KXIP vs RCB: બેંગલોરનો પ્રથમ વિજય, કોહલી, ડી વિલિયર્સ ઝળક્યા
News18 Gujarati Updated: April 13, 2019, 11:40 PM IST
વિરાટ કોહલી (67) અને એબી ડી વિલિયર્સની અડધી સદી(59*), ગેઈલના 99*
વિરાટ કોહલી (67) અને એબી ડી વિલિયર્સની અડધી સદી(59*), ગેઈલના 99*
વિરાટ કોહલી (67) અને એબી ડી વિલિયર્સની અડધી સદી(59*)ની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ-12માં કિંગ્સ ઇલેવન પંજાબ સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. પંજાબે 20 ઓવરમાં 4 વિકેટે 173 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોરે 19.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આઈપીએલ-12માં આરસીબી પ્રથમ જીત મેળવવા સફળ રહ્યું છે.
પાર્થિવ પટેલ 19 રને અશ્વિનનો શિકાર બન્યો હતો. વિરાટે શાનદાર ફોર્મ જારી રાખતા 37 બોલમાં 7 ફોર સાથે અડધી સદી ફટકારી હતી. અડધી સદી પછી તે વધારે ટકી શક્યો ન હતો અને 67 રને શમીનો શિકાર બન્યો હતો. કોહલી અને ડી વિલિયર્સે 85 રનની ભાગીદારી નોંધાવી હતી. ડી વિલિયર્સ 38 બોલમાં 5 ફોર અને 2 સિક્સર સાથે 59 રન બનાવી અણનમ રહ્યો હતો. સ્ટોઇનિસે 16 બોલમાં અણનમ 28 રન બનાવ્યા હતા.
લોકેશ રાહુલ 15 બોલમાં 18 રન બનાવી ચહલની ઓવરમાં સ્ટમ્પિંગ આઉટ થયો હતો. અગ્રવાલને પણ ચહલે આઉટ કર્યો હતો. ગેઈલે બાજી સંભાળતા 28 બોલમાં 6 ફોર અને 3 સિક્સર સાથે 50 રન બનાવ્યા હતા. બીજી તરફ સામે છેડે સરફરાઝ 15 અને કુરેન 1 રને આઉટ થયા હતા. ગેઈલ 64 બોલમાં 10 ફોર અને 5 સિક્સર સાથે 99 રને અણનમ રહ્યો હતો.
મોહાલીમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. અશ્વિનની ટીમે અત્યાર સુધી સાત મેચમાં ચાર મેચમાં જીત મેળવી છે. બીજી તરફ વિરાટની ટીમ છ મેચ રમી હોવા છતા હજુ એકપણ જીત મેળવી શકી નથી.
બંને ટીમો આ પ્રકારે છે
રોયલ ચેલેન્જર્સ બેંગલોર - વિરાટ કોહલી, પાર્થિવ પટેલ, ડી વિલિયર્સ, માર્કોસ સ્ટોઇનિસ, મોઈન અલી, આકાશદીપ નાથ, પવન નેગી, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ, ચહલ, નવદીપ સૈની.
કિંગ્સ ઇલેવન પંજાબ - લોકેશ રાહુલ, ક્રિસ ગેઈલ, મયંક અગ્રવાલ, મનદીપ સિંહ, નિકોલ્સ પૂરન, સરફરાઝ ખાન, સેમ કુરૈન, અશ્વિન (કેપ્ટન), એન્ડ્રયુ ટાય, એમ.અશ્વિન, મોહમ્મદ શમી.
Published by:
Ashish Goyal
First published:
April 13, 2019, 7:47 PM IST