મહેસાણાઃ પતિએ પોતાનું અન્ય સ્ત્રી 'લફરું' હોવાનો કર્યો ઇન્કાર, પત્નીએ ફિલ્મી રીતે પીછો કરી પ્રેમિકાને પકડી અને પછી...

News18 Gujarati
Updated: February 21, 2021, 11:04 PM IST
મહેસાણાઃ પતિએ પોતાનું અન્ય સ્ત્રી 'લફરું' હોવાનો કર્યો ઇન્કાર, પત્નીએ ફિલ્મી રીતે પીછો કરી  પ્રેમિકાને પકડી અને પછી...
પ્રતિકાત્મક તસવીર

નારી સહાયતા કેન્દ્રમાં જ પ્રેમિકાએ તું તારા પતિને સંભાળી ને રાખ... હું તો સંબંધ રાખીશ. તેના પતિ સાથે સંબંધો રાખવાનું સ્પષ્ટ કરતા જ મહિલાએ બે સંતાનો સાથે પાલનપુર નારીગૃહમાં જવાનો નિર્ણય લીધો હતો.

  • Share this:
મહેસાણાઃ સામાન્ય રીતે અત્યારે લગ્નેત્તર સંબંધો (Extramarital affairs) રાખતા પતિઓ અને પત્નીઓના અનેક કિસ્સાઓ છાસવારે સામે આવતા હોય છે. પરંતુ ક્યારેક આવા પતિ, પત્ની ઔર વોના કિસ્સાઓમાં (Pati, Patni aur woh) કરુણ અંજામ પણ આવતો હોય છે. મહેસાણામાં (Mehsana) આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો.

અહીં પત્નીએ પોતાના પતિને તેના અન્ય સ્ત્રી સાથે સંબંધો હોવાનું પૂછતા પતિએ ઈન્કાર કર્યો હતો. જોકે, આ વાતને સાબિત કરવા માટે પત્નીએ ફિલ્મી રીતે પતિની પ્રેમિકાનો પીછો કરીને પકડીને સીધી પોલીસ પાસે લઈ ગઈ હતી. ત્યારબાદ ડ્રામા શરૂ થયો હતો. જેમાં પ્રેમિકાએ તું તારા પતિને સંભાળી ને રાખ... હું તો સંબંધ રાખીશ તેવું સ્પષ્ટ સંભળાવી દેતાં મહિલાએ બે સંતાનો સાથે પાલનપુર નારીગૃહમાં જવાનો નિર્ણય લીધો હતો.

મળતી માહિતી પ્રમાણે 10 વર્ષ અગાઉ મહેસાણાના યુવકના લગ્ન રાજસ્થાની યુવતી સાથે થયા હતા. લગ્નના સમયગાળામાં બંનેને પુત્ર અને પુત્રી સંતાનો થયા હતા. જોકે, છેલ્લા ત્રણ વર્ષથી તેમના લગ્ન જીવનને કોઈની નજર લાગી હોય તેમ પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો બંધાયા હતા. લફરું થયા બાદ પતિ પત્નીને અસહ્ય ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચોઃ- OMG! ડાંગમાં 14 વર્ષના બાળકો બન્યા માતા-પિતા, કિશોર પિતા સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો

આ પણ વાંચોઃ-સુરતઃ 'મારા મોત માટે પત્ની અને સાળો જવાબદાર, દિલ પર પથ્થર મૂકી મેં દારૂ સાથે દવા પીધી છે', યુવકનો આપઘાત

પતિના ત્રાસના કારણે પત્નીએ મહિલા સહાયતા કેન્દ્રમાં અરજી પણ આપી હતી. જેમાં કાઉન્સિલર તેના પતિને બોલાવીને કાઉન્સેલિંગ કરવાનું પણ કહ્યું હતું. જોકે, પત્ની વહેમ રાખે છે અને તેને કોઈ અન્ય મહિલા સાથે સંબંધ ન હોવાનું કહી પતિએ આવતનો ઇન્કાર કરી દીધો હતો.આ પણ વાંચોઃ-ઇમાનદારી! ગોંડલઃ સર્વિસમાં આવેલા બાઈકમાંથી રૂ.2.30 લાખ ભરેલું પર્સ મળ્યું, ગેરેજ સંચાલકે ફોન કરી માલિકને પરત આપ્યું

આ પણ વાંચોઃ- કરુણ ઘટના! રાજકોટઃ માતા અને પત્નીના ઝઘડાથી કંટાણીને વેપારીએ દુકાનમાં જ કર્યો આપઘાત

બીજી તરફ પતિનું બીજે લફરું ચાલતું હોવાની વાત ઉપર તેને વિશ્વાસ હતો. જોકે, આ વાતને સાબિત કરવા માટે પત્નીએ પતિનો પીછો કરીને તેની પ્રેમિકા સુધી પહોંચી હતી. અને પ્રેમિકાને બળજબરી પૂર્વક રીક્ષામાં નાંકી મહિલા સહાયતા કેન્દ્રમાં લઈ ગઈ હતી. જ્યાં કાઉન્સિલરે પતિને બોલાવ્યો હતો. જોકે, પત્નીના ડરથી પતિ કેન્દ્ર ઉપર આવ્યો ન હતો.જોકે, નારી સહાયતા કેન્દ્રમાં જ પ્રેમિકાએ તું તારા પતિને સંભાળી ને રાખ... હું તો સંબંધ રાખીશ. તેના પતિ સાથે સંબંધો રાખવાનું સ્પષ્ટ કરતા જ મહિલાએ બે સંતાનો સાથે પાલનપુર નારીગૃહમાં જવાનો નિર્ણય લીધો હતો.
Published by: ankit patel
First published: February 21, 2021, 4:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading