
સ્થાનિક સ્વરાજની ચૂંટણી : નગરપાલિકામાં 54.82, જિલ્લા-તાલુકા પંચાયતમાં સરેરાશ 63 ટકા મતદાન
સ્થાનિક સ્વરાજની અંતિમ તબક્કાની ચૂંટણીમાં મતદાન એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, 2 માર્ચે મતગણતરી હાથ ધરાશે

Highlights
અરવલ્લી- EVMને મતદાન મથકમાં કરાયું કેદ. માલપુરના ભેમપુરમાં ગ્રામલોકોએ કર્યો હોબાળો. EVMમાં ગેરરીતિ થઇ હોવાનો આક્ષેપ કર્યો. મતદાન મથક બહાર EVM નહીં નીકળવા દેવા ગામ લોકો મક્કમ. ધારાસભ્ય જશું પટેલ લોકોને સમજાવવા પહોંચ્યા. 300 લોકોએ બુથ કર્મચારીઓ અને EVMને મતદાન મથકમાં રોકી રાખ્યા
ગોધરામાં ચૂંટણી અદાવતમાં બે જૂથ આવ્યા સામસામે. ચૂંટણી અદાવતને લઇ બે જૂથ વચ્ચે મારામારી. એક વ્યક્તિને ઇજા પહોંચી. પોલન બજાર ચોકી નંબર 7 પાસેનો બનાવ. ઈજાગ્રસ્તને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયો. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી મામલો પાડ્યો
અરવલ્લી - બાયડના દખણેશ્વરના કોંગ્રેસના એજન્ટને અપક્ષના ઉમેદવારના ટેકેદારોએ માર માર્યો. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કરાઈ મારામારી. મતદાન એજન્ટ તરીકે બેસવાની અદાવતમાં માર મારવામાં આવ્યો. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો
ઝાલોદ તાલુકાના ઘોડિયા પ્રા.શાળામાં ઈવીએમ તોડવાનો મામલો. ઘોડિયા પ્રા.શાળામાં 2 ઈવીએમ તોડવામા આવ્યા હતા. આવતીકાલે આ બુથ ઉપર ફરી મતદાન યોજાશે. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે
નગર પાલિકા સરેરાશ 54 ટકા મતદાન, જિલ્લા પંચાયતમાં સરેરાશ 58 ટકા. તાલુકા પંચાયતમાં સરેરાશ 60 ટકા
રાધનપુર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મેમદાવાદ ખાતે 100 વર્ષના ગગુબેન મતદાન કરવા મતદાન કેન્દ્રએ આવ્યા હતા. શરીરે અશક્ત માજીને મતદાન કેન્દ્ર સુધી પહોંચાડવા તેમના પૌત્ર દ્વારા હાથ પકડી મદદ કરવામાં આવી હતી
વિરમગામ નગરપાલિકા ચૂંટણીના બુથ બહાર મારામારી બે જુથ વચ્ચે પથ્થર મારો. વોર્ડ-8ના એમ.જે.આઈસ્કૂલ બહાર ભાજપ અને અપક્ષ ઉમેદવારોના ટોળા વચ્ચે મારામારી. પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી
પાટણના વોર્ડ નંબર 7 ના બુથમાં માતા ,પુત્ર ચૂંટણી કાર્ડ લઈને મતદાન કરવા ગયા તે પહેલાજ થયી ગયું હતું મતદાન. મતદાન કર્યા વગર માતા પુત્ર પરત ફર્યા. મતદાનકેન્દ્ર પર રહેલ અધિકારીઓએ દોષનો પોટલો એજન્ટો પર ઢોળ્યો
ડાંગ - ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે આહવા તાલુકાના કારડીઆંબા ગામની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું. સરિતા ગાયકવાડે જનતાને કરી અપીલ- 100 % મતદાન કરવું જોઈએ
દાહોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈ.વી.એમ તોડવાની ઘટના બની. ઝાલોદ તાલુકાના ઘોડિયાની મુખ્ય પ્રા.શાળામાં બની ઘટના. 2 થી 3 લોકો દ્વારા બૂથ કેપ્ચરીંગ કરવાનો થયો હતો પ્રયાસ. 2 ઈ.વી.એમની તોડફોડ કરી. દાહોદ જીલ્લા પોલીસ વડા, રેન્જ આઈજી સહીતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે. પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો. હાલ મતદાન બંધ કરવામાં આવ્યું છે
3 વાગ્યા સુધી સરેરાશ 38% મતદાન
2 વાગ્યા સુધીમાં જિલ્લા-તાલુકા પંચાયતમાં 36 ટકા મતદાન
1 વાગ્યા સુધી સરેરેશ 29 ટકા મતદાન
વ્યારામાં 12 વાગ્યા સુધી 23 ટકા મતદાન
દ્વારકામાં 12 વાગ્યા સુધીમાં 24 ટકા મતદાન
નીતિન પટેલે કર્યું મતદાન
12 વાગ્યા સુધી 18 ટકા મતદાન જિલ્લા- તાલુકા -પંચાયતમાં 18 ટકા મતદાન
પરેશ ધાનાણીનો કર્યો અનોખો વિરોધભૂપેન્દ્રસિંહે મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
11 વાગ્યા સુધી સરેરાસ 15 ટકા મતદાન
10 વાગ્યા સુધીનું મતદાનબે કલાકમાં જિલ્લા-તાલુકા પંચાયતમાં 7 ટકા, નગરપાલિકામાં 8.5 ટકા મતદાન
ક્યાં ક્યાં ખોટકાયા ઇવીએમ
સવારે મતદારોનો જોવા મળ્યો ઉત્સાહ
પોલીસનો સઘન બંદોબસ્ત
ખેડા જિલ્લાના આખડોલ ગામમાં અજંપાભરી સ્થિતિ
અમદાવાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાઓની ચૂંટણી
ગત ચૂંટણીમાં કોણે મારી હતી બાજી
231 તાલુકા પંચાયતની બેઠકોમાં 117 બિનહરીફજાણો કેટલી બેઠકો છે બિનહરીફ
8200થી વધુ બેઠકો પર થશે ખરાખરીનો જંગ
નગરપાલિકામાં 54.82, જિલ્લા-તાલુકા પંચાયતમાં સરેરાશ 63 ટકા મતદાન થયું છે. હવે 2 માર્ચે મતગણતરી (Voting) હાથ ધરાશે. રાજ્યની 8200થી વધુ બેઠકો પર 22,200 કરતાં વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમ કેદ થઇ ગયું છે.