વેટલિફ્ટરે ખોટી રીતે ઉઠાવ્યું 400 kg વજન, તૂટી ગયા બંને ઘૂંટણ, જુઓ video

News18 Gujarati
Updated: August 13, 2020, 3:36 PM IST
વેટલિફ્ટરે ખોટી રીતે ઉઠાવ્યું 400 kg વજન, તૂટી ગયા બંને ઘૂંટણ, જુઓ video
ઘટના સમયની તસવીર

માત્ર 38 સેકન્ડનો આ વીડિયો તમારામાં જોશ ભરી દેશે. પરંતુ પલભરમાં તમે નિરાશ થઈ જશો.

  • Share this:
મોસ્કોઃ રમતના મેદાનમાં કોણ ક્યારે ચિત થઈ જાય તેની કોઈ ગેરંટી નથી હોતી. મેદાનમાં ખેલાડીઓ ઈજાગ્રસ્ત થાય એ સામાન્ય બાબત છે. પરંતુ અનેક વખત ખેલાડી પોતાની ભૂલના કારણે દુર્ઘટનાનો શિકાર બની જાય છે. આવી જ ઘટના રશિયામાં એક સપ્તાહ પહેલા ઘટી હતી. વર્લ્ડ રોવ પાવર લિફ્ટિંગ ફેડરેશન યુરોપિયન ચેમ્પિયનશિપ (World Raw Powerlifting Federation European Championships) યોજાઈ હતી. આ મુકાબલા દરમિયાન રશિયાના પાવર લિફ્ટર (russian powerlifter) એલેકજેન્ડર સેડયાખે (Alexander Sedykh) 400 કિલોગ્રામ વજન ઉઠાવવાના પ્રયત્નમાં પોતાના બંને ઘૂંટણ તોડી (knees fractures ) દીધા હતા.

કેવી રીતે ઘટી આ ઘટના?
આ ઈવેન્ટનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. માત્ર 38 સેકન્ડનો આ વીડિયો (video) તમારામાં જોશ ભરી દેશે. પરંતુ પલભરમાં તમે નિરાશ થઈ જશો. વેટલિફ્ટર આવે છે અને તે 400 કિલો વજન ઉઠાવવાની કોશિશ કરે છે.

પરંતુ અંત સમયમાં વજન ઉઠાવવા દરમિયાન એક ભૂલ કરવી તેમને ભારે પડે છે. ખભાના જોરે તેઓ વજન ઉઠાવી લીધું હતું. પર્તું જેવા જ તે નીચે વેશે છે કે તરત જ ભારે અવાજ સાથે તેમના બંને ઘૂંટમો તૂટી જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તેમના પગ ધ્રૂજી રહ્યા હતા. સ્ટ્રેચર ઉપર એલેકજેન્ડરને બહાર લઈ જવાયા હતા.

આ પણ વાંચોઃ-OMG! બ્રેકઅપ બાદ યુવતીએ પોતાનું 76kg વજન ઉતાર્યું, આવી રીતે કર્યું Weightloss

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક દ્રશ્ય! ગામમાં રોડના અભાવે બીમાર મહિલાને ખાટલામાં લટકાવી હોસ્પિટલ પહોંચ્યો પરિવારઆ પણ વાંચોઃ-રાહતના સમાચાર! નવેમ્બરમાં ભારતને કોરોના વેક્સીન આપી શકે છે રશિયા, સેફ્ટી ડેટા પણ રજૂ કરશે

વાપસી પર સસ્પેન્સ
ઘૂંટણ તૂટવાની સાથે સાથે તેમની સ્નાયુઓ પણ ફાટી ગયા હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે આશરે 6 કલાક સુધી તેમના ઘૂંટણની સર્જરી થઈ. એલેકન્જેન્ટર હવે ફરીથી વેટલિફ્ટિંગ કરી શકશે કે નહીં તે અંગે અત્યારે સસ્પેન્સ છે.

વીડિયોમાં જુઓ કેવી રીતે તૂટી ગયા વેટલિફ્ટરના બંને ઘૂંટણડોક્ટરોએ તેમને બે મહિના સુધી આરામ કરવા માટે કહ્યું છે. આ દરમિયાન તેઓ પોતાના પગને પણ હલાવી નહીં શકે. એલેકજેન્ડર કહે છે કે તેમને ફરીથી ચાલતા શિખવું પડશે.
Published by: ankit patel
First published: August 13, 2020, 3:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading