સુરત : 'ભ્રષ્ટાચાર કર્યો તો જેલમાં જવાની તૈયારી રાખજો,' AAPના કોર્પોરેટરનો સપાટો


Updated: March 8, 2021, 11:17 PM IST
સુરત : 'ભ્રષ્ટાચાર કર્યો તો જેલમાં જવાની તૈયારી રાખજો,' AAPના કોર્પોરેટરનો સપાટો
દસ્તાવેજ મુજબ સહેજ પણ વધારે બાંધકામ ન કર્યુ હોવા છતાં નોટિસ આપી હોવાનો આક્ષેપ

વીડિયોમાં કથિત રીતે થતા ભ્રષ્ટાચારના મામલે વોર્ડ નંબર 4ના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધર્મેન્દ્ર બાબરીયા એક્શન મોડમાં

  • Share this:
આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો કોર્પોરેશનના અધિકારીઓની ખુલ્લી દાદાગીરી અને ધમકીઓ સામે રીતસરે મેદાનમાં પડ્યા છે અને એક પછી એક પોલ ખોલી રહ્યા છે. શહેરના કાપોદ્રા વિસ્તારના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધર્મેન્દ્ર બાબરીયાએ દ્વારા વરાછા ઝોનના અધિકારીઓને સ્પસ્ટ જણાવી દીધુ છે કે, જો ભ્રષ્ટાચાર કર્યો તો જેલમાં જવાની તૈયારી રાખજો. સુરતમાં હાલમાં પૂર્ણ થયેલ સાથનિક સ્વરાજની ચૂંટણીમાં ચૂંટાઈને આવ્યા બાદ આમઆદમી પાર્ટીના નગર સેવકો સતત લોકો માટે અને ખાસ કરીને પોતાના વિસ્તારના લોકો માટે દોડી રહ્યા છે. ત્યારે આજે કાપોદ્રા વિસ્તારની શ્રીજી સોસાયટીના પોતાના મકાનમાં એક નાનકડો ફેરફાર રહીશ દ્વારા કરવામાં આવ્યો છે.

મકાનમાલિક દ્વારા આજદિન સુધી સ્લેબ પણ નથી ભર્યો અને વધારે કોઈ બાંધકામ પણ તેમના દ્વારા કરવામાં આવ્યું નથી, છતાં પણ કોર્પોરેશનના અધિકારીઓ તેમને ગેરકાયદેસર બાંધકામ કર્યા હોવાની નોટિસ ફટકારીને ગયા છે.જોકે આ મામલે મકાન માલિક દ્વારા હાલમાં ચૂંટાઈને આવેલા નગર સેવકને જાણકારી આપી હતી.

આ પણ વાંચો : સુરત : ઓવરબ્રિજ પર 'મોતના કૂવાનો ખેલ,' યુવકના બેફામ સ્ટન્ટનો વીડિયો થયો Viral

જેથી આમ આદમી પાર્ટીના નગર સેવક તાત્કાલિક દોડી આવ્યા હતા. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધર્મેન્દ્ર બાબરીયા ત્યાં પહોંચીને ઘર માલિકનો પ્રશ્ન સાંભળ્યો હતો.જેમાં તેમણે ઘરમાં કોઈ એવા મોટા ફેરફાર નથી કર્યા કે જેને ગેરકાયદેસર બાંધકામ માની શકાય, તેમ છતાં પૈસા ખંખેરી લેવાની બદ ઇરાદાથી નોટિસ આપવામાં આવી હોવાનું જણાઈ આવતું હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ પણ વાંચો : સુરત : SMCની લાલિયાવાડીના લીધે વરાછાના યુવકનું અકસ્માતમાં મોત, ઘટના CCTVમાં કેદ

જેને લઈને આ નગર સેવક દ્વારા કોર્પોરેશનના અધિકારીઓ ને ખુલ્લી ચેતવણી આપવામાં આવી હતી કે ભૂતકાળમાં રાજકીય આગેવાન સાથે મળીને તોડ બાજી કરવા અને મકાનમાલિકોને હેરાન કરવા માટે રૂપિયા પડાવવા જે કામ કરતા હતા તે બંધ કરી નાખજો. આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારે રૂપિયા લઈને જો ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યુ તો જોવાજેવી થશે અને બાંધકામ ન કર્યુ હોય તેવા લોકોને જો નોટિસ આપીને રૂપિયા પડાવવાની જે વૃત્તિ છે.
Published by: Jay Mishra
First published: March 8, 2021, 11:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading