ગુજરાત સરકારના 3700 કરોડના રાહત પેકેજ સામે દક્ષિણ ગુજરાતના ખેડૂતોનો અસંતોષ, જાણો કેમ?


Updated: September 21, 2020, 11:39 PM IST
ગુજરાત સરકારના 3700 કરોડના રાહત પેકેજ સામે દક્ષિણ ગુજરાતના ખેડૂતોનો અસંતોષ, જાણો કેમ?
ખેડૂતોની તસવીર

ખેડૂતને એક વીધામાં ખર્ચો 10થી 15 હજાર થાય છે અને હેકટરમાં 50 હજારની આસપાસ તો સરકાર માત્ર 10 હજારની સહાય કરીને ખેડૂતોનો મજાક બનાવી રહી છે.

  • Share this:
સુરતઃ ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા વરસાદને (heavy rain) કારણે નુકસાનીનો સામનો કરી રહેલા ખેડૂતો માટે 3700 કરોડનું રાહત પેકેજની (Relief package) જાહેરાત કરવામાં આવી છે. જેમાં એક હેકટર દિઠ 10 હજારની સહાય કરવાની વાત કરવામાં આવી પરંતુ આ પેકેજનો દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ખેડૂત સમાજે જણાવ્યું હતું કે સરકારે પેકેજ જાહેર કર્યું એ સારી વાત છે પરંતુ ખેડૂતને એક વીધામાં ખર્ચો 10થી 15 હજાર થાય છે અને હેકટરમાં 50 હજારની આસપાસ તો સરકાર માત્ર 10 હજારની સહાય કરીને ખેડૂતોનો મજાક બનાવી રહી છે.

સમગ્ર ગુજરાતમાં આ વખતે વરસાદએ જોર પકડયું હતું.જેમાં  વધુ પડતા વરસાદને કારણે વિસ્તારમાં આવેલા ખેતરોમાં ઉભો પાક પાક પણ બળી ગયો હતો. દક્ષિણ ગુજરાતમાં મુખ્ય પાક ડાંગર છે અને ઓકટોંબરમાં ડાંગરનો પાક લેવાનો હોઇ પાક સારો થયો હતો.

પરંતુ વરસાદ અને ભારે પવનને કારણે આ પાકને વ્યાપક નુકશાન પહોચ્યું હતું. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ખેડૂતો વીશે વિચારવામાં આવ્યું તે સારી બાબત છે. પરંતુ સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તે ખેડૂતો માટે હિતાવહ નથી.

આ પણ વાંચોઃ-સુરતઃ લોકો ફટાફટ ઉપાડવા લાગ્યા છે PFના પૈસા, રૂ. 48.35 કરોડ ચૂકવાયા, જાણો શું છે કારણ

આ પણ વાંચોઃ-10 વર્ષ પહેલા મૃત્યુ પામેલી મહિલાથી પોલીસને લાગે છે ડર, વાંચો ફિલ્મી સ્ટોરી જેવી ઘટના

આ પણ વાંચોઃ-ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ બનાવી નીડલ વગરની કોરોના વેક્સીન, થશે વધારે અસરદારરમેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ પહેલા પણ સરકાર દ્વારા સહાયમાટે ખેડૂતો પાસે ફોર્મ ભરાવ્યા હતા. તેમ છતા પણ હજી સુધી કોઇ સહાઇ ચુકવવામાં આવી નથી. ઉપરાંત ઓનલાઇન ની સાથે મેન્યુઅલ પણ ફોર્મ ભરાવવા જોઇએ જેથી દરેક ખેડૂત સરળતાથી તેમાં જોડાઇ શકે.

ઉપરાંત હેકટર  પ્રમાણે જે સહાય ચુકવવાની વાત કરે છે તેનાથી વધારે ખર્ચોતો ખેડૂતોને એક વીધામાં થાય છે. જેથી સહાયની રકમમાં વધારો કરવામાં આવવો જોઇએ. સર્વેની કામગીરી પણ ઝડપથી પુર્ણ કરી ખેડૂતોને તાત્કાલીક અસરથી સહાય મળે તે નું પણ આયોજન કરકાર દ્વારા કરવામાં આવવું જોઇએ.
Published by: ankit patel
First published: September 21, 2020, 11:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading