સુરત : ઓપરેશન બાદ ડોક્ટર ગળાના ભાગે કપડું ભૂલી ગયા, પરિવારે બેદરકારી બદલ કરી પોલીસ ફરિયાદ


Updated: October 17, 2020, 4:13 PM IST
સુરત : ઓપરેશન બાદ ડોક્ટર ગળાના ભાગે કપડું ભૂલી ગયા, પરિવારે બેદરકારી બદલ કરી પોલીસ ફરિયાદ
પરિવારે સર્જન પાસે ઑપરેશન કરતા ગળામાથી ટિસ્યૂ સાઇઝનું કપડું નીકળું હતું.

21 દિવસ બાદ CT સ્કેનમાં મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની બેદરકારી સામે આવી, ફરી સર્જરી કરી કપડું કાઢવું પડ્યું

  • Share this:
સુરતની ખાનગી હોસ્પિટલમાં થયેલા મણકાના ઓપરેશન બાદ ડોકટર ગળાના ભાગે કપડું ભૂલી ગયા હતા. ઓપરેશનના 21 દિવસ બાદ CT સ્કેનમાં મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની બેદરકારી સામે આવી છે. ફરી સર્જરી કરી કપડું કાઢવામાં આવ્યું, એના દૃશ્યો LIVE વિડિયોમાં કેદ થયાં છે જોકે પરિવાર દ્વારા આ તબીબ સામે લેખિત માં ફરિયાદ પણ કરવામાં આવી છે

દર્દી જેને ભગવાન નો દરજ્જો આપતા હોય છે આવા તબીબ કેટલા બે જવાબદાર હોય છે અને તેમની બે જવાબદારી કોઈ દિવસ કોઈ ની જીવ જાય તેવી હોય છે ત્યારે સુરત ના ડિંડોલી વિસ્તરમાં આવેલ ઉમિયા નગર ખાતે રહેતા દશરથભાઈ શિવરાજભાઈ પટેલ છેલ્લા લાંબા સમય થી હાથ પગ ની પિતા થી હેરંહતા તેમને તેમના ફેમિલી તબીબ ને બતાવીયા બાદ  મણકા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને બતાવવા તબીબે ઓપરેશન કરવાની સલાહ આપી હતી.

આ પણ વાંચો :  તાપી : જિલ્લા શિક્ષણાધિકારી રૂપિયા 10 લાખની લાંચ લેતા ઝડપાયા, ACBએ સપાટો બોલાવ્યો

25 ઓગસ્ટના રોજ મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરે તમામ રિપોર્ટ કઢાવ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી 7 કલાક સુધી ઓપરેશન કર્યું હતું. આર્થિક ભીંસને લઈ ડોક્ટરે મા વાત્સલ્ય કાર્ડ બનાવવાની સલાહ અને એપ્રુલ મેસેજ આવે પછી ઓપરેશન કરવાનું જણાવ્યું હતું. ઓપરેશન બાદ હાથ-પગ કામ કરવાના બંધ થઈ ગયા હતા.જોકે ઓપરેશન  3 દિવસ બાદ રજા આપી 10મા દિવસે ટાંકા કઢાવવા આવવાની સલાહ આપી હતી.

તબીબોએ આ જગ્યાથીએથી ઑપરેશન કરી અને કપડું કાઢ્યું હતું.


રજા લીધાના 7મા દિવસે ગરદન પાસે મૂકેલા ઓપરેશનના કાપાપાસેથી પરુ નીકળવાનું શરૂ થઈ ગયું હતું.જેને લઈને પરિવાર ચિતામાં મુકતા ઓપરેશન કરનાર તબીબ ને બતાવ જતા તેમને  ડ્રેસિંગ કરી આવી જશે કહી દવા લખી આપી હતી જોકે ત્યાર બાદ પણ સારુ ન થતા ફેમિલી ડોક્ટર સલાહ લઇને સર્જન ને બતાવ માટે કહ્યું હતું જોકે સર્જને સીટી સ્કેન કરવાનું કહ્યું હતું જોકે આ સીટી સ્કેન રિપોર્ટ આવતા સર્જન પણ ચોકી ઉઠીયા હતા અને મણકાના ઓપરેશન કરનાર તબીબ ની બેદરકારી સામે આવી હતી ગરદનના ભાગેથી પરુ સાથે કોટનના રેસા પણ બહાર આવતાં જોઈ સર્જન ડોક્ટર ચોંકી ગયા હતા.

આ પણ વાંચો :  સુરત : ICICI બેન્ક સાથે Gold લોનના નામે રૂપિયા 2.55 કરોડની ઠગાઈ, 41 વાર લોન લઈ કૌભાંડ આચર્યુ

સર્જને કહ્યું હતું કે આ ભૂલથી ગેગરીન પણ થઈ શકે અને મૃત્યુ પણ, જેથી ઓપરેશન કરી કોટન-કપડું કે ટિસ્યુ બહાર કાઢવું પડશે. 15 સપ્ટેમ્બરના રોજ આખું ઓપરેશન વિડિયો બનાવી કોટન-કપડું કે ટિસ્યુ બહાર કઢાયું હતું. બે દીકરી અને એક દીકરાના પિતાએ ગંભીર બેદરકાર ડોક્ટર મણકાના સ્પેશિયાલિસ્ટ સામે અઠવા પોલીસમાં વકીલ મારફત ફરિયાદ નોંધવા અરજી કરી છે જોકે પોલીસે આ મામલે યોગ્ય કાર્યવાહી કરી આ મામલે ફરિયાદની તજવીજ શરુ કરી છે.

આ પણ વાંચો :  સુરત : મહિલાએ રણચંડી બની યુવકની જાહેરમાં ધોલાઈ કરી, અશ્લીલ ઈશારા કર્યા હોવાનો આક્ષેપ
Published by: Jay Mishra
First published: October 17, 2020, 4:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading