કોરોના સંક્રમિત નેશનલ હોકી પ્લેયર મનદીપ સિંહની તબિયત બગડી, હૉસ્પિટલમાં દાખલ

News18 Gujarati
Updated: August 11, 2020, 12:22 PM IST
કોરોના સંક્રમિત નેશનલ હોકી પ્લેયર મનદીપ સિંહની તબિયત બગડી, હૉસ્પિટલમાં દાખલ
બેંગલુરુમાં આયોજિત નેશનલ કેમ્પ માટે પહોંચેલા મનદીપ સિંહ સહિત 6 પ્લેયર કોવિડ-19 પોઝિટિવ

બેંગલુરુમાં આયોજિત નેશનલ કેમ્પ માટે પહોંચેલા મનદીપ સિંહ સહિત 6 પ્લેયર કોવિડ-19 પોઝિટિવ

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના (Coronavirus)ની ઝપટમાં આવ્યા બાદ ભારતીય હોકી પ્લેયર મનદીપ સિંહ (Mandeep Singh)ને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમનું ઓક્સિજનનું સ્તર ઘણું ઓછું થઈ ગયું હતું. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI-Sports Authority of India)એ મંગળવારે કહ્યું કે, લોહીમાં ઓક્સિજનનું સ્તર ઘટ્યા બાદ મનદીપને બેંગલુરુમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર છે.

કોરોના સંક્રમિત મનદીપ છઠ્ઠા ભારતીય પ્લેયર

20 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા રાષ્ટ્રીય શિબિર માટે બેંગલુરુ પહોંચેલા મનદીપ અને પાંચ અન્ય ભારતીય પ્લેયર ગત સપ્તાહે કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. આ પાંચ ખેલાડીઓમાં કેપ્ટનન મનપ્રીત સિંહ, ડિફેન્ડર સુરેન્દ્ર કુમાર અને જસકરણ સિંહ, ડ્રેગફ્લિકર વરૂણ કુમાર અને ગોલકિપર કૃષ્ણ બહાદુર પાઠક સામેલ છે.

આ પણ વાંચો, IPL 2020ની સ્પોન્સરશિપ રેસમાં સામેલ બાબા રામદેવ, પતંજલિ લગાવી શકે છે બોલી

લોહીમાં ઓક્સિજનનું સ્તર નીચે ગયું

SAIના અધિકારીઓએ જણાવ્યું કે, સોમવારની રાત્રે તેમની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, મનદીપના લોહીમાં ઓક્સિજનનું સ્તર નીચે જઇ રહ્યું છે. જેનાથી સંકેત મળતા કે કોરોના હળવાથી મધ્યમ તરફ વધી રહ્યો છે અને અધિકારીઓએ મનદીપને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લીધો.આ પણ વાંચો,  અચાનક જમીનમાં સમાઈ ગયો કૂવો, લોકોના ઉડ્યા હોશ

25 વર્ષીય મનદીપે ભારત માટે અત્યાર સુધી 129 મેચોમાં 60 ગોલ કર્યા છે. તેઓ 2018માં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ભારતીય ટીમનો હિસ્સો રહ્યા છે. SAIના અધિકારીઓ મુજબ, એક મહિનાના બ્રેક બાદ દેશના વિભિન્ન હિસ્સાઓમાંથી બેંગલુરુ પહોંચવા દરમિયાન પ્લેયર કોરોના સંક્રમણના શિકાર થયા. SAIએ જણાવ્યું કે, પ્લેયરોની દિવસમાં ચાર વાર તપાસ કરવામાં આવી રહી છે.
Published by: Mrunal Bhojak
First published: August 11, 2020, 12:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading