વિરાટ કોહલીની સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ-12માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 10 રને વિજય મેળવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા બેંગલોરે 20 ઓવરમાં 4 વિકેટે 213 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 20 ઓવરમાં 5 વિકેટે 203 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી નીતિશ રાણાએ 46 બોલમાં 9 ફોર અને 5 સિક્સર સાથે અણનમ 85 રન બનાવ્યા હતા. રસેલે 25 બોલમાં 2 ફોર અને 9 સિક્સરની મદદથી 65 રન બનાવ્યા હતા. બંનેએ 118 રનની ભાગીદારી કરી હતી.
ક્રિસ લિન 1, સુનીલ નરૈન 18 અને શુભમન 9 રને આઉટ થતા કોલકાતાની શરુઆત ખરાબ રહી હતી. કોલકાતાએ 33 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ઉથપ્પા 9 રને આઉટ થતા કોલકાતાએ 79 રનમાં 4 વિકેટ ગુમાવી હતી.
પાર્થિવ પટેલ 11 રને નરૈનનો શિકાર બન્યો હતો. આકાશ દીપ 13 રન બનાવી રસેલનો શિકાર બન્યો હતો. આકાશદીપ અને વિરાટ વચ્ચે 41 રનની ભાગીદારી નોંધાઈ હતી.
મોઈન અલીએ આક્રમક બેટિંગ કરતા 28 બોલમાં 5 ફોર અને 6 સિક્સર સાથે 66 રન બનાવ્યા હતા. અલી અને વિરાટે 90 રનની ભાગીદારી નોંધાવી હતી. તેણે કુલદીપ યાદવની એક ઓવરમાં 27 રન ફટકાર્યા હતા.
વિરાટે 58 બોલમાં 9 ફોર અને 4 સિક્સર સાથે સદી ફટકારી હતી. આ પહેલા વિરાટ કોહલીએ 40 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે 50 રન પૂરા કર્યા હતા.
રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ઈજાના કારણે એબી ડી વિલિયર્સને ટીમમાં સ્થાન મળ્યું નથી.
બંને ટીમો આ પ્રકારે છે
કોલકાતા નાઇટ રાઇડર્સ - ક્રિસ લિન, સુનીલ નરૈન, રોબિન ઉથપ્પા, શુભમન ગિલ, નીતિશ રાણા, દિનેશ કાર્તિક, આન્દ્રે રસેલ, કુલદીપ યાદવ, પિયુષ ચાવલા, હેરી ગુર્ને, પ્રસિધ્ધ ક્રિષ્ના.
રોયલ ચેલેન્જર્સ બેંગલોર - પાર્થિવ પટેલ, વિરાટ કોહલી, મોઈન અલી, માર્કોસ સ્ટોઇનિસ, ક્લાસેન, આકાશદીપ નાથ, પવન નેગી, ડેલ સ્ટેઈન, સિરાજ, ચહલ, નવદીપ સૈની.