સુરતમાં સરકારી અનાજને બારોબાર સગેવગે કરવાનો આક્ષેપ, સોશિયલ મીડિયામાં Video થયો Viral


Updated: August 12, 2020, 6:20 PM IST
સુરતમાં સરકારી અનાજને બારોબાર સગેવગે કરવાનો આક્ષેપ, સોશિયલ મીડિયામાં Video થયો Viral
વીડિયો પરથી તસવીર

સાગર રબારીએ આક્ષેપ કર્યો છે કે આ વીડિયો કાપોદ્રા વિસ્તારનો છે અને અવાર-નવાર આવા ઘટનાઓ બને છે.

  • Share this:
સુરતઃ શહેરમાં આજે સવારથી એક વીડિયો વાયરલ (viral video) થયો છે. જેમાં એક સરકારી દુકાનમાંથી (shop) એક્ટીવા ઉપર ભરીને અલગ-અલગ જગ્યાએ આપવા જવામાં આવે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં (social media) વાયરલ થતાની સાથે ચારે કોરથી ટીકાઓ થવા પામી છે. હાલની પરિસ્થિતિમાં આવા પ્રકારની કામગીરી સામે સરકાર તપાસ કરાવે તેવી માંગ ઉઠી છે.

થોડા દિવસો પહેલા વરાછામાં સરકારી અનાજ (Government Grain) બારો બાર ટેમ્પામાં નાખી દુકાનમાંથી લઇ સગેવગે કરવામાં આવતું હતું. આ ઘટનાને લઇને પણ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. હાલમાં સુરત શહેરમાં કોરોનાના સમયમાં સરકાર દ્રારા અનેક વખત ગરીબોને મફતમાં રાશન આપ્યું છે. ત્યારે આવા સમયમાં લોકોની માંગ છે કે ખરેખર ગરીબોને જે અનાજ મળવું જોઇએ તે મળી રહે છે.

આજે જે વીડિયો વાયરલ (video viral) થયા છે તેમાં સ્પષ્ટ દેખાઇ છે કે એક દુકાનમાંથી એક્ટીવા પર સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ લઇ જાવમાં આવે છે. એક સમાજીક આગેવાન સાગર રબારી દ્વારા પોતાના મોબાઇલમાં આ સંપૂર્ણ ઘટના કેદ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ-OMG! બ્રેકઅપ બાદ યુવતીએ પોતાનું 76kg વજન ઉતાર્યું, આવી રીતે કર્યું Weightloss

આ પણ વાંચોઃ-રશિયન કોરોના વેક્સીન અંગે મહત્વના સમાચારઃ આ ઉંમરના લોકોને નહીં આપવામાં આવે વેક્સીન

આ પણ વાંચોઃ-વ્યસનના બંધાણીઓ માટે માઠા સમાચાર! પાન-મસાલા, સિગારેટ થઈ શકે છે વધારે મોંઘાસાગર રબારીએ આક્ષેપ કર્યો છે કે આ વીડિયો કાપોદ્રા વિસ્તારનો છે અને અવાર-નવાર આવા ઘટનાઓ બને છે.

વીડિયો જોવા માટે અહીં ક્લિક કરોવાયરલ વીડિયોને લઇને સ્થાનિક લોકોએ માંગ કરી છે કે તાત્કાલીક અસરથી પુરવઠા વિભાગ દ્વારા આની તપાસ કરવામાં આવે અને સસ્તું અનાજ ગરીબોની જગ્યાએ જે લોકોને મળે છે તેમની સામે કાર્યવાહિ કરવામાં આવે જેથી ગરીબોને ન્યાય મળી શકે .
Published by: ankit patel
First published: August 12, 2020, 6:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading