રમત-જગત

5 નવેમ્બરથી IPL 2020માં પ્લેઓફ, BCCIએ રજૂ કર્યું શેડ્યૂલ, જાણો ક્યાં અને ક્યારે રમાશે ફાઈનલ

News18 Gujarati
Updated: October 25, 2020, 11:49 PM IST
5 નવેમ્બરથી IPL 2020માં પ્લેઓફ, BCCIએ રજૂ કર્યું શેડ્યૂલ, જાણો ક્યાં અને ક્યારે રમાશે ફાઈનલ
પ્રતિકાત્મક તસવીર

બીસીસીઆઈએ બધી સ્ટેટ બોડીના એક સભ્યને આઈપીએલ ફાઈનલમાં આમંત્રિત કર્યા છે. રાજ્ય સંઘના સભી પ્રતિનિધિ જે આઈપીએલ ફાઈનલના યુએઈની યાત્રા કરશે.

  • Share this:
નવી દિલ્હીઃ આઈપીએલની (IPL 2020) 13મી સિઝનના પ્લેઓફ મુકાબલા 5 નવેમ્બરથી ખુલશે. બીસીસીઆઈ (BCCI)એ રવિવારે મુકાબલાઓનું શેડ્યૂલ અને ખિતાબી મુકાબલાની જગ્યાનો ખુલાસો કરી દીધો છે. 10 નવેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આઈપીએલનો ફાઈનલ મેચ રમાશે. જ્યારે પહેલી ક્વોલિફાયર 5 નવેમ્બરે આ જ સ્ટેડિયમમાં રમાશે. જ્યારે અબુધાબી 6 નવેમ્બરે એલિમિનેટર અને 8 નવેમ્બરે ક્વોલિફાયર 2ની મેજબાની કરશે.

બીસીસીઆઈએ રવિવારે સાંજે આ અંગે પુષ્ટી કરી દીધી હતી. જ્યારે બીસીસીઆઈએ બધી સ્ટેટ બોડીના એક સભ્યને આઈપીએલ ફાઈનલમાં આમંત્રિત કર્યા છે. રાજ્ય સંઘના સભી પ્રતિનિધિ જે આઈપીએલ ફાઈનલના યુએઈની યાત્રા કરશે.

તેમને ઓછામાં ઓછા ત્રણ કોવિડ ટેસ્ટથી પસાર થવું પડશે. બે ટેસ્ટ ભારતમાં થશે અને છેલ્લો ટેસ્ટ દુબઈમાં થશે. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ ફાઈનલ મેચની મજા માણી શકશે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સપ્તાહના અંતે ચાંદી સ્થિર, સોનામાં થયો સુધારો, દિવાળીમાં સોનુ રૂ.50,000 સુધી જઈ શકે છે

લીગમાં રવિવાર સુધીમાં 45 મેચ રમાઈ ગઈ છે અને હવે 14 મેચ બાકી છે. અત્યારે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ-3માં મુંબઈ ઇન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર છે. તેમનું પ્લે-ઓફમાં પહોંચવું લગભગ નક્કી છે. જોકે, પ્લે-ઓફમાં ચોથી ટીમ માટે 4 ટીમો વચ્ચે સારી ફાઇટ જામશે. ચેન્નાઈ આ રેસમાંથી લગભગ બહાર થઇ ગઈ છે.

આ પણ વાંચોઃ-રાજસ્થાનની કરુણ ઘટના! દારુની દુકાનમાં લાગી ભિષણ આગ, દારૂની સાથે સેલ્સેમન પણ જીવતો થયો ભડથુંઆ પણ વાંચોઃ-કરુણ ઘટના! દાહોદઃ કલાકો પહેલા માતા બનેલી મહિલા બની નિઃસંતાન, રીક્ષા અકસ્માતમાં નવજાત સહિત ત્રણેય બાળકોના મોત

આ ઉપરાંત આ પહેલા બોર્ડ દ્વારા વુમન્સ T-20 ચેલેન્જ એટલે કે મહિલાઓની IPLનો શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યો હતો. ટૂર્નામેન્ટમાં 3 ટીમો સુપરનોવાસ, વેલોસિટી અને ટ્રેલબ્લેઝર્સ વચ્ચે ફાઇનલ સહિત 4 મેચ રમાશે. ફાઇનલ 9 નવેમ્બરે રમવામાં આવશે. હરમનપ્રીત કોર સુપર નોવાસ, મિતાલી રાજ વેલોસિટી અને સ્મૃતિ મંધાના ટ્રેલબ્લેઝર્સની કપ્તાની કરશે. પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન સુપરનોવાસ અને રનરઅપ વેલોસિટી વચ્ચે 4 નવેમ્બરે રમાશે.IPL 2020ની 45મી મેચમાં રાજસ્થાને મુંબઈને 8 વિકેટે હરાવ્યું
IPL 2020ની 45મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે અબુ ધાબી ખાતે 196 રનનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે 18.2 ઓવરમાં 2 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો. રોયલ્સ માટે બેન સ્ટોક્સે પોતાના IPL કરિયરની બીજી સદી ફટકારતા 60 બોલમાં અણનમ 114 રન કર્યા. જ્યારે સંજુ સેમસને લીગમાં 13મી ફિફટી ફટકારતા 31 બોલમાં 54* રન કર્યા. બંનેએ ત્રીજી વિકેટ માટે 152* રનની ભાગીદારી કરી.
Published by: ankit patel
First published: October 25, 2020, 11:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading