પૂર્વ ભારતીય ક્રિકેટર ચેતન ચૌહાણ વેન્ટિલેટર પર, કિડની થઈ ફેલ

News18 Gujarati
Updated: August 15, 2020, 6:53 PM IST
પૂર્વ ભારતીય ક્રિકેટર ચેતન ચૌહાણ વેન્ટિલેટર પર, કિડની થઈ ફેલ
પૂર્વ ભારતીય ક્રિકેટર ચેતન ચૌહાણ વેન્ટિલેટર પર, કિડની થઈ ફેલ

12 જુલાઈએ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

  • Share this:
નવી દિલ્હી : પૂર્વ ભારતીય ક્રિકેટર અને ઉત્તર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી ચેતન ચૌહાણ (chetan chauhan)ની તબિયત વધારે ખરાબ થઈ છે. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. 12 જુલાઈએ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેમને લખનઉની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત વધારે ખરાબ થતા ગુરગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડીડીસીએના એક સિનીયર અધિકારીએ જણાવ્યું કે ચેતન ચૌહાણની કિડનીએ કામ કરવાનું બંધ કરી દીધું છે.

ચેતન ચૌહાણ લાંબા સમય સુધી સુનીલ ગાવસ્કરના ઓપનર જોડીદાર રહ્યા છે. બંનેએ મળીને સાથે 3 હજાર રન બનાવ્યા છે. બંને વચ્ચે ઓવલમાં 1979માં થયેલી ભાગીદારીને યાદગાર માનવામાં આવે છે. આ જોડીએ મળીને 213 રન બનાવીને તે સમયના 203 રનની સૌથી લાંબી પાર્ટનરશિપનો રેકોર્ડ તોડ્યો હતો.


આ પણ વાંચો - PHOTOS: ચેન્નઈ પહોંચતા જ IPL 2020ની તૈયારીમાં જોડાઈ ગયો ધોની, જિમમાં પાડ્યો પરસેવો

73 વર્ષના ચેતન ચૌહાણે 1969માં ટેસ્ટ ક્રિકેટથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. 1978માં તેમણે વન-ડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ભારત તરફથી તે 40 ટેસ્ટ અને 7 વન-ડે રમ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 2 હજારથી વધારે રન બનાવ્યા હોવા છતા તે એકપણ સદી ફટકારી શક્યા ન હતા. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એકપણ સદી ફટકાર્યા વગર 2 હજારથી વધારે રન બનાવનાર પ્રથમ ખેલાડી હતા.
Published by: Ashish Goyal
First published: August 15, 2020, 6:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading