રમત-જગત

IPL 2020, KXIP Vs RCB: કેપ્ટન વિરાટ કોહલીને ફટકારાયો 12 લાખ રૂપિયાનો દંડ

News18 Gujarati
Updated: September 25, 2020, 10:43 AM IST
IPL 2020, KXIP Vs RCB: કેપ્ટન વિરાટ કોહલીને ફટકારાયો 12 લાખ રૂપિયાનો દંડ
સ્લો ઓવર રેટના કારણે કોહલીને થયો દંડ(તસવીર સૌજન્ય- IPL/BCCI)

પંજાબ સામે કારમી હાર બાદ કોહલીને હવે સ્લો ઓવર રેટના કારણે મળી મોટી સજા

  • Share this:
દુબઈઃ કિંગ્સ ઇલેવન પંજાબ (Kings XI Punjab)ની વિરુદ્ધ કારમી હાર બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Banglore)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ની મુશ્કેલી ખતમ થવાનું નામ નથી લઈ રહી. વિરાટ કોહલી પર સ્લો-ઓવર રેટ (Slow Over Rate) માટે 12 લાખ રૂપિયાનો ભારે ભરખમ દંડ ફટકારવામાં આવ્યો છે. વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) નિર્ધારિત સમયમાં 20 ઓવર પૂરી નહોતી કરી. તેને કારણે કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP)ની ઇનિંગ ઘણી મોડી પૂરી થઈ હતી. IPLના નિયમો મુજબ સમયસર ઓવરો પૂરી ન કરવાના કારણે કેપ્ટન પર દંડ ફટકારવામાં આવે છે. IPLની હાલની સીઝનમાં પહેલીવાર કોઈ કેપ્ટન પર સ્લો ઓવર રેટ માટે સજા કરવામાં આવી છે. નોંધનીય છે કે, ભૂલનું પુનરાવર્તન થતાં કેપ્ટનને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવે છે.

બોલિંગમાં કેમ થયો વિલંબ?

નોંધનીય છે કે, પંજાબની વિરુદ્ધ વિરાટ કોહલીએ 6 બોલરોનો ઉપયોગ કર્યો હતો. દરેક બોલરે ઢગલાબંધ રન આપ્યા હતા. આ દરમિયાન વિરાટ લગભગ દરેક બોલ પર બોલરો સાથે વાતચીત કરી રહ્યો હતો. જેના કારણે એક-એક ઓવરને પૂરી થવામાં ઘણો સમય લાગી રહ્યો હતો. સાથોસાથ ડેલ સ્ટેન અને ઉમેશ યાદવ ઓવર પૂરી કરવામાં ઘણો સમય લઈ રહ્યા હતા. વિશેષમાં કે એલ રાહુલે પણ વિરાટ કોહલીની ટીમને ઘણી પરેશાન કરી હતી. તેણે માત્ર 69 બોલમાં સ્ફોટક બેટિંગ કરી હતી. વિરાટ કોહલીએ રાહુલના બે કેચ પણ ડ્રોપ કર્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી બાદ બાઉન્ડ્રી પર ખૂબ હતાશ અને નિરાશ ફિલ્ડિંગ કરતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો, IPL 2020: આ 5 કારણોથી કિંગ્સ ઇલેવન પંજાબની સામે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની થઈ હાર

આ પણ વાંચો, રસ્તા વચ્ચે જોવા મળ્યા WWE ફાઈટ જેવા દૃશ્યો, હોમગાર્ડ જવાનને યુવકોએ હેલ્મેટથી ફટકાર્યો

RCBની કારમી હારજે ટીમમાં વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ જેવા બેટ્સમેન હોય અને તે ટીમ 20 ઓવર પણ ન રમી શકે તો તેનાથી વધુ શરમજનક શું હોઈ શકે! IPLની છઠ્ઠી મેચમાં RCBને KXIPની વિરુદ્ધ ખૂબ શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. પંજાબે બેંગ્લોરને 97 રનના મોટા અંતરથી હરાવ્યું. પંજાબે પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 206 રન કર્યા, જેના જવાબમાં બેંગ્લોરની ટીમ 109 રનમાં જ તંબૂ ભેગી થઈ ગઈ. પહેલી મેચ જીતનારી RCBએ બીજી મેચમાં હથિયાર હેઠા મૂકી દીધા. કેપ્ટન કોહલીથી લઈને ટીમના તમામ સ્ટાર ખેલાડી પંજાબ સામે ફ્લોપ રહ્યા.
Published by: Mrunal Bhojak
First published: September 25, 2020, 10:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading