IPL 2020: વિરાટ કોહલીની કેપ્ટન્સી બેંગ્લોરને લઈને ડૂબી! જાણો હારના મોટા કારણ
News18 Gujarati Updated: October 16, 2020, 7:21 AM IST
વિરાટ કોહલીના એ ખોટા નિર્ણયો જેના કારણે રોયલ ચેલેન્જર્સ બેંગલોર પંજાબ સામે 8 વિકેટે હારી ગયું
વિરાટ કોહલીના એ ખોટા નિર્ણયો જેના કારણે રોયલ ચેલેન્જર્સ બેંગલોર પંજાબ સામે 8 વિકેટે હારી ગયું
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની 31મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (KXIP beat RCB)ને 8 વિકેટથી હરાવી દીધું. આ મેચમાં પંજાબે છેલ્લા બોલ પર જીત નોંધાવી. 172 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી પંજાબ (Kings XI Punjab)ને છેલ્લા બોલે નિકોલસ પૂરને સિક્સર ફટકારી જીત અપાવી. પંજાબની જીતમાં કેપ્ટન કેએલ રાહુલ, ક્રિસ ગેલની અડધી સદી અગત્યની રહી. રાહુલે અણનમ 61 અને ક્રિસ ગેલે 53 રન ફટકાર્યા. મયંક અગ્રવાલે પણ 45 રનની સ્ફોટક ઇનિંગ રમી. પંજાબની વિરુદ્ધ હારની સાથે જ બેંગલોરે હાલની સીઝનમાં પોતાની ત્રીજી મેચ ગુમાવી. નોંધનીય છે કે, બેંગલોર (Royal Challengers Bangalore)ની હારના અનેક કારણો રહ્યા પરંતુ તેના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ના નિર્ણયોએ ટીમને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું.
પહેલું કારણઃ બેંગ્લોરના કેપ્ટન કોહલીએ પોતાની ટીમ માટે સૌથી વધુ 48 રનની ઇનિંગ રમી પરંતુ તેની રણનીતિએ પોતાની ટીમને પૂરી રીતે મેચથી બહાર કરી દીધી. કોહલીએ પંજાબની વિરુદ્ધ એબી ડિવિલિયર્સને છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા માટે ઉતાર્યો. તે પહેલા આરસીબીએ વોશિંગટન સુંદર અને શિવમ દુબેને મોકલ્યા. ડિવિલિયર્સ જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે માત્ર 4 ઓવર બચી હતી અને તે દબાણમાં 5 બોલમાં 2 રન કરીને આઉટ થઈ ગયો.
બીજું કારણઃ કેપ્ટન વિરાટ કોહલીએ પાવરપ્લેમાં પોતાના સ્ટાર બોલર વોશિંગટન સુંદરને ઓવર ન આપી. સુંદર હાલમાં પાવરપ્લેમાં માત્ર 4.9ના ઇકોનોમી રેટથી રન કરે છે પરંતુ તેમ છતાંય તેણે પંજાબની વિરુદ્ધ તક આપવામાં ન આવી. અંતમાં સુંદર એટલો પ્રભાવી ન દેખાયો અને ઓફ સ્પિનરે 4 ઓવરમાં 38 રન આપ્યા.
આ પણ વાંચો, IPL 2020: તૂટી ગયો સૌથો ફાસ્ટ બોલ ફેંકવાનો રેકોર્ડ, દક્ષિણ આફ્રિકાના બોલરે 156.22 KM/HRની ઝડપે કરી બોલિંગ
ત્રીજું કારણઃ કોહલી પોતાના બોલરોનો યોગ્ય રીતે ઉપયોગ ન કરી શક્યો. પહેલી બે ઓવરમાં 10ની ઇકોનોમી રેટથી રન આપનારા મોહમ્મદ સિરાજને કોહલીએ ત્રીજ ઓવર પણ આપી. ગેલ અને રાહુલે સિરાજની ત્રીજ ઓવરમાં 20 રન ફટકાર્યા. સિરાજની ઓવરમાં બે સિક્સર અને એક ફોર વાગી.
આ પણ વાંચો, PM મોદીએ પોતાના રોકાણ અને સંપત્તિને લઈ આપી મોટી જાણકારી, જાણો ક્યાં રોકે છે પોતાના નાણાંચોથું કારણઃ કેએલ રાહુલ, ક્રિસ ગેલ અને મયંક અગ્રવાલની બેટિંગનો બેંગલોર પાસે કોઈ જવાબ નહોતો. ત્રણેય બેટ્સમેને કોઈ જોખમ ઉઠાવ્યા વગર સરળતાથી રન કર્યા. ગેલે 38 બોલમાં અડધી સદી ફટકારી. રાહુલે 37 બોલમાં અડધી સદી કરી. બીજી તરફ મયંક અગ્રવાલે 25 બોલમાં 45 રનની જોરદાર ઇનિંગ રમીને ટીમની જીત નક્કી કરી.
Published by:
Mrunal Bhojak
First published:
October 16, 2020, 7:13 AM IST