Video- વાપીઃ ચા પીવા પ્લેટફોર્મ ઉપર ઉતરેલા મુસાફરનો ચાલુ ટ્રેનમાં ચડવા જતા પગ લપશ્યો, RPF-GRPના જવાનોએ બચાવ્યો જીવ
Updated: January 25, 2021, 6:14 PM IST
વીડિયો પરની તસવીર
ચા પીવા પ્લેટફોર્મ પર રોકાયેલા યાત્રી રાજ ભિહરી દોડતી ટ્રેનમાં ચડવાનો જોખમી પ્રયાસ કર્યો હતો.
ભરતસિંહ વાઢેર, વલસાડઃ વાપી રેલ્વે સ્ટેશન (vapi railway station) પર આજે આરપીએફ (RPF) અને જીઆરપીના (GRP) જવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકી એક યાત્રીનો જીવ બચાવ્યો હતો. ટ્રેનમા યાત્રા કરી રહેલા એક યાત્રી ચાલુ ટ્રેનમાં ચડવા જતા પગ લપશ્યો હતો. અને તે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઈ ટ્રેનની સાથે ઘસાડાયા હતા. જોકે ફરજ પરના આરપીએફ અને જીઆરપીના જવાનોએ જીવને જોખમમાં મુકી આ યાત્રીને (Saved the life of the traveler) બચાવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે પુણેથી ગ્વાલિયર જતી કોવિડ સ્પેશિયલ ટ્રેન (Covid Special Train) આજે ગ્વાલિયર જતી વખતે વાપી રેલ્વે સ્ટેશન પર આવી અને વાપી રેલવે સ્ટેશનના એક નંબરના પ્લેટફોર્મ પર રોકાઈ હતી.
ટ્રેન રોકાતા ટ્રેનમાં બોરીવલીથી ગ્વાલિયર સુધી સફર કરી રહેલ રાજ ભિહરી નામના એક યાત્રી ચા પીવા ટ્રેનમાંથી વાપી રેલ્વે સ્ટેશન પર ઉતર્યા હતા.. જોકે ટ્રેન સમય પ્રમાણે જ ઉપડી હતી. પરંતુ ચા પીવા પ્લેટફોર્મ પર રોકાયેલા યાત્રી રાજ ભિહરી દોડતી ટ્રેનમાં ચડવાનો જોખમી પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચોઃ-
જોકેએ વખતે જ પગ લપસતા અકસ્માતે તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયા હતા અને ટ્રેન ની સાથે ઘસાડાયા હતા. અને જીવ જોખમમાં મુકાયો હતો પરંતુ આ દ્રશ્ય જોતા જ ફરજ પરના આરપીએફના એક જવાન અને તેમના અન્ય સાથીઓ એ આંખના પલકારામાં પોતાનો જીવ જોખમમાં મુકી ટ્રેન ની સાથે ઘસડાઈ રહેલા યાત્રી નો જીવ બચાવ્યો હતો.
આમ દોડતી ટ્રેનમાં ચડવા ગયેલા યાત્રી ટ્રેન નીચે પટકાતા જ આરપીએફના જવાન હરકતમાં આવ્યા હતા. અને ગણતરીની સેકન્ડમાં તેનો જીવ બચાવ્યો હતો..અને વાપી રેલવે સ્ટેશન ના પ્લેટફૉર્મ નંબર 1 પર બનેલી આ સમગ્ર ઘટના રેલવે પ્લેટફોર્મ પર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
Published by:
ankit patel
First published:
January 25, 2021, 5:44 PM IST