણ સ્ટ્રાઇક લગાવે છે અને ત્યારબાદ ચેનલને બ્લોક કરી દેવામાં આવે છે.

આ પણ વાંચો, ખૂબ જ ખતરનાક છે આ Lake, પાણીને સ્પર્શ કરતાં જ બની જવાય છે પથ્થર!

નોંધનીય છે કે, આ પહેલા અમેરિકાના નાગરિક અધિકાર સમૂહે YouTubeથી ટ્રમ્પના વીડિયોને હટાવવા અને ચેનલ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. આ સમૂહે ચેતવણી આપતાં કહ્યું હતું કે જો ગૂગલ (Google) આવું નથી કરતું તો તેનો બહિષ્કાર કરવામાં આવશે.
Published by: Mrunal Bhojak
First published: January 13, 2021, 12:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading