સુરત: માથાભારે વિપલે પ્રેમિકા સાથે મળીને પૂર્વ પ્રેમીની હત્યાનો કર્યો હતો પ્રયાસ, વિપલ બાદ રિયાની પણ ધરપકડ


Updated: December 1, 2020, 7:47 AM IST
સુરત: માથાભારે વિપલે પ્રેમિકા સાથે મળીને પૂર્વ પ્રેમીની હત્યાનો કર્યો હતો પ્રયાસ, વિપલ બાદ રિયાની પણ ધરપકડ
રિયાની ફાઇલ તસવીર

રિયા દિલ્હીના એક શ્રીમંત પરિવારમાં જન્મેલી છે. તેનો ભાઈ બિઝનેસમેન છે. રિયા સુરત આવીને વિપલ ટેલર સાથે ભાગીદારીમાં સ્પા ચલાવે છે

  • Share this:
સુરતનાં (Surat) વેસુના આગમ આર્કેડમાં માથાભારે જમીન દલાલ પ્રેમીની (lover) મદદથી પૂર્વ પ્રેમી પર ચપ્પુના ઘા ઝીંકી હત્યાનો (murder) પ્રયાસ કર્યા બાદ ધમકી આપનાર પ્રેમિકાની ઉમરા પોલીસે ધરપકડ (arrested) કરી છે. પ્રેમિકાએ હાલનાં પ્રેમી સાથે મળીને પૂર્વ પ્રેમીને ધમકી આપી હતી કે, 'આજ તો તું શાયદ જીંદા બચ જાયેગા, દોબારા હમારે રાસ્તે મેં આયેગા તો તુજે જીંદા નહીં રહેને દેંગે.' પ્રેમિકાની ઉમરા પોલીસે ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.

સુરતમાં માથાભારે ઈસમની છાપ ધરાવતો અને મહિલાના દેહવેપારના નામે લોકો સાથે છેતરપિંડીના ગુનામાં અનેકવાર સંડોવાયેલા વિપલ ટેલરે તેની હાલની પ્રેમિકા રિયા રાજપૂત સાથે મળીને થોડા દિવસ પહેલા વેસુ આગમ આર્કેડના ગ્રાઉન્ડ ફલોરમાં 28મી ઓક્ટોબરે મોડીરાત્રે અલથાણ પાલિકાના આવાસમાં રહેતા પ્રવિણ ઉર્ફે પ્રિન્સ નિમ્બોને પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. જૂની અદાવતમાં પ્રવિણ સાથે વિપલ ટેલરે માથાકૂટ કરી હતી. જેમાં વિપલે યુવકને ગાળો આપી ચપ્પુથી હુમલો કરી ધમકી આપી હતી.

બારડોલીનાં અનોખા લગ્ન : સાદાઇથી લગ્ન કરી ત્રણ લાખ રૂપિયા કોરોનાગ્રસ્તો માટે PM ફંડમાં આપ્યા

જોકે, આ ઘટનામાં ઉમરા પોલીસે પ્રેમી પર હત્યાના પ્રયાસ કરનાર પ્રેમિકા રિયા રાજપૂત અને હાલના પ્રેમી અને માથાભારે ઈસમ વિપલ ટેલર સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે પહેલા વિપલ ટેલરની ધરપકડ કરી હતી. જોકે, આ ઘટના બાદ પ્રેમિકા રિયા રાજપૂત દિલ્હી ફરાર થઇ ગઈ હતી. જયારે ઉમરા પોલીસે દિલ્હીથી સુરત આવેલી વિપલની પ્રેમિકા રૂકસાર ઉર્ફે રિયા કાયનાથ મુસ્તકીન રાજપુતની (22) (રહે,કુમકુમ હોટેલ, આગમ આર્કેડ શોપિંગ સેન્ટર, વેસુ, મૂળ રહે, કરોલબાગ, ન્યુ દિલ્હી) ગતરોજ  સાંજે ધરપકડ કરી હતી.

દેવદિવાળીનાં દિને અમદાવાદને મળેલા બે ફ્લાયઓવરની તસવીરોમા મારી લો એક લટાર

આ પહેલા પણ વિપલ અને તેની પ્રેમિકાએ એક મહિલાને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં તેમની સામે ઉમરા પોલીસમાં ધમકીના ગુનામાં ધરપકડ થઈ હતી. ઉપરાંત નશીલા પદાર્થો વેચાણ કરતો હોવાની માહિતીને આધારે એસઓજીએ તેના ઘરે રેડ કરી હતી. તે સમયે નશીલા પદાર્થો મળ્યા ન હતા પરંતુ તલવારો મળી આવી હતી.રિયા દિલ્હીના એક શ્રીમંત પરિવારમાં જન્મેલી છે. તેનો ભાઈ બિઝનેસમેન છે. રિયા સુરત આવીને વિપલ ટેલર સાથે ભાગીદારીમાં સ્પા ચલાવે છે તેમ પોલીસે જણાવ્યું છે.
Published by: Kaushal Pancholi
First published: December 1, 2020, 7:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading