બનાસકાઠાઃ ક્યાંક ટેન્કર સળગ્યું તો ક્યાંક આગમાં હોમાઈ કાર, બે દિવસમાં આગના ચાર બનાવો, જુઓ Video

News18 Gujarati
Updated: October 24, 2020, 7:26 PM IST
બનાસકાઠાઃ ક્યાંક ટેન્કર સળગ્યું તો ક્યાંક આગમાં હોમાઈ કાર, બે દિવસમાં આગના ચાર બનાવો, જુઓ Video
આગની ઘટનાની તસવીર

બનાસકાંઠામાં બે દિવસમાં ચાર જગ્યાએ આગની ટનાઓ સામે આવી છે. જેમાં બે વાહનોમાં આગ લાગી હતી. જ્યારે એક ભંગારના ગોડાઉનમાં અને એક ઇલેક્ટ્રોનિકની દુકાનમાં આકસ્મિક આગ લાગવાની ઘટના બની હતી.

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠાઃ ઉત્તર ગુજરાતમાં આવેલા (Uttar Gujarat) બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં બે દિવસમાં ચાર જગ્યાએ આગની (fire Incident) ઘટનાઓ સામે આવી છે. જેમાં બે વાહનોમાં આગ લાગી હતી. જ્યારે એક ભંગારના ગોડાઉનમાં અને એક ઇલેક્ટ્રોનિકની દુકાનમાં આકસ્મિક આગ લાગવાની ઘટના બની હતી. ચારેય ઘટનાઓમાં વાહન માલિક અને દુકાન માલિકને 25 લાખથી પણ વધુનું નુકસાન થયું છે

ખાનગી હોટલ પાસે પાર્ક કરેલી ટ્રકમાં આકસ્મિક આગ લાગી

બનાસકાંઠા જિલ્લામાં બે દિવસની અંદર ચાર અલગ અલગ સ્થળે આગની ઘટનાઓ સામે આવી છે. ગઈકાલે પાલનપુર આબુ રોડ હાઇવે પર ખાનગી હોટલ પાસે પાર્ક કરેલી ટ્રકમાં આકસ્મિક આગ લાગતા ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી.

દિયોદર પાસે પણ સર્વિસ સ્ટેશન પાસે ઉભેલી કારમાં ગેસ લીકેજ થવાના કારણે આગ લાગી

આ ઉપરાંત દિયોદર પાસે પણ સર્વિસ સ્ટેશન પાસે ઉભેલી કારમાં ગેસ લીકેજ થવાના કારણે આગ લાગી હતી, આ સિવાય મોડી રાત્રે ધાનેરા માં એક ભંગાર ના ગોડાઉન માં આગ લાગી ગઈ હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ઓલટાઈમ હાઈ સપાટીએથી ચાંદીમાં રૂ.10,500 અને સોનામાં રુ.5,200નો કડાકો, જાણો આજના નવા ભાવધાનેરામાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી

અચાનક આગ લાગતાં આજુબાજુમાં રહેણાંક વિસ્તાર હોવાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બનાવને પગલે ડીસા અને થરાદ સહિત કુલ છ ફાયર ફાઈટરની ટીમો પોલીસ મામલતદાર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદનો વિચિત્ર કિસ્સોઃ પત્નીએ કમાવવા ન જતા પતિને ઘરમાંથી કાઢી મૂક્યો, પતિએ સુતા પરિવાર ઉપર ફેંક્યુ એસિડ

આ પણ વાંચોઃ-Hathras case માટે બનેલી SITના સભ્ય અને લખનૌના DIGની પત્નીએ ફાંસો ખાઈ કરી આત્મહત્યા, કારણ અકબંધ

અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા તેમજ છ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, આગ ના કારણે ગોડાઉન માલિકને અંદાજે છ થી સાત લાખ રૂપિયાનું નુકસાન થયું છે.ઈલેક્ટ્રોનિક્સની દુકાનમાં આગ લાગી

જ્યારે આજે ડીસા પણ જુના શાકમાર્કેટમાં આવેલી ક્રિષ્ના રેડિયો નામની ઇલેક્ટ્રોનિકની દુકાનમાં આગ લાગી હતી, આગમાં દુકાનમાં પટેલ તમામ ઇલેક્ટ્રોનિક્સ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો જેના કારણે દુકાન માલિકને અંદાજે બે લાખથી વધુનું નુકસાન થયું હતું.
Published by: ankit patel
First published: October 24, 2020, 7:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading