ALERT! મેસેજ અને કોન્ટેક્ટ્સ ચોરે છે આ 17 ખતરનાક Apps, ગૂગલે કરી Ban, તમે પણ કરો ડિલીટ

News18 Gujarati
Updated: September 28, 2020, 12:30 PM IST
ALERT! મેસેજ અને કોન્ટેક્ટ્સ ચોરે છે આ 17 ખતરનાક Apps, ગૂગલે કરી Ban, તમે પણ કરો ડિલીટ
જો આપના ફોનમાં પણ આ 17 પૈકી કોઈ એપ છે તો તેને તાત્કાલિક ડિલીટ કરી દો, કારણ કે એપ્સ આપના ખાનગી ડેટા માટે ખતરો બની શકે છે

જો આપના ફોનમાં પણ આ 17 પૈકી કોઈ એપ છે તો તેને તાત્કાલિક ડિલીટ કરી દો, કારણ કે એપ્સ આપના ખાનગી ડેટા માટે ખતરો બની શકે છે

  • Share this:
મુંબઈઃ ગૂગલ (Google) સતત પોતાના પ્લે સ્ટોર (Google Play Store)થી મેલેશિયસ એપ્સને હટાવી રહ્યું છે, અને હવે દિગ્ગજ ટેક કંપનીએ વધુ 17 ખતરનાક એપ્સને ડિલીટ કરી દીધી છે. મળતી માહિતી મુજબ આ 17 એપ્સ જોકર માલવેર (Joker Malware)થી પ્રભાવિત છે. આ લેટેસ્ટ જોકર માલવેરેને Zscaler ThrearLabZએ સ્પોટ કરી છે. ફર્મની રિસર્ચર ટીમે બ્લોગમાં જણાવ્યું કે 17 અલગ-અલગ પ્રકારની એપ શોધી કાઢવામાં આવી છે, જેમાં આ ખતરનાક માલવેર હતું. આ એપ્સેન લગભગ 1 લાખ 20 હજાર વાર ડાઉનલોડ કરવામાં આવી છે અને તેમાંથી મોટાભાગની સ્નેનર એપ્સ હતી. કેટલીક મેસેજિંગ એપ્સ અને ફોટો એડિટર પણ સામેલ છે.

Zcaler’s Viral Gandhiએ પોસ્ટમાં જણાવ્યું કે, આ સ્પાઇવેરને SMS મેસેજ, કોન્ટેક્ટ લિસ્ટ અને ફોનની જાણકારીઓ ચોરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ માલવેર યૂઝરને ચૂપચાપ પ્રીમિયમ વાયરલેસ એપ્લિકેશન પ્રોટોકોલ WAP સર્વિસ માટે સાઇન-અપ કરાવી લે છે.

આ એપ્સ વિશે માહિતી એકત્ર કર્યા બાદ ગૂગલની એન્ડ્રોઇડ સિક્યુરિટી ટીમે તેને ડિલીટ કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરી. આવો જાણીએ તે 17 માલવેર પ્રભાવિત એપ્સ વિશે...

>> All Good PDF Scanner
>> Mint Leaf Message-Your Private Message
>> Unique Keyboard - Fancy Fonts & Free Emoticons>> Tangram App Lock
>> Direct Messenger
>> Private SMS
>> One Sentence Translator - Multifunctional Translator
>> Style Photo Collage
>> Meticulous Scanner
>> Desire Translate
>> Talent Photo Editor - Blur focus
>> Care Message
>> Part Message
>> Paper Doc Scanner
>> Blue Scanner
>> Hummingbird PDF Converter - Photo to PDF
>> All Good PDF Scanner

આ પણ વાંચો, IPL 2020 RR vs KXIP: પૂરને સુપરમેનની જેમ હવામાં છલાંગ મારીને સિક્સર રોકી, સચિને કહ્યુ- અવિશ્વસનીય

જો આપના ફોનમાં પણ આ પૈકી કોઈ એપ છે તો તેને તાત્કાલિક ડિલીટ કરી દો, કારણ કે એપ્સ આપના ખાનગી ડેટા માટે ખતરો બની શકે છે.

આ પણ વાંચો, Bhagat Singh Birth Anniversary: શહીદ ભગત સિંહની જન્મ જયંતી પર વાંચો તેમના વિચાર

જોકર માલવેર એન્ડ્રોઇડ સિક્યુરિટી થીમ માટે સતત ખતરો બની રહે છે. Googleના પ્રયાસો છતાંય માલવેર નિયમિત અંતરાળમાં પ્લે સ્ટોર પર અલગ-અલગ એપ પર પૉપ-અપ કરી રહી છે. આ પહેલા આ મહિનાની શરૂઆતમાં સાઇબર સિક્યુરિટી ફર્મ Pradeoએ 6 પ્રભાવિત એપ્સને પ્લે સ્ટોરથી હટાવી હતી, જેને લગભગ 2,00,000 વાર ડાઉનલોડ કરવામાં આવી છે.
Published by: Mrunal Bhojak
First published: September 28, 2020, 12:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading