દુબઈ : આઈપીએલ-13માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મેચ ટાઇ પડી છે. ટાઇ પછી સુપર ઓવરમાં બેંગલોરે વિજય મેળવ્યો હતો. મુંબઈએ સુપર ઓવરમાં 7 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોરે સુપર ઓવરમાં 11 રન બનાવી વિજય મેળવી લીધો હતો.
બેંગલોરે 20 ઓવરમાં 3 વિકેટે 201 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટે 201 રન બનાવતા મેચ ટાઇ પડી હતી.
મુંબઈ ઇન્ડિયન્સ
- ઇશાન કિશનના 58 બોલમાં 2 ફોર અને 9 સિક્સર સાથે 99 રન
- પોલાર્ડના 24 બોલમાં 3 ફોર, 5 સિક્સર સાથે 60 રન
- રોહિત શર્મા 8 રને આઉટ
- સૂર્યકુમાર યાદવ ખાતું પણ ના ખોલાવી શક્યો
- ડી કોક 14 રને આઉટ
- મુંબઈએ 7.5 ઓવરમાં 50 રન પુરા કર્યા
- હાર્દિક પંડ્યા 15 રને કેચ આઉટ થયો
રોયલ ચેલેન્જર્સ બેંગલોર
- ડી વિલિયર્સના 24 બોલમાં 4 ફોર અને 4 સિક્સર સાથે અણનમ 54 રન
- પડ્ડિકલના 40 બોલમાં 54 રન
- વિરાટ કોહલી ફરી ફ્લોપ, 3 રન બનાવી આઉટ
- પડિકલે 37 બોલમાં 50 રન પુરા કર્યા
- એરોન ફિન્ચ 52 રન બનાવી આઉટ
- એરોન ફિન્ચે 31 બોલમાં 7 ફોર અને 1 સિક્સ સાથે અડધી સદી ફટકારી
- બેંગલોરે 5.2 ઓવરમાં 50 રન પુરા કર્યા
- મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
મુંબઈ ઇન્ડિયન્સ : રોહિત શર્મા, દિગ્વિજય દેશમુખ, ક્વિન્ટોન ડી કોક, આદિત્ય તારે, સૌરભ તિવારી, જસપ્રીત બુમરાહ, ધવલ કુલકર્ણી, જેમ્સ પેટ્ટિન્સન, નિશાન કુલ્ટર નાઇલ, ટ્રેન્ટ બોલ્ટ, જયંત યાદવ, સૂર્યકુમાર યાદવ, ક્રુણાલ પંડ્યા, કિરોન પોલાર્ડ, રાહુલ ચાહર, ક્રિસ લિન, હાર્દિક પંડ્યા, રુધરફોર્ડ, ઇશાન કિશન, મોહસિન ખાન, મિશેલ મેક્લેનઘાન, બલવંત સિંઘ, અનુકુલ રોય, અનમોલપ્રિત સિંઘ
રોયલ ચેલેન્જર્સ બેંગલોર : વિરાટ કોહલી, પાર્થિવ પટેલ, એરોન ફિન્ચ, શિવમ દુબે, જોશુઆ ફિલિપ, એબી ડી વિલિયર્સ, પવન નેગી, ક્રિસ મોરિસ, પવન દેશપાંડે, મોઇન અલી, નવદીપ સૈની, વોશિંગ્ટન સુંદર, શહબાઝ અહમદ, ઇશુરુ ઉદના, દેવદત પડ્ડીકલ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ગુરુકિરાત સિંઘ, એડમ ઝમ્પા, ડેલ સ્ટેઇન