સુરત : મનપામાં ડે. TDO ACBના સકંજામાં, પાલિકાના અધિકારીઓમાં ફફડાટ


Updated: February 27, 2021, 11:53 PM IST
સુરત : મનપામાં ડે. TDO ACBના સકંજામાં, પાલિકાના અધિકારીઓમાં ફફડાટ
સુરતમાં એસીબી ટ્રેપ

એસીબીએ તપાસ માટે પાલિકા પાસે તેમના પગારથી માંડીને તેમની પાસે કેટલી સંપત્તિ છે, તે વિગતો પાલિકા દ્વારા આપી પણ દેવામાં આવી

  • Share this:
સુરત : દેશભરમાં સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારથી લોકો પરેશાન હોય છે. ત્યારે લાંચીયા સરકારી બાબુઓ પર લગામ કસવા હંમેશા ખડેપગે રહેતી એસીબી(ACB)એ આજે મહાનગર પાલિકાના મધ્યસ્થ શહેરના વિકાસ વિભાગમાં ડેપ્યુટી ટીડીઓને આવક કરતા વધુ સંપત્તિના મામલામાં સકંજામાં લેતા પાલિકાના પદાધિકારિઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસરા, મહાનગરપાલિકામાં શહેર વિકાસ વિભાગમાં વર્ષો સુધી ડેપ્યુટી ટીડીઓ તરીકે ફરજ બજાવનાર વિજય દેસાઈ સામે અમદાવાદ એસીબીએ આવક કરતા વધુ સંપત્તિની તપાસ શરૂ કરતા પાલિકાના અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. વિજય દેસાઈ હાલમાં કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવે છે.

આ પણ વાંચો - સુરત: વરાછામાં લુખ્ખાતત્વોની Live મારા મારીનો Video, ફેટંબાજી કરી સોસાયટીમાં આતંક મચાવ્યો

તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક સમયથી એન્ટી કરપ્શન વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ પાસે આવક કરતા વધુ સંપત્તિ હોય તેવા કિસ્સામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તે અંતર્ગત અનેક સરકારી કર્મચારી અને અધિકારી સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર (ટીડીઓ) તરીકે ફરજ બજાવતા વિજય દેસાઈ સામે પણ થોડા સમય પહેલાં એન્ટી કરપ્શન બ્યુરોમાં આવક કરતાં વધુ સંપત્તિની તપાસ કરવા માટે અરજી કરવામાં આવી હતી. આ અંતર્ગત અમદાવાદ એન્ટી કરપ્શન વિભાગે વિજય દેસાઈ સામે તપાસ શરૂ કરી છે.

એસીબીએ તપાસ માટે પાલિકા પાસે તેમના પગારથી માંડીને તેમની પાસે કેટલી સંપત્તિ છે, તે વિગતો પાલિકા દ્વારા આપી પણ દેવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે. કારણ કે વિજય દેસાઇ વર્ગ-3ની કેટેગરીમાં આવે છે તેમજ આ માટેની તપાસ કરવા માટે કમિશનરની પણ મંજૂરી લેવાની હોતી નથી. જેથી એસીબી તમામ વિગતો મંગાવ્યા બાદ પાલિકાએ તેને પૂરી પણ પાડી દીધી છે. તેની જાણ આજે પાલિકાના અધિકારીઓને થતાં તેઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

આ પણ વાંચો - સુરત: નરાધમ પાડોશી, '... અને ચાલુ લક્ઝરીના સ્લિપિંગ કોચમાં ચપ્પુ બતાવી આચર્યું દુષ્કર્મઉલ્લેખનીય છે કે, સુરતમાં આ પહેલા પણ કેટલાક કર્મચારી એસીબીના સકંજામાં આવી ગયા છે. જેમાં તલાટી, નાયબ મામલતદાર, પોલીસ વિભાગમાં એએસઆઈ વગેરેને એસબીએ રંગાહાથ ઝડપી પાડ્યા હતા. મહત્વની વાત એ છે કે, એસીબી દ્વારા આટ-આટલો કસંજો કસવા છતા લાંચીયા બાબુઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા.
Published by: kiran mehta
First published: February 27, 2021, 11:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading