આજથી 5 દિવસ માટે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર સોશિયલ ડિસ્ટન્સ સાથે શરૂ થશે

News18 Gujarati
Updated: September 21, 2020, 7:21 AM IST
આજથી 5 દિવસ માટે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર સોશિયલ ડિસ્ટન્સ સાથે શરૂ થશે
ગુજરાત વિધાનસભા

આ સત્ર શરૂ થતા પહેલા મંત્રીઓ સહિત તમામ ધારાસભ્યોનાં કોરોના ટેસ્ટ (covid 19 tet) કરવામાં આવ્યાં છે.

  • Share this:
કોરોના મહામારીનાં સંકટ વચ્ચે આજથી, સોમવારથી ગુજરાત વિધાનસભાનું (Gujarat Vidhansabha) ચોમાસું સત્ર પાંચ દિવસ માટે મળશે. કોરોનાને કારણે આપણી લાઇફસ્ટાઇલમાં ઘણો ફેર આવ્યો છે તેવી જ રીતે વિધાનસભામાં પણ પહેલીવાર મુખ્યમંત્રી સહિત ધારાસભ્યોને સોશિયલ ડિસ્ટન્સ (Social distance) સાથે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન કોઇ મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ સત્ર શરૂ થતા પહેલા મંત્રીઓ સહિત તમામ ધારાસભ્યોનાં કોરોના ટેસ્ટ (covid 19 tet) કરવામાં આવ્યાં છે. આ ટેસ્ટમાં કૉંગ્રેસનાં (Congress) ચાર અને ભાજપનાં (BJP) બે ધારાસભ્યોના કરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

સત્ર પહેલા કરાયેલા ટેસ્ટમાં કોણ આવ્યું કોરોના પોઝિટિવ

વિધાનસભા સંકુલમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો માટે ટેસ્ટીંગ હાથ ધરાયું હતું. એમાં મંત્રીમંડળના સભ્યો સહિત 80 ધારાસભ્યોના ટેસ્ટ કરાયા હતા. ટેસ્ટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નેગેટીવ આવ્યા હતા. એમાં સાણંદના કનુ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જયારે ભાજપના સાણંદના ધારાસભ્ય કનુ પટેલ પોઝીટીવ અને કોંગ્રેસના 3 ધારાસભ્ય વ્યારાના પુના ગામિત, ધાનેરાના નાથા પટેલ અને લાઠીના ધારાસભ્ય વિરજી ઠુંમરનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ અગાઉ ભાજપના સૌરાષ્ટ્રના રાઘવજી પટેલ, ગોવિંદ પટેલ, અરવિંદ રૈયાણી પોઝિટિવ આવી ચૂક્યા છે. કચ્છમાં ડો. નીમાબેન આચાર્ય પણ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. આ પહેલાં ભાજપ અને કોંગ્રેસના લગભગ બે ડઝનથી વધુ સભ્યો સંક્રમિત થઇ ચૂક્યા હતા.

21 વિધયકો પસાર કરાશે

વિધાનસભામાં પણ કોરોના મહામારીના કારણે ચોમાસુ સત્રમાં પ્રશ્નોત્તરી કાળ રદ કરાયો છે. વિધાનસભા સત્રમાં કુલ છ બેઠક યોજવામાં આવશે. મુખ્યત્વે ગુંડા નાબુદી ધારા એક્ટ, પાસા કાયદામાં સુધારા, ભૂ માફિયા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ, મહેસૂલ રજીસ્ટ્રેશન એક્ટમાં સુધારા સાથે 21 વિધયકો ગૃહમાં પસાર કરવામાં આવશે. સત્ર દરમિયાન દરરોજ 10 કલાક કામગીરી ચાલશે. કોંગ્રેસે કોરોના, બેરોજગારી, અતિવૃષ્ટિ, મોંઘવારી,મંદી સહિતના મુદ્દે સરકારને ઘેરશે. પહેલા દિવસે જ ધમાલ થશે તેવા સંકેત મળ્યા છે. વિધાનસભામાં હાલ સત્તાધારી ભાજપના 103 સભ્યો છે જ્યારે કોંગ્રેસના 65 સભ્યો છે.

આ પણ વાંચો - એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપવે પ્રોજેક્ટ પૂર્ણતાના આરે, તળેટીથી મંદિર સુધી માત્ર 7 મિનિટમાં પહોંચાશેઆ પણ જુઓ - 

પ્રેક્ષક ગેલેરીમાં પણ બેસવાની વ્યવસ્થા

વિધાનસભામાં મુખ્યમંત્રી, નાયબમુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ અને 171 ધારાસભ્યો માટે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાંથી કોંગ્રેસનાં 79 ધારાસભ્યો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને પ્રેક્ષક ગેલેરીમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વખતે પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા ધારાસભ્યોએ ત્યાંથી જ રજુઆત કરવી પડશે.

આ પણ વાંચો - ગુજરાતમાં coronaનો પ્રકોપ યથાવત, વધુ 1407 લોકો સંક્રમિત, 17ના મોત, રિકવરી રેટ 84.14 ટકા થયો
Published by: Kaushal Pancholi
First published: September 21, 2020, 7:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading