દુબઈ : માર્કોસ સ્ટોઇનિસની આક્રમક અડધી સદી (53) અને પૃથ્વી શો ના 42 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી દિલ્હી ડેરડેવિલ્સે આઈપીએલ-13માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 59 રને મેળવ્યો હતો. દિલ્હીએ 20 ઓવરમાં 4 વિકેટે 196 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોર 20 ઓવરમાં 9 વિકેટે 137 રન બનાવી શક્યું હતું. રબાડાએ 24 રનમાં 4 વિકેટ ઝડપી હતી.
રોયલ ચેલેન્જર્સ બેંગલોર
- શિવમ દૂબે 11 રને આઉટ
- વિરાટ કોહલીએ સૌથી વધારે 43 રન બનાવ્યા
- મોઇન અલી 11 રને અક્ષરનો શિકાર બન્યો
- ફિન્ચ 13 અને વિલિયર્સ 9 રને આઉટ
- ફોર્મમાં રહેલો પડિક્કલ 4 રને આઉટ
દિલ્હી ડેરડેવિલ્સ
- સ્ટોઇનિસના 26 બોલમાં 6 ફોર, 2 સિક્સર સાથે અણનમ 53 રન
- રિષભ ંપંતના 25 બોલમાં 37 રન
- ઐયર 11 રને આઉટ
- ધવન 32 અને પૃથ્વી 42 રને આઉટ
- પૃથ્વી શો અને ધવન વચ્ચે પ્રથમ વિકેટ માટે 68 રનની ભાગીદારી
- ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
દિલ્હી ડેરડેવિલ્સ : શ્રેયસ ઐયર, શિખર ધવન, પૃથ્વી શો, અજિંક્ય રહાણે, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, લલિત યાદવ, એલેક્સ કારેય, માર્કોસ સ્ટોઇનિસ, ઋષભ પંત, આર અશ્વિન, મોહિત શર્મા, અમિત મિશ્રા, ડેનિયલ સેમ્સ, કાગિસો રબાડા, આવેશ ખાન, અનરિચ નોર્ટેજ, કિમો પોલ, હર્ષલ પટેલ, સંદીપ લામિછાને, તુષાર દેશપાંડે
રોયલ ચેલેન્જર્સ બેંગલોર : વિરાટ કોહલી, પાર્થિવ પટેલ, એરોન ફિન્ચ, શિવમ દુબે, જોશુઆ ફિલિપ, એબી ડી વિલિયર્સ, પવન નેગી, ક્રિસ મોરિસ, પવન દેશપાંડે, મોઇન અલી, નવદીપ સૈની, વોશિંગ્ટન સુંદર, શહબાઝ અહમદ, ઇશુરુ ઉદના, દેવદત પડ્ડીકલ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ગુરુકિરાત સિંઘ, એડમ ઝમ્પા, ડેલ સ્ટેઇન