સુરતઃ 'તમે કઈ રીતે મોપેડ લઈ જાઓ છો, હું પણ જોઉં છું', દંપતીને ટ્રાફિક પોલીસે સાથે કરી ઝપાઝપી, થઈ ધરપકડ


Updated: September 21, 2020, 9:54 PM IST
સુરતઃ 'તમે કઈ રીતે મોપેડ લઈ જાઓ છો, હું પણ જોઉં છું', દંપતીને ટ્રાફિક પોલીસે સાથે કરી ઝપાઝપી, થઈ ધરપકડ
પ્રતિકાત્મક તસવીર

સુરતના પીપલોદ વિસ્તારમાં એક દંપતીને અટકાવી ગાડીના કાગળો માંગતા પોતે ગેરેજ છે અને ગ્રાહકની ગાડીના કાગળો ક્યાંથી હોય કરીને હંગામો કર્યો હતો.

  • Share this:
સુરતઃ શહેર ટ્રાફિકના નવા નિયમ આવ્યા બાદ અદરોજ સુરતમાં ટ્રાફિક પોલીસ (surat traffic police) સાથે દંડને લઈને કોઈને કોઈ જગ્યા પર લોકો માથા ફૂટ કરવા સાથે પોલીસ પર હુમલો કરતા હોય છે. ત્યારે સુરતના પીપલોદ વિસ્તારમાં એક દંપતીને (couple) અટકાવી ગાડીના કાગળો માંગતા પોતે ગેરેજ છે અને ગ્રાહકની ગાડીના કાગળો ક્યાંથી હોય કરીને હંગામો કર્યો હતો અને બાદમાં પોલીસ સાથે માથકુટ (fight with police) સાથે ઝપાઝપી કરતા પોલીસે આ દંપતી વિરુદ્દ ફરજમાં રૂકાવતનો ગુનો નોંધી ધરપકડ (arrested) કરી હતી.

નવા મોટર વેહિકલ એક્ટ આવ્યા બાદ દંડની રકમ જે રીતે વધારવામાં આવી છે તેને લઈને સુરત ટ્રાફિક પોલીસને શહેરના કોઈને કોઈ વિસ્તારમાં લોકો સાથે ઘર્ષણ થતું હોય છે અને દંડ નહીં ભરવાનું કહીને લોકો રસ્તા વચ્ચે તમાશા સાથે મારામારી અને પોલીસ ઉપર હુમલો કરતા હોય છે. ત્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે સુરતના ડુમસ રોડ પર ટ્રાફિક પોલીસ રાહુલરાજ મોલ પાસે વાહન ચેકિંગમાં હતી.

ત્યારે ત્યાંથી પસારથી રહેલા એક દંપતીને અટકાવામાં આવ્યા હતા. અને તેમની પાસે પોલીસ દ્વારા ગાડીના કાગળો માંગવામાં આવ્યા હતા. પરંતુ ચાલક પાસે રજીસ્ટ્રેશનના કોઇ કાગળો ન હતા અને લાયસન્સની ઝેરોક્ષ હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ગાળો બોલવાની ના પાડતા મળ્યું મોત, મેમ્કો બ્રિજ નીચે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, ચોંકાવનારો થયો ખુલાસો

ઉપરાંત પોતાનું ગેરેજ છે અને મોપેડ ગ્રાહકનું છે તો મારી પાસે ડોક્યુમેન્ટ્સ કયાંથી હોવાના એમ કહી જીભાજોડી કરી હતી. ઉપરાંત ચાલકની પત્નીએ પણ ગાળાગાળી કરી તમે કઇ રીતે મોપેડ જમા લો છો, તમે બધાને હેરાન કરો છો, તમે કઇ રીતે મોપેડ લઇ જાવ છો, હું પણ જોઉં છું. એમ કહી ઝપાઝપી કરી હતી.

આ પણ વાંચોઃ-10 વર્ષ પહેલા મૃત્યુ પામેલી મહિલાથી પોલીસને લાગે છે ડર, વાંચો ફિલ્મી સ્ટોરી જેવી ઘટનાઆ પણ વાંચોઃ-ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ બનાવી નીડલ વગરની કોરોના વેક્સીન, થશે વધારે અસરદાર

દંડાત્મક કાર્યવાહી પેટે મેમો સ્વીકારનો ઇન્કાર કરી ફરજમાં રૂકાવટ કરી હતી. જોકે દંપતી દ્વારા રસ્તા પર તમાસો કરી પોલીસની કામગીરીમાં રુકાવટ કરતા પોલીસે તાતકાલિક ઉંમર પોલીસની ગાડી બોલાવી આ દંપતીને તાતકાલી પોલીસ મથકે લઇ ગયા હતા.

ત્યાં આ દંપતી વિરુદ્ધ સરકારી ફરજમાં રુકાવટ સાથે પોલીસ સાથે ઝપાઝપીનો ગુનો દાખલ કરી દંપતી રાજેશ કાંતીલાલ રાણા અને તેમના પત્ની મીનાક્ષી રાણા સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી વધુ તપાસ શરું કરી છે.
Published by: ankit patel
First published: September 21, 2020, 9:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading