સુરતના 3 વર્ષના માસૂમ બાળકના સંગીત પર ફીદા થયા Big B, જુઓ - મહાનાયકે ટ્વીટર પર શેર કર્યો Video

News18 Gujarati
Updated: October 21, 2020, 3:28 PM IST
સુરતના 3 વર્ષના માસૂમ બાળકના સંગીત પર ફીદા થયા Big B, જુઓ - મહાનાયકે ટ્વીટર પર શેર કર્યો Video
અમિતાભ બચ્ચને ટ્વીટર પર શેર કર્યો વીડિયો

વીડિયોને 60 લાખથી પણ વધુ લોકોએ જોયો છે, અને 41 લાખ જેટલા લોકોએ વીડિયોને પસંદ કર્યો છે

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : ત્રણ વર્ષનું માસુમ બાળક તેના પિતા સાથે તાલથી તાલ મિલાવી ગીત ગાય છે, આ વીડિયો હાલમાં દેશભરમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ફરતો ફરતો બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પાસે આવ્યો, તેમને પણ બાળકનું સંગીત ખુબ પસંદ આવ્યું અને તેમણે પોતાના ટ્વીટર પર આ વીડિયો શેર કરતા, તેની ચર્ચા હવે પૂરા દેશમાં થવા લાગી છે. રાતો રાત પિતા-પૂત્ર પ્રખ્યાત થઈ ગયા છે.

કહેવાય છે કે, મોરના ઈંડા ચીતરવા નથી પડતા, આવો જ એક કિસ્સો સુરતના બાળકનો સામે આવ્યો છે. જેમાં એક માસુમ ત્રણ વર્ષનું બાળક કે જેણે સંગીતની દુનિયામાં હજુ જોઈ નથી, પરંતુ તેના પિતા સાથે તાલથી તાલ મિલાવી મશગૂલ થઈ ગાઈ રહ્યો છે, હવે આ બાળકનો એક વાયરલ વિડીયો બાદ દેશભરમાં ફેમસ થઈ ગયો છે.

મહત્વની વાત એ છે કે, આ વીડિયોને બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને ટ્વીટ કરી શેર કર્યો છે. જે વીડિયોને 60 લાખથી પણ વધુ લોકોએ જોયો છે, અને 41 લાખ જેટલા લોકોએ વીડિયોને પસંદ કર્યો છે. આ વાયરલ વીડિયો સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા જાદવ પરિવારના પિતા અને પુત્રનો છે. જે વીડિયોને અમિતાભ બચ્ચને ટ્વીટ કરી શેર કરતા પરિવાર પણ ગૌરવની લાગણી ખુશી અનુભવી રહ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ બાળકના પિતા સુરતમાં એક ખાનગી શાળામાં મ્યુઝીક શિક્ષક તરીકે લગભગ ચાર વર્ષથી નોકરી કરે છે. એક મ્યુઝિક શિક્ષક હોવાના કારણે તેઓ ઘરે પણ રોજ નિયમીત મરાઢી ભાષામાં સાંસ્કૃતિક ભજન, સંગીત ગાઈ રિયાજ કરતા રહે છે. સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ વૈષ્ણદેવી સ્કાયમાં રહેતા તાનાજી જાધવના જણાવ્યા અનુસાર, બે દિવસ પહેલા તેઓ રોજની જેમ પોતાના ઘરે ભજન સંગીત કરી રહ્યા હતા ત્યારે, તેમનો ત્રણ વર્ષના દીકરો, જેનું નામ શ્રી છે, તે પાસે આવીને બેસી ગયો, આ સમયે પિતા રાઠી ભાષામાં ભજન ગાઈ રહ્યા હતા.

દીકરો શ્રી પણ પિતાની સામે આવી બેસી ગયો હતો અને ભજન ગાવા માંડ્યો હતો, ઘરમાં દીકરાની આ પ્રકારની મસ્તીનો વીડિયો મોટી દીકરીએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો. ત્યારબાદ આ વીડિયો પિતાએ પોતાની યુ-ટ્યુબ ચેનલ પર અપલોડ કર્યો. અનેક લોકોને આ વીડિયો ખુબ પસંદ આવ્યો. જેમાં કોઈએ વીડિયો ડાઉન લોડ કરી સોશિયલ મીડિયામાં શેર કર્યો અને પછી આ વીડિયો ખુબ વાયરલ થઈ ગયો.

આ વીડિયો વાયરલ થઈ અમિતાભ બચ્ચન પાસે આવી ગયો, તેમને વીડિયો જોઈ ખુબ પસંદ આવ્યો, એક ત્રણ વર્ષનું બાળક પોતાના પિતા પાસે બેસી કેટલું મશગુલ થઈ રસ પૂર્વક સાંસ્કૃતિક ભજન ગાય છે, તેના સંગીત પર મહાનાયક ફીદા થઈ ગયા અને તેમણે પોતાના ટ્વીટર પર આ વીડિયો શેર કર્યો. અમિતાભ બચ્ચને શેર કર્યા બાદ આ વીડિયોમાં રહેલા પિતા-પુત્ર દેશભરમાં પ્રખ્યાત થઈ ગયા.
Published by: kiran mehta
First published: October 21, 2020, 3:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading