અબુધાબી : બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ-13માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો છે. કોલકાતાએ 20 ઓવરમાં 8 વિકટે 84 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોરે 13.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 85 રન બનાવી લીધા હતા. આરસીબી તરફથી મોહમ્મદ સિરાજે 8 રનમાં 3 વિકેટ, ચહલે 2 વિકેટ, જ્યારે સુંદર અને સૈનીએ 1-1 વિકેટ ઝડપી હતી.
રોયલ ચેલેન્જર્સ બેંગલોર
- ગુરુકિરાત 21 અને કોહલી 18 રને અણનમ
- બેંગલોરે 8.4 ઓવરમાં 50 રન બનાવ્યા
- પડિક્કલ 17 બોલમાં 25 રને રન આઉટ
- એરોન ફિન્ચ 16 રને આઉટ
કોલકાતા નાઇટ રાઇડર્સ
- મોર્ગનના સૌથી વધારે 30 રન
- કાર્તિક 4 રને ચહલનો શિકાર બન્યો
- બેન્ટોન 10 રને સિરાજનો ત્રીજો શિકાર બન્યો
- શુભમન ગિલ 1 રને આઉટ
- નીતિશ રાણા પ્રથમ બોલે આઉટ
- રાહુલ ત્રિપાઠી 1 રને સિરાજનો શિકાર બન્યો
- કેકેઆરના કેપ્ટન ઇયોન મોર્ગને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
કોલકાતા નાઇટ રાઇડર્સ : દિનેશ કાર્તિક, નીતિશ રાના, રાહુલ ત્રિપાઠી, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, શુભમન ગિલ, સિદ્ધેશ લાડ, સુનીલ નરૈન, એમ સિદ્ધાર્થ, પ્રસિદ્ધ કૃષ્ણા, ટોમ બન્ટોન, સંદીપ વોરિયર, નિખીલ નાઇક, પેટ કમિન્સ, લોકી ફર્ગ્યુશન, હેનરી ગુરનેય, ઇયોન મોર્ગન, ક્રિસ ગ્રીન, કુલદીપ યાદવ, કમલેશ નાગરકોટી, અલી ખાન, શિવમ માવી, વરુણ ચક્રવર્તી
રોયલ ચેલેન્જર્સ બેંગલોર : વિરાટ કોહલી, પાર્થિવ પટેલ, એરોન ફિન્ચ, શિવમ દુબે, જોશુઆ ફિલિપ, એબી ડી વિલિયર્સ, પવન નેગી, ક્રિસ મોરિસ, પવન દેશપાંડે, મોઇન અલી, નવદીપ સૈની, વોશિંગ્ટન સુંદર, શહબાઝ અહમદ, ઇશુરુ ઉદના, દેવદત પડ્ડીકલ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ગુરુકિરાત સિંઘ, એડમ ઝમ્પા, ડેલ સ્ટેઇન