આર્થિક તંગીના કારણે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટને પટાવાળાની નોકરી માટે અરજી કરી

News18 Gujarati
Updated: July 28, 2020, 4:16 PM IST
આર્થિક તંગીના કારણે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટને પટાવાળાની નોકરી માટે અરજી કરી
પ્રતિકાત્મક તસવીર

નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (નાડા)માં પટાવાળાની નોકરી માટે એક સ્થાન છે

  • Share this:
નવી દિલ્હી: ઘણી મેચોમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરનાર દિનેશ સેન (Dinesh Sain)આર્થિક તંગીમાં ઝઝુમી રહ્યો છે અને તેમાંથી બહાર નીકળવા માટે તેણે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (નાડા)માં પટાવાળાની નોકરી માટે અરજી કરી છે. ભારતીય ફિઝિકલ ચેલેન્જ ક્રિકેટ ટીમની (Indian Physically Challenged cricket team) આગેવાની કરી ચૂકેલો દિનેશ જન્મથી જ પોલિયોથી ગ્રસ્ત છે. તે 2015થી 2019 સુધી ભારતીય ફિઝિકલ ચેલેન્જ ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. આ દરમિયાન તેણે કેપ્ટનશિપ પણ કરી હતી. 35 વર્ષનો દિનેશ હવે પરિવારના ભરણપોષણ માટે નોકરીની શોધ કરી રહ્યો છે.

પીટીઆઈ સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે હું હજુ 35 વર્ષનો છું અને હાલના સમયે ગ્રેજ્યુએશનના પ્રથમ વર્ષમાં છું. 12માં ધોરણના અભ્યાસ પછી હું ફક્ત ક્રિકેટ રમ્યો છું અને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. જોકે હવે મારી પાસે પૈસા નથી. નાડા (NADA)માં પટાવાળાની નોકરી માટે એક સ્થાન છે.

આ પણ વાંચો - IPL 2020: ક્યાં અને ક્યારથી થશે શરૂઆત, ક્યારે રમાશે ફાઇનલ, કેટલા વાગે શરૂ થશે મેચ, જાણો

પરિવારની સંભાળ ભાઈઓ રાખી રહ્યા છે

દિનેશના મોટા ભાઈઓએ અત્યાર સુધી તેના પરિવારની સંભાળ રાખી છે. હવે સમય ઝડપથી આગળ વધી રહ્યો છે અને તેથી નાડાની નોકરી મેળવવા માટે ઉત્સુક છે.
નોકરી માટે અંતિમ તક

દિનેશે કહ્યું કે સામાન્ય લોકો માટે ઉંમર 25 વર્ષ છે જ્યારે ફિઝિકલ ચેલેન્જ લોકો માટે ઉંમરની છુટછાટ 35 વર્ષ છે. જેથી સરકારી નોકરી મેળવવા માટે મારી પાસે અંતિમ તક છે. તેને એકમાત્ર અફસોસ છે કે તે દેશ માટે રમ્યો હોવા છતા ફેમસ અને ધન તેને મળ્યું નથી. જન્મથી પોલિયોના કારણે મારો એક પગ ખરાબ છે પણ ક્રિકેટના ઝનૂને મારામાં ખોટની ખબર પડી ન હતી. 2015માં પાંચ દેશોની ટૂર્નામેન્ટમાં સૌથી વધારે વિકેટ ઝડપનાર ખેલાડી હતો. મેં ચાર મેચમાં 8 વિકેટ ઝડપી હતી. દિનેશ 2019માં પણ ટીમ સાથે ઇંગ્લેન્ડ ગયો હતો. જ્યાં ટીમે ટાઇટલ જીત્યું હતું, જોકે તે અધિકારી તરીકે ટીમનો ભાગ હતો.
Published by: Ashish Goyal
First published: July 28, 2020, 4:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading