રમત-જગત

IPL 2020: કોલકાતાએ બેંગલોર આગળ કર્યું સરેન્ડર, જાણો હારના મોટા કારણ

News18 Gujarati
Updated: October 22, 2020, 7:11 AM IST
IPL 2020: કોલકાતાએ બેંગલોર આગળ કર્યું સરેન્ડર, જાણો હારના મોટા કારણ
KKRએ RCBની સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો, જાણો મોર્ગનના કયા ખોટા નિર્ણયથી હારી ટીમ

KKRએ RCBની સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો, જાણો મોર્ગનના કયા ખોટા નિર્ણયથી હારી ટીમ

  • Share this:
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની 39મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders)ને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (Royal Challengers Banglore)ની વિરુદ્ધ શરમજનક હારનો સામનો કરવો પડ્યો. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં માત્ર 84 રન જ કરી શકી. તેના જવાબમાં બેંગલોર (RCB)એ નાનો ટાર્ગેટ બે વિકેટ ગુમાવીને 13.3 ઓવરમાં જ પાર કરી દીધો. આવો જાણીએ કોલકાતા નાઇટ રાઇડર્સની હારના કારણો...

કોલકાતા નાઇટ રાઇડર્સની ખરાબ રણનીતિ તેની હારનું સૌથી મોટું કારણ રહી. KKR મેનેજેમેન્ટ પિચને પરખવામાં નિષ્ફળ રહી અને મુશ્કેલ પિચ પર તેણે પહેલા બેટિંગ પસંદ કરી. પાવરપ્લેમાં જ કોલકાતાએ પોતાના 4 મુખ્ય બેટ્સમેન ગુમાવી દીધા અને ત્યારબાદ તે ક્યારેય બેઠી થઈ જ ન શકી.

તેમાં કોઈ બે મત નથી કે બેંગલોરના બોલરોએ સારી બોલિંગ કરી પરંતુ હકીકત એ પણ છે કે નીતીશ રાણાને બાદ કરતાં કોલાકાતા નાઇટ રાઇડર્સનો કોઈ બેટ્સમેન કોઈ ગજબ બોલિંગ પર આઉટ નહોતા થયા. શુભમન ગિલે ખરાબ શોટ રમીને પોતાની વિકેટ ગુમાવી. ટોમ બેંટને વિકેટો પડી રહી હતી ત્યારે અતિ આક્રમકતામાં પોતાની વિકેટ ગુમાવી. દિનેશ કાર્તિક, ઓયન મોર્ગન તમામ અનુભવી બેટ્સમેનોએ પણ પોતાની વિકેટ ફેંકી દીધી.

આ પણ વાંચો, 4 લાખ રૂપિયાથી સસ્તી 4 કાર, સાથે મળી રહી છે અનેક આકર્ષક ઓફર્સ

કોલકાતા નાઇટ રાઇડર્સે રસેલને બદલે ટોમ બેંટનને પ્લેઇંગ ઇલેવનમાં તક આપી પરંતુ મોર્ગને તેને નંબર 4 પર ઉતાર્યો. જ્યારે બેંટન એક ઓપનર છે અને તે ઈંગ્લેન્ડ માટે પણ ઓપનિંગ કરે છે. ગૌતમ ગંભીરે પણ કોલકાતાની આ રણનીતિની ટીકા કરી.

આ પણ વાંચો, દશેરા અને દિવાળીના અવસરે SBIની સૌથી મોટી ઓફર, 0.25 ટકા સસ્તી કરી હોમ લોનકોલકાતાને ભલે માત્ર 84 રન બચાવવાના હતા પરંતુ કેપ્ટન મોર્ગને તેમ છતાંય અગાઉની મેચના હીરો લોકી ફર્ગુસનથી ઓપનિંગ બોલિંગ ન કરાવી. ફર્ગુસને છઠ્ઠી ઓવરમાં બોલિંગ આપી. ત્યાં સુધી RCBની એક પણ વિકેટ નહોતી પડી. ત્યારબાદ ફર્ગુસને પોતાની જ ઓવરમાં બેંગલોરના બેટ્સમેન ફિંચનો આઉટ કર્યો. જો ફર્ગુસનને શરૂઆતની ઓવર આપવામાં આવી હોત તો બેંગલોરને પ્રારંભમાં જ આંચકો આપી શકાત અને કોલકાતાની ટીમ વિરોધીઓ પર દબાણ ઊભું કરી શકતી હતી.
Published by: Mrunal Bhojak
First published: October 22, 2020, 7:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading