સુરત: વરાછામાં લાલા અને ભાવેશ ટકા વચ્ચે લોહીયાળ બબાલ, લાકડાના ફટકા મારી લાલાની હત્યા


Updated: October 28, 2020, 4:39 PM IST
સુરત: વરાછામાં લાલા અને ભાવેશ ટકા વચ્ચે લોહીયાળ બબાલ, લાકડાના ફટકા મારી લાલાની હત્યા
પ્રતિકાત્મક તસવીર

મહત્વની વાત એ છે કે, હત્યારાએ ઢોર મારમારી યુવાનને અશ્વિની કુમાર સ્મશાન પાસે ફેંકી દીધો હતો.

  • Share this:
સુરત : બિઝનેસ હબની સાથે ક્રાઈમ સિટી તરીકે ઉભરી રહ્યું છે. રોજે-રોજ હત્યા (murder), લૂંટ, છેડતી, છેતરપિંડી, ચોરી, મારામારી જેવી ઘટનાઓ જાણે સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. લોકોને પોલીસનો જરા પણ ડર રહ્યો નથી, અને ગુનાઓને અંજામ આપી રહ્યા છે. આજે સુરત(Surat)ના વરાછા વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં એક યુવાનને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.

સુરત શહેર (surat city) માં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. વરાછા (varachha) વિસ્તારમાં ભવાની સર્કલ પાસે લાલો ઉર્ફ વિજય નામના યુવકની કરાઈ લાકડાના ફટકા મારી હત્યા (Murder) કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, હત્યારાએ ઢોર મારમારી યુવાનને અશ્વિની કુમાર સ્મશાન પાસે ફેંકી દીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમરોલી ચાર રસ્તા પાસે રહેતા અને અશ્વનીકુમાર સ્મશાન ભુમીમાં બાળકોને દફનાવાનું કામ કરતા ૩૦ વર્ષીય યુવકને ગઈકાલે રાત્રે વરાછા ભવાની સર્કલ પાસે અજાણ્યા લોકો લાકડાના ફટકાનો ઢોર માર મારી લોહીલુહાણ કરી નાસી ગયા હતા. લોકોને જાણ થતા સ્થાનિકોએ યુવાનને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે અમરોલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, અને આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તુરંત ઘટના સ્થળ અને હોસ્પિટલ યુવકનું નિવેદન લેવા પહોંચી હતી, પરંતુ યુવકની હાલત ગંભીર હોવાથી જે શક્ય બન્યું ન હતું. જોકે હોસ્પિટલમાં યુવકનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજ્તા પોલીસે હવે હત્યાનો ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

સુરત: કાપડ વેપારી પર જીવલેણ હુમલો, મિત્ર અનિલ કોમેડીએ છરાના ઘા ઝીંકી લોહીલુહાણ કર્યો

સુરત: કાપડ વેપારી પર જીવલેણ હુમલો, મિત્ર અનિલ કોમેડીએ છરાના ઘા ઝીંકી લોહીલુહાણ કર્યો

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, અમરોલી ચાર રસ્તા સરિતા ઍપાર્ટમેન્ટમાં રહેતા વિજય ઉર્ફે લાલો માછી પટેલ (ઉ.વ.૩૦) અશ્વનીકુમાર સ્મશાન ભુમીમાં બાળકોને દફનાવાનું કામ કરે છે. વિજય ઉર્ફે લાલાને ગઈકાલે રાત્રે વરાછા ભવાની સર્કલ પાસે અજાણ્યા શખ્સોએ લાકડાના ફટકા મારી અશ્વનીકુમારને લોહીલુહાણ હાલતમાં સ્મશાન ભુમી પાસે છોડી ભાગી ગયા હતા.સુરત: 'પિતા મોબાઈલ લઈ નોકરી જાય, કેવી રીતે ભણવું', ધોરણ-10ની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો

સુરત: 'પિતા મોબાઈલ લઈ નોકરી જાય, કેવી રીતે ભણવું', ધોરણ-10ની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો

જોકે, સ્થાનિકોની મદદથી વિજયને તેના પરિવાર દ્વારા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યાં વિજયનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી, પ્રાથમિક તપાસના આધાર પર શંકાસ્પદ ભાવેશ ટકા નામના યુવકને અટકમાં લઈ પુછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
Published by: kiran mehta
First published: October 28, 2020, 4:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading