સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વધુ એક જિલ્લામાં ભાજપમાં ભંગાણની સ્થિતિ


Updated: September 28, 2020, 12:46 PM IST
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વધુ એક જિલ્લામાં ભાજપમાં ભંગાણની સ્થિતિ
પ્રતિકાત્મક તસવીર

પૂર્વ શહેર પ્રમુખ અરવિંદ પાંજરી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભારતી મોદી અને શાંતિલાલ મોદીએ બાંયો ચઢાવી હોવાનું સૂત્રો કહી રહ્યા છે.

  • Share this:
ગાંધીનગર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વધુ એક જિલ્લામાં ભાજપમાં ભંગાળની સ્થિતિ ઊભી થઈ છે. હવે પોરબંદર શહેર ભાજપમાં કકડાટ શરૂ થયો છે. એટલે કે અહીં ભાજપના કાર્યકરોનો આંતરિક અસંતોષ બહાર આવ્યો છે. પૂર્વ શહેર પ્રમુખ અરવિંદ પાંજરી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભારતી મોદી અને શાંતિલાલ મોદીએ બાંયો ચઢાવી હોવાનું સૂત્રો કહી રહ્યા છે. પૂર્વ હોદેદાર તરફથી લખવામાં આવેલા પત્રમાં બાબુ બોખીરીયાએ પણ ન્યાય ન આપ્યો હોવાની વાત લખવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે પોરબંદર નગરપાલિકાના પૂર્વ સેનિટેશન ચેરમેન અરવિંદ પાંજરીના નામે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયો છે. વાયરલ મેસેજમાં અરવિંદ પાંજરીએ પોતે તથા પાલિકાના પૂર્વ પ્રમુખ ભારતીબેન ચૂંટણી લડવા ન ઇચ્છતા હોવાનું જણાવ્યું છે. ચૂંટણી ન લડવાનું મુખ્ય કારણ પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ સરજુ કારીયા હોવાનું જણાવ્યું છે. પત્રમાં તેઓએ સરજુ કારીયાની સરખામણી દુર્યોધન સાથે કરી છે.

આ પણ વાંચો: ડૉ. ભારતીબેન શિયાળને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવીને બીજેપી હાઇ કમાન્ડે એક તીરે અનેક કામ પાર પાડ્યાં!

વાયરલ થયેલો પત્ર

સવિનય જણાવવાનું કે હું પૂર્વ શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પાંજરી/પૂર્વ નગરપાલિકાના પ્રમુખ ભારતીબેન મોદી અને શાંતિલાલ મોદી, આગામી 2020ની પોરબંદર નગરપાલિકાની ચૂંટણી લડવાની ઈચ્છા રાખતા નથી. આ નિર્ણય અમોએ સંયુકત રીતે આજથી સાડા ત્રણ વર્ષ પહેલેથી જ લઈ રાખ્યો હતો. જે મેં જિલ્લા ભાજપ પ્રમુખ અને આપણા પ્રિય બાબુભાઈ બોખીરીયાને મૌખિક જણાવી દીધો છે.

ચૂંટણી ન લડવાનું મુખ્ય કારણ સરજુ કારીયા કે જેમનાં થકી અમો ત્રણેય ખૂબ હેરાન પરેશાન થયા છીએ. અમે સરજુ કારીયાના ષડયંત્રનો ભોગ બની રહ્યા હતા. પાર્ટી હિતમાં અને મારા રોલ મોડેલ મારા પ્રિય ગુરુજી બાબુભાઈ બોખીરીયાના હિતમાં અને 2017ની ચૂંટણીને ધ્યાને રાખી આજ સુધી સદંતર ખાનદાની ચૂપી રાખી ક્યાંક મારી પાર્ટી/મારા ગુરૂજીનું અહિત ન થઈ જાય, અને એવું વિચારતો રહ્યો કે આજે કે કાલે સરજુ કારીયાને સજા મળશે અને અમોને ન્યાય મળશે.

જોકે, આજ સુધી એવું બન્યું નહીં, ઉલટાનું એની અસત્ય વાત સત્ય થઈ જાય છે. મારા સિવાય અન્ય પાર્ટીના સિનિયર વફાદાર આગેવાનો પણ ખોટા નકામા લાગવા લાગ્યા છે, તો મારી શું હસ્તી છે! એ એટલું જોરજોરથી વિશ્વાસ સાથે વારંવાર જૂઠું બોલે છે કે આકાશમાંથી વરસતી આકાશવાણી ખોટી લાગવા માંડે. કાશ મહાભારત કાળમાં જો એક દુર્યોધનની ખોટી જીદ અને એના અહંકારને પ્રોતસાહન ન મળ્યું હોત તો તેમના 99 નિર્દોષભાઈ અને એક એવો મિત્ર કે જેમને ખબર હતી કે મારો મિત્ર ખોટે માર્ગે છે, છતાં વફાદારી નિભાવી, તે તમામને બચાવી લેવાયા હોત. આગળ વધતા છેલ્લે જણાવવાનું કે ખારવાવાડના વૉર્ડ 10માં પાર્ટીના સિનિયર વફાદાર, જે કોઈ કાર્યકર્તાને ચૂંટણી લડવા યોગ્ય સમજો એમાં અમારો સાથ સહકાર રેહશે. પાર્ટી જે આદેશ આપશે તે માન્ય રહેશે.
Published by: Vinod Zankhaliya
First published: September 28, 2020, 12:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading