સુરત: કોરોનામાં પરિવારની આવક ઘટી જતાં લગ્ન પહેલા જ યુવતીનો આપઘાત


Updated: September 21, 2020, 9:51 AM IST
સુરત: કોરોનામાં પરિવારની આવક ઘટી જતાં લગ્ન પહેલા જ યુવતીનો આપઘાત
પ્રતિકાત્મક તસવીર

ભાઈ અને પિતા લગ્ન માટે રૂપિયા ક્યાંથી લાવશે તેની ચિંતામાં યુવતીએ ગળેફાસો ખાઈને આપઘાત કરી લીધો છે.

  • Share this:
સુરત: કોરોના મહામારી (Corona Pandemic)ને કારણે લોકોની આર્થિક સ્થિત કથડી છે. લોકોને બે છેડા ભેગા કરવામાં ફાંફા પડી રહ્યા છે. એમાં પણ સુરતમાં કોરોના બાદ આર્થિક ભીંસને કારણે આપઘાત (Suicide)ના કેસમાં અનેકગણો વધારો થયો છે, ત્યારે સુરત શહેરમાં આપઘાતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. આ વખતે એક યુવતીએ આપઘાત કરી લીધો છે. યુવતીના થોડા મહિના બાદ લગ્ન (Marriage) હતા. પરંતુ કોરોનાને કારણે પિતા અને ભાઈની આવક ન હોવાને કારણે યુવતી ચિંતામાં હતી. ભાઈ અને પિતા લગ્ન માટે રૂપિયા ક્યાંથી લાવશે તેની ચિંતામાં યુવતીએ ગળેફાસો ખાઈને આપઘાત કરી લીધો છે.

કોરોના મહામારી વચ્ચે લોકો બેકાર બન્યા છે. આ બેકારીને લઈને પરિવારની ચિંતામાં લોકો આપઘાત કરી રહ્યા છે. જોકે, તેમના ગયા બાદ તેમના પરિવારની હાલત શું થશે તેનો પણ વિચાર લોકો કરતા નથી. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા ન્યૂ કોસાડ રોડની સાંઇપુજા રેસિડેન્સીમાં રહેતા સંજય તાનાજી માલુસરે વેડરોડ પર હીરાના કારખાનામાં રત્નકલાકાર છે. તેમનો પુત્ર ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમની 22 વર્ષીય પુત્રી આકૃતિના લગ્નની તારીખ જાન્યુઆરીમાં નક્કી થઈ હતી.

આ પણ વાંચો:  સુરતવાસીઓ સાવધાન : એક જ પેટ્રોલ પંપનાં 12 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા પંપ કરાયો બંધ

કોરોના મહામારી વચ્ચે પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી બની હતી. પરિવારમાં કમાનારા પિતા અને ભાઈની આવક ઓછી થઈ ગઈ હતી. આગામી દિવસમાં પોતાના લગ્ન છે અને પરિવારની આર્થિક સ્થતિ નબળી હોવાથી પિતા અને ભાઈ ખર્ચ કેવી રીતે ઉઠાવશે તે અંગે સતત માનસિક તાણ અનુભવી યુવતીએ આપઘાત કરી લીધો હતો. આકૃતિએ આપઘાત કરી લીધો ત્યારે ઘરમાં કોઈ હાજર ન હતું. આકૃતિએ બેડરૂમના પંખા સાથે ઓઢણી બાંધીને આપઘાત કરી લીધો હતો. આ વાતની જાણ થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ મામલે અમરોલી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં અફીણ સાથે એક યુવકની ધરપકડ

બીજા એક બનાવમાં સુરત શહેરમાં અફીણ સાથે એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. સુરત શહેર મેટ્રો સીટી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે છે ત્યારે અહીંયા હવે યુવાનો મેટ્રો સીટીની જેમ નશીલા પ્રદાર્થોનું સેવન કરતા થયા છે. શહેરમાં લાંબા સમાયથી નશીલા પદાર્થોનું સેવન કરી યુવાધન પોતાનું જીવન બરબાદ કરી રહ્યાં છે. સુરતમાં એમડી ડ્રગ બાદ ચરસ અને હવે અફીણનું વેચાણ કરતા એક યુવાનને પોલીસે ઝડપી પાડ્યો છે.

પુણા પોલીસને બાતમી મળી હતી કે વરાછા મોદી મોહલ્લામાં આવેલ શિવમા કોમ્પ્લેક્સમાં રહેતો અને મૂળ મંડાવાસ, રાજસ્થાનનો વતની ધીરજ ઓઝા પોતાની પાસે રહેલા અફીણનો જથ્થો લઇને પોતાની ગાડી પર સહારા દરવાજા ગરનાળાથી નીકળી પરવટ પાટિયા તરફ જવાનો છે. જેને પગલે પોલીસ ટીમે સહારા દરવાજા સ્થિત શિવાજીની પ્રતિમા પાસે વૉચ ગોઠવી બાતમીવાળું મોપેડ આવતા તેને અટકાવીને તલાશી લેતા તેની પાસેથી 94 ગ્રામ અફીણ કિંમત રૂ. 94 હજારનો જથ્થો મળી આવ્યો હતો.
Published by: Vinod Zankhaliya
First published: September 21, 2020, 9:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading