સુરતઃ ડાયાબિટીસ હોવા છતા 61 વર્ષીય મનસુખભાઈએ 18 દિવસે coroanaને હરાવ્યો, ડોક્ટરોની મહેનત રંગ લાવી


Updated: September 28, 2020, 9:42 PM IST
સુરતઃ ડાયાબિટીસ હોવા છતા 61 વર્ષીય મનસુખભાઈએ 18 દિવસે coroanaને હરાવ્યો, ડોક્ટરોની મહેનત રંગ લાવી
દર્દીની તસવીર

61 વર્ષીય મનસુખભાઇ પાડ્યું છે જેઓ ડાયાબીટીસના પેસન્ટ હોવા છતા પણ પોતાના મનોબળથી સારા થઇ ઘરે પરત આવ્યા છે.

  • Share this:
સુરતઃ શહેરમાં કોરોના વાયરસનો (coronavirus) કહેર વધતો જાય છે. નવી સિવિલ (new civil) અને સ્મીમેર હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ (corona warriors) ચિંતા કર્યા વગર દર્દીઓની સેવા કરી રહ્યા મનસુખભાઈ જેવા વડીલ અને અન્ય બીમારીથી પીડિત દર્દીઓને પણ કોરોના મુક્ત કરીને કોરોના વોરિયર્સનું શ્રેષ્ઠત્તમ ઉદાહરણ પુરુ પાડી રહયા છે.  આવું જ એક ઉદાહરણ 61 વર્ષીય મનસુખભાઇ પાડ્યું છે જેઓ ડાયાબીટીસના પેસન્ટ હોવા છતા પણ પોતાના મનોબળથી સારા થઇ ઘરે પરત આવ્યા છે.

મૂળ અમરેલીના ચક્કરગઢ ગામના વતની હાલ સુરતના મોટા વરાછા વિસ્તારની સાંઇ પુજા રેસીડન્સીમાં રહેતા ૬૧ વર્ષીય મનસુખભાઇ માંડલીયાના પુત્ર રજનીભાઈએ ખુશીની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે, પિતા લૂમ્સના કારખાનામાં કામ કરતા કરતા કોરોનાગ્રસ્ત થયા હતા.

7 સપ્ટેમ્બરે રિપોર્ટ પોઝિટિવ આવતા તાત્કાલિક કોવિડ વોર્ડના આઇસીયુમાં દાખલ કર્યા. ઓક્સિજન મેઇનટેઇન ન થતાં વેન્ટિલેટર પર શિફ્ટ કર્યા. સમયસર સારવાર મળતા જ ચાર દિવસ વેન્ટિલેટર રહ્યા બાદ તંદુરસ્તીમાં સારી થઇ.

આ પણ વાંચોઃ-માતાનું દૂધ coronavirusને કરી દે છે ખતમ, ચીનના રિસર્ચર્સની સ્ટડીમાં જાણવા મળ્યું

મનસુખભાઇ ચાર વર્ષથી ડાયાબિટીસની બિમારી હતી. સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ અને સ્ટાફની સારવાર અને આત્મીયતાએ નવજીવન બક્ષ્યું છે. સ્ટાફ પરિવારને દરરોજ  વિડીયો કોલથી આશ્વાસન આપતા. મનસુખભાઇ માંડલીયા  દાખલ થયા ત્યારે તેમની હાલત ખુબ ગંભીર હતી.

આ પણ વાંચોઃ-સેલ્ફીના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સોઃ સેલ્ફી લઈ રહેલી ડોક્ટરની પત્ની ડેમમાં પડી, ડૂબી જતા મોતઆ પણ વાંચોઃ-સુરતઃ રસ્તામાં ગાડીનું બોનેટ ચેક કરવા જવું કાપડના વેપારીને રૂ.5.84 લાખમાં પડ્યું, બાઈક સવાર રોકડા ભરેલી બેગ લઈ ફરાર

મનસુખભાઇના સબંધી વિશાલ માંગરોલીયાનું બ્લડ ગ્રુપ મેચ થતા તેમના માટે પ્લાઝમાનું પણ સફળ ટ્રાન્સફ્યુઝન કરવામાં આવ્યું. સાત દિવસ આઇસીયુમાં રહ્યા બાદ, જનરલ વોર્ડમાં શિફટ કરી 15 લીટર ઓક્સિઝન પર રાખવામાં આવ્યા હતા. છેલ્લા 4 દિવસ નોર્મલ રૂપ એર મોનીટરિંગ હેઠળ રાખ્યા બાદ  સંપૂર્ણ સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, કોવિડ-19ની મહામારીમાં કોરોનાના સંક્રમણને રોકવા આરોગ્ય વિભાગ અને મહાનગર પાલિકા દ્વારા ઠેર ઠેર રેપિડ ટેસ્ટ સેન્ટર શરૂ કરીને કોરોનાને નાથવાની સઘન કાર્યવાહી હાથ ધરી છે. કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરીને નિયમોમાં પણ ફેરફાર કર્યા છે. સરકાર દ્વારા જાગૃતા લાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતની જનતાએ પણ પ્રશાસનને સાથ આપીને કોરોનાની ચેઈનને તોડવામાં યથા યોગ્ય યોગદાન આપવું જોઈએ.
Published by: ankit patel
First published: September 28, 2020, 9:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading