એમએસ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, IPLમાં રમશે

News18 Gujarati
Updated: August 15, 2020, 11:50 PM IST
એમએસ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, IPLમાં રમશે
એમએસ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

ધોનીએ 15મી ઓગસ્ટના દિવસે અચાનક નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા, ધોની આઈપીએલમાં રમતો રહેશે

  • Share this:
નવી દિલ્હી : ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નિવૃત્તિની જાહેરાત કરી છે. ધોનીએ 15મી ઓગસ્ટના દિવસે અચાનક નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. જોકે ધોની આઈપીએલમાં રમતો રહેશે. ધોની આઈપીએલમાં ભાગ લેવા માટે ચેન્નઇ ટીમના કેમ્પમાં પહોંચી ગયો છે.

એક વર્ષ ક્રિકેટથી દૂર રહેલા ધોનીએ આર્મી અંદાજમાં ઇંસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. ધોનીએ પોતાની કારકિર્દીની આખી સફરનો વીડિયો શેર કર્યો અને કહ્યું કે સાંજે 7 વાગેને 29 મિનિટે તેને નિવૃત્ત માનવામાં આવે.


View this post on Instagram

Thanks a lot for ur love and support throughout.from 1929 hrs consider me as Retired


A post shared by M S Dhoni (@mahi7781) on


આ પણ વાંચો - PHOTOS: ચેન્નઈ પહોંચતા જ IPL 2020ની તૈયારીમાં જોડાઈ ગયો ધોની, જિમમાં પાડ્યો પરસેવો

વર્લ્ડ કપ પછી ક્રિકેટથી દૂર હતો ધોની

ગત વર્ષે ઇંગ્લેન્ડમાં યોજાયેલા વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે સેમિ ફાઇનલમાં પરાજય પછી ધોની ક્રિકેટથી દૂર હતો. તે આ દરમિયાન ઘરેલું મેચ પણ રમ્યો ન હતો અને આર્મી સાથે ટ્રેનિંગ કરવા ગયો હતો. માનવામાં આવતું હતું કે તે ટી-20 વર્લ્ડ કપમાં રમશે પણ કોરોના વાયરસના કારણે ઓસ્ટ્રેલિયામાં રમાનાર વર્લ્ડ કપ રદ થયો હતો. જેના પછી તેના ભવિષ્ય પર અટકળો થવા લાગી હતી.

આ પણ વાંચો - MS Dhoni Retirement: એમએસ ધોનીએ આ કારણે 15 ઓગસ્ટએ જાહેર કરી નિવૃત્તિ!

ધોનીની કારકિર્દી

એમએસ ધોનીએ 2004માં બાંગ્લાદેશ સામે વન-ડે મેચ રમીને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ધોનીએ 2014માં ટેસ્ટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ધોની ભારત તરફથી 90 ટેસ્ટ, 350 વન-ડે અને 98 ટી-20 મેચ રમ્યો છે. 350 વન-ડેમાં 10,773 રન બનાવ્યા છે. જેમાં બેસ્ટ સ્કોર 183 રહ્યો છે. વન-ડેમાં 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે. 98 ટી-20 મેચમાં બે અડધી સદી સાથે 1617 રન બનાવ્યા છે. ધોની અંતિમ ઇન્ટરનેશનલ મેચ 10 જુલાઈ 2019ના રોજ રમ્યો હતો.
Published by: Ashish Goyal
First published: August 15, 2020, 8:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading