સુરત : 'આ જગ્યા મારી છે, બીજીવાર દેખાતા નહીં બાકી જાનથી મારી નાખીશું,' ભરવાડ યુવકની દાદાગીરી


Updated: January 25, 2021, 7:38 PM IST
સુરત : 'આ જગ્યા મારી છે, બીજીવાર દેખાતા નહીં બાકી જાનથી મારી નાખીશું,' ભરવાડ યુવકની દાદાગીરી
પોલીસ જીપ (ફાઈલ ફોટો)

મોટા વરાછાના બિલ્ડરના ફાર્મ હાઉસ પર ભરવાડ યુવક નવેક સાગરિતોને લઈને ધસી આવ્યો, રખેવાળને ધમકી આપી ઑફિસમાં તોડફોડ કરી હોવાની પોલીસ ફરિયાદ

  • Share this:
સુરતના (Surat) મોટા વરાછા (Varcha) અબ્રામા રોડ ખાતે આવેલા ફાર્મ હાઉસ ઉપર (Farm House) માથાભારે ચિરાગ ભરવાડ (Chirag Bharwad) દ્વારા કબજા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ચિરાગ ભરવાડે તેના નવેક સાગરીતો સાથે કાર અને બાઈક ઉપર ફાર્મ હાઉસમાં ઘુસી દેખરેખ કરતા યુવકને ઢોર મારમારી જગ્યા ખાલી કરી દેવાની ધમકી આપી હતી. પોલીસે બિલ્ડરની ફરિયાદ લઈ તપાસ શરુ કરી છે.

સુરતના  વેડરોડ ડભોલી સીંગણપોર સંકલ્પ હાઈટ્સ ખાતે રહેતા નીલેશ કાંતીભાઈ સોજીત્રા (ઉ.વ.39) કંટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને રાધેક્રિષ્ણા કંટ્રકશન નામની કંપની ધરાવે છે. નીલેશભાઈઍ સન  2019ના એપ્રિલ મહિનામાં સંજય પોપટ ખાંભડીયા, મહેશ કરશન રામોલીયા,અને રસીક સોજીત્રા સાથે ભાગીદારીમાં મોટા વરાછા અબ્રામાં રોડ ટી.પી. 84, ઍફ.પી. નં-૨૨૫ પ્લોટવાલી જમીન ચેતન ભવાન બોરડ, ભાયલાલ નાનુ શેલડીયા પાસેથી વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી. ત્યારથી જમીનમાં ભાગીદાર મહેશ કરશન રામોલીયા ગાય અને ભેસ બાંધતા હતા. જમીનની ફરતે દિવાલ તેમજ ઓફિસ બનાવી ફાર્મ હાઉસ બનાવ્યું હતું.

આ પણ વાંચો : સુરત : Alto માથે ખાબક્યો હજારો કિલો વજન ભરેલો ટ્રક, કારનો કચ્ચરઘાણ, ચાલકનો ચમત્કારિક બચાવ

ઓફિસની દેખરેખ રાખવા માટે આશીષ રમેશ ઠુમ્મરને રાખ્યો હતો. દરમિયાન વર્ષ 2019માં મહેશ કરશન રામોલીયાઍ તેના 40 ટકા ભાગની જમીન ભરત ખીમ વસરાને વેચાણ કરી આપી હતી. જાકે મહેશ રામોલીયાને મિત્રતા હિસાબે પહેલે થી જ ફાર્મ પર ગાય અને ભેસ બાંધતા હોવાથી તેને બાધવા દેતા હતા.પરંતુ નિલેશ સહિતના ભાગીદારો દ્વારા ફાર્મ હાઉસને ડેવલોપ કરવાનું હોવાથી આઠેક દિવસ પહેલા મહેશ રામોલીયાને ગાય અને ભેસ લઈ જવા માટે કહ્યુ હતું.

દરમિયાન ગઈકાલે નિલેશભાઈ ઘરે હતા તે વખતે ફાર્મ હાઉસની દેખરેખ રાખતા આશીષે ફોન કરી કોઈ ચિરાગ ભરવાડ, નવેક સાગરીતો સાથે કાર અને બાઈક પર આવી આ જ્ગ્યા મારી અને મહેશના ભાગની છે તમે વહેલી તકે જગ્યા ખાલી કરીને ચાલ્યા જાવ હોવાનુ કહેતા નિલેશે તેમના ભાગીદારો સાથે સ્થળ પર દોડી આવ્યા હતા.આ પણ વાંચો :  સુરત : શહેરી વિસ્તારમાં દીપડાના આંટાફેરા, પાલના પેટ્રોલ પમ્પમાં શ્વાન પર હુમલાનો Video થયો Viral

આશીષ ઠુમ્મરે તેમને ચિરાગે તેમને આ જ્ગ્યા ખાલી કરી દો અને તમે કોને પુછીને અહિયા કેમેરા લાગાવ્યા છે. આ જગ્યા મારા અને મહેશ રામોલીયા છે કહી ત્રણેક લાફા માયા હતા. અને રામજી ઓફિસના તાળા તોડી ઓફિસમાં સીસીટીવી કેમેરા તોડી નાંખ્યા હતા અને સાંજ સુધીમાં આ જગ્યા ખાલી કરીને જતા રહેજા અને તારા માલીકને કે જે આ જગ્યામાં કોઈ પાછા દેખાતા નહી નહિતર બધાને જાનથી મારી નાંખીશુ. તેવી ધમકી આપી નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસે નિલે્શભાઈની ફરિયાદ લઈ ચિરાગ ભરવાડ સહિત નવેક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Published by: Jay Mishra
First published: January 25, 2021, 7:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading