અમદાવાદઃ કોવિડ-19 (COVID-19) મહામારીમાં લાગુ લૉકડાઉનને કારણે મોટાભાગના લોકો ઘરે બેસીને ઓનલાઇન ગેમિંગ (online gaming) દ્વારા પોતાનો સમય પસાર કરી રહ્યા છે. એપ્રિલ મહિના દરમિયાન ફેસબુક ગેમિંગ (facebook gaming)ના કલાકોમાં 238 ટકાનો વધારો નોંધાયો છે. ત્યારબાદ લાઇવ ગેમ સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ ટ્વિચ (twitch)નું સ્થાન આવે છે, જેમાં ગેમિંગના કલાકોમાં 101 ટકા અને યૂટ્યૂબ (Youtube) વ્યૂઅરશિપમાં 65 ટકાનો વધારો જોવા મળ્યો છે.
લાઇવ સ્રીં મિંગ ડેટા એનાલિસિસ પ્લેટફોર્મ સ્ટ્રીમએલીમેન્ટ અને આર્સેનલના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગેમિંગમાં સૌથી વધુ કલાક કયા પ્લેટફોર્મ પર પસાર કરે છે. તેમાં સૌથી ઉપર ટ્વિચનું નામ આવે છે, જેને 1.65 અબજ કલાક જોવામાં આવે છે. બીજી તરફ યૂટ્યૂબને 46.1 કરોડ કલાક અને ફેસબુક ગેમિંગને 29.1 કરોડ કલાક (એપ્રિલ 2019માં માત્ર 8.6 કરોડ કલાક હતા) સુધી જોવામાં આવે છે.
જોકે, સૌથી ઓછો વધારો માઇક્રોસોફ્ટ મિક્સરમાં જોવા મળ્યો, જેના ગેમિંગના કલાકોમાં માત્ર 0.2 ટકાનો વધારો જોવા મળ્યો. ફેસબુકે વ્યક્તિગત વિકાસના મામલામાં સૌથી મહત્વપૂર્ણ છલાંગ લગાવી છે, તેને પોતાના સ્ટેન્ડઅલોન ગેમિંગ એપને જાહેર કર્યા અને અનેક સફળ સેલિબ્રિટી ટૂર્નામેન્ટની મેજબાની કરવાથી ઘણો લાભ થયો છે.