સાપુતારા : 'પંખીડા રે ઉડી જાજો..,' PASS કાર્યકરોનો કોરોના કાળમાં ગરબા રમતો Video થયો Viral

News18 Gujarati
Updated: September 28, 2020, 1:43 PM IST
સાપુતારા : 'પંખીડા રે ઉડી જાજો..,' PASS કાર્યકરોનો કોરોના કાળમાં ગરબા રમતો Video થયો Viral
Viral વીડિયોનો સ્ક્રિન ગ્રેબ

કથીરિયા અને માલવિયા પણ વીડિયોમાં જોવા મળ્યા, ભાજપ બાદ બવે પાસના કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડાડ્યા ધજાગરા

  • Share this:
કેતન પટેલ, બારડોલી : 'ઓલા ગામના સુથારી વેલા વેલા આવો રે.., મારી મહાકાળીને હાટુ સારો બાજોટ લાવો રે.., પંખીડા રે ઉડી જાજો પાવાગઢ રે.., મારી મહાકાળી માટે રૂડા ગરબા લાવો રે..', 'ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે...,' આ જાણીતા ગરબાને નવરાત્રિ પહેલા ફરી એક વાર Viral થવાનો અવસર મળી ગયો છે. આ અવસર આપનારા 'ખેલૈયા'ઓ છે પાસના કથિત સભ્યો. જોકે, આ નવરાત્રિ બીજે ક્યાંય નહીં પણ જાણીતા ગીરીમથક સાપુતારના ટેબલ પોઇન્ટ પર ઊજવાઈ છે. પાટીદાર અનામત આંદોલન સમિતિથી જાણીતા થયેલા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા પણ આ વીડિયોમાં હોવાની ચર્ચા છે.

બનાવની વિગત એવી છે કે કોરોના કાળમાં સી.આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસે ખૂબ જ સુર્ખિઓ મેળવી. કારણ રાજકીય નહીં પણ સામાજિક હતું. પાટીલના પ્રવાસમાં ભાજપના કાર્યકરો કૂદી કૂદીને ગરબે ઘૂમ્યા હતા અને અંતે ડઝનેક નેતાઓ અને અનેક કાર્યકરો કોરોનાનો ભોગ બન્યા. ખુદ પાટીલ પણ કોરોનાના ભરડામાં આવી ગયા. આ સમયે ભાજપની ચોમેર ટીકા થઈ હતી. જોકે, આ હરિફાઈમાં ભાજપની સામે હવે પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા પૂર્વ પાસ કન્વીનરો અને યુવાનો જોડાયા હોવાની ચર્ચા છે.

હકિકતમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, આ વીડિયોમાં પાસના કાર્યકરો સાપુતારાના હીલ પર ગરબે ઘુમી રહ્યા છે. ગરબાના શબ્દો ઉપર લખાઈ જ ગયા છે. આ ગરબાને રાજ્યમાં ખૂબ જ જોવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં ટોળે વળીને માસ્ક પહેર્યા વગર યુવાનો ગરબે ઘુમી રહ્યા છે. જોકે, આ ટોળામાં કોરોના ફેલાશે તો તેના માટે જવાબદાર કોણ તે નક્કી કરવું અઘરૂં છે. અન્ય વિગતો સામે આવી નથી છતાં એક બાબત સ્પષ્ટ છે કે માલવિયા અને કથિરીયા આ વીડિયોમાં જોવા મળ્યા છે.

આ પણ વાંચો :  સુરત : હીરાના વેપારી બેઠાબેઠા ઢળી પડ્યા, કરુણ ઘટનાનો Video સોશિયલ મીડિયામાં Viral

કોરોના કાળની આસપાસના સમયનો જ વીડિયો છે અને વીડિયો તાજો છે કારણ કે કેટલાક યુવકોના મોઢા પર માસ્ક જોવા મળ્યા છે. સ્થાનિકો કહે છે કે એક ગ્રુપ આવ્યું હતું અને ટેબલ પોઇન્ટ પર ગરબા પણ રમ્યુ હતું. ગરબા રમવા કઈ ખોટું નથી. આપણી સંસ્કૃતિનું અભિન્ન અંગે એટલે ગરબા પરંતુ આ સમય અને આ સ્થિતિ જોખમી છે. નિયમો તમામ લોકો માટે સમાન છે તેથી આ ઘટનાની ટીકા થવી યથાર્થ છે.

આ પણ વાંચો :  Viral : સુરતના યુવકની ટીમ ક્રિકેટ એપમાં જીતી 1 કરોડ રૂપિયા, સોશિયલ મીડિયામાં ધૂમ ચર્ચા
Published by: Jay Mishra
First published: September 28, 2020, 1:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading