સુરત : સિવિલ હોસ્પિટલમાં છતનો એક ભાગ Corona દર્દી પર પડ્યો, મચી દોડધામ


Updated: April 14, 2020, 8:59 PM IST
સુરત : સિવિલ હોસ્પિટલમાં છતનો એક ભાગ Corona દર્દી પર પડ્યો, મચી દોડધામ
સુરત સિવિલ હોસ્પિટલ (ફાઈલ ફોટો)

આ છતનો પોપડો તુડી પડતા દર્દીને સમાન્ય ઇજા થયાનું સામે આવ્યું હતું

  • Share this:
કોરોના વાઇરસને લઇને લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે આ વાઇરસના ચેપમાં આવેલા દર્દીનો ચેપ અન્યોને ન લાગે તે માટે સિવિલ હોસ્પિટલમાં એક જગ્યા નક્કી કરવામાં આવી છે. સ્મીમેરમાં અન્ય દર્દીઓની પણ સારવાર થઈ રહી છે. પરંતુ જર્જરીત થયેલી સિવિલ હોસ્પિટલના છતના પોપડા કોરોનાના વિકટ સમયે પણ પડવાના શરૂ જ છે. ટ્રોમા સેન્ટરમાં બીજા માળે આવેલા કોરોના વોર્ડમાં પોઝિટિવ દર્દી પર છત પરથી પોપડું તૂટીને પડયાનું સામે આવી રહ્યું છે, આ ઘટના બાદ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

કોરોના વાઇરસ લઈને તંત્ર સતત કામ કરી રહ્યું છે ત્યારે, આ આ રોગના દર્દીઓને એક જગ્યા પર સારવાર મળી રહે અને આ રોગ અન્ય કોઈને ન લાગે તે માટે કોરોના પોઝિટિવ તમામ દર્દીને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ ટ્રોમાં સેન્ટર ખાતે આવેલા બીજા માળે સારવાર આપવામાં આવી રહી છે, પરંતુ જર્જરીત થયેલી સિવિલ હોસ્પિટલના પોપડા કોરોનાના વિકટ સમયે પણ પડવાના શરૂ જ છે. ટ્રોમા સેન્ટરમાં બીજા માળે આવેલા કોરોના વોર્ડમાં પોઝિટિવ દર્દી પર છત પરથી પોપડું તૂટીને પડયાનું સામે આવી રહ્યું છે.

આ છતનો પોપડો તુડી પડતા દર્દીને સમાન્ય ઇજા થયાનું સામે આવ્યું હતું. આ ઘટના બાદ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. સિવિલ હોસ્પિટલ પાછળ તંત્ર દ્વારા અગાઉથી જ કોઈ ધ્યાન ન અપાયું હોય તેમ અગાઉની જેમ હજુ પણ પોપડા પડી રહ્યાનું સામે આવ્યું છે.

બીજી બાજુ તંત્ર દ્વારા ગઈકાલે નિર્ણય લેવાયો હતો કે, સ્મીમેરની જગ્યાએ હવેથી કોરોનાની સારવાર સિવિલ હોસ્પિટલમાં થશે. જોકે આજે જ સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં સિલિંગ તૂટી પડતા પોઝિટિવ દર્દી ઈજાગ્રસ્ત થયો હતો. ટ્રોમાં સેન્ટરના બીજા માળે કોરોના વોર્ડના 8 નંબરના બેડ પર આજે બપોરે એક વાગે સિલિંગ પડ્યું હતું. ઈજાગ્રસ્ત કોરોના પોઝિટિવ દર્દીને તાત્કાલિક સારવાર અપાઈ રહી છે.

દર્દી પર પોપડો પડતાં ડોક્ટરોએ અને વહીવટી તંત્ર દોડતું થયું હતું. વિરલ નામના પેશન્ટ પર છત પરથી પોપડુ તૂટીને તેના બેડ પર પડ્યું હોવાનું આધારભૂત સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. સિવિલ હોસ્પિટલમાં કોવીડ-19 હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. ખાસ કોરોનાના દર્દીઓની સારવાર માટે ટ્રોમા સેન્ટરના બીજા માળે દર્દીઓને કોરોનો વોર્ડમાં આઈસોલેશન રૂમ ફાળવીને સ્પેશયલ રૂમ આઠ નંબરમાં સારવાર અપાઈ રહી છે.
Published by: kiran mehta
First published: April 14, 2020, 8:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading