Jioનો શાનદાર પ્લાન! એક વખત રિચાર્જ કરાવો અને આખું વર્ષ અનલિમિટેડ વાતો કરો, સાથે મેળવો ફ્રી ડેટા
News18 Gujarati Updated: March 6, 2021, 11:54 AM IST
1,299 રૂપિયાના પ્લાનમાં 336 દિવસની વેલિડિટી.
Jio તેના પ્રીપેઇડ ગ્રાહકો માટે અલગ અલગ પ્લાન રજૂ કરે છે, આ પ્લાનની ખાસ વાત એ છે કે તેમાં એક વખત રિચાર્જ કરાવ્યા બાદ 336 દિવસ રિચાર્જની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
મુંબઈ: કોરોના વાયરસ (coronavirus)ને પગલે હાલ અનેક લોકો ઘરેથી કામ (work from home) કરી રહ્યા છે. એવામાં જો તમારે ઇન્ટરનેટ માટે વધારે ડેટાની જરૂરિયાત છે તો રિલાયન્સ જિયોએ અનેક ઉત્તમ પ્લાન લૉંચ કર્યાં છે. કંપની પ્રીપેઇડ યૂઝર્સને અનેક ખાસ ઑફર આપે છે. ખાસ વાત તો એ છે કે કંપની પ્લાનની યાદીમાં બજેટ કિંમતમાં પણ ફ્રી કૉલિંગ જેવા લાભ આપે છે. એટલું જ નહીં, આ પ્લાનમાં લાંબી વેલિડિટી સાથે સાથે વધારે ડેટા અને બીજા ફાયદા પણ મળે છે. આજે અમે જિયોના એક એવા પ્લાન વિશે માહિતી આપી રહ્યા છીએ, જેમાં એક વખત રિચાર્જ કરાવીને આખું વર્ષ સેવા મેળવી શકાશે.
કંપનીએ 336 દિવસની વેલિડિટી વાળો એક પ્લાન ઑફર કરે છે. જેમાં ગ્રાહકોને અનેક ફાયદા મળે છે. જિયોના 1,299 રૂપિયાના પ્લાનની મુદત 336 દિવસ છે. જો તમે પણ આ પ્લાન સાથે રિચાર્જ કરવા માંગો છો તો જિયોની વેબસાઇટ પર તમને આ પ્લાન 'Other' કેટેગરીમાં મળી જશે. આ પ્રીપેઇડ પ્લાનમાં કંપની ગ્રાહકોને 24 જીબી ડેટા પણ આપે છે.
આ પણ વાંચો: Reliance Jioના આ પ્લાનમાં બે વર્ષ સુધી કૉલિંગ, ઇન્ટરનેટ સહિત બધુ ફ્રી, ગિફ્ટ તરીકે મેળવો નવો ફોનએટલું જ નહીં, આ પ્લાન ખરીદવાથી યૂઝર્સને જિયો એપ્સનો ફ્રીમાં લાભ મળશે. આ પ્લાનમાં જિયો ટૂ જિયોની સાથે સાથે અન્ય નેટવર્ક પર પણ ફ્રી કૉલિંગનો ફાયદો મળે છે.
આ સાથે જ આ પ્લાનમાં 3,600 SMS ફ્રી મળે છે. આ રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ વૉઇસ કૉલની સુવિધા મળે છે, એટલે કે ગ્રાહક એક વખત રિચાર્જ કરાવી આખું વર્ષ ફ્રી કૉલિંગનો ફાયદો ઉઠાવી શકે છે. સાથે જ ફ્રી ડેટાનો લાભ પણ મેળવી શકે છે.
આ પણ વાંચો: દરેક માતાપિતા માટે ચેતવણી રૂપ કિસ્સો, મોબાઇલ પર ગેમ રમવામાં મશગૂલ સગીરા 12મા માળેથી પટકાઈ, મોતJioનો બે વર્ષનો પ્લાન
રિલાયન્સ જિયો (Reliance Jio)એ પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપતા અત્યારસુધીની સૌથી શાનદાર ઑફર (JioPhone 2021 offer) લૉંચ કરી છે. કંપનીએ જે નવો પ્લાન લૉંચ કર્યો છે તેમાં બે વર્ષ સુધી ઇન્ટરનેટ, કૉલ અને મેસેજ સહિત તમામ સેવા મફત આપવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં, આ ઑફર સાથે Jio ફોન પણ મળી રહ્યો છે. હકીકતમાં Jio હવે THE NEW JIOPHONE 2021 OFFER સાથે આવી છે. જેમાં Jio Phoneના નવા યૂઝર્સને 1,999 રૂપિયાનો શાનદાર પ્લાન લૉંચ કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં યૂઝર્સને 24 મહિના સુધી અનલિમિટેડ સર્વિસ ઑફર કરવામાં આવી રહી છે. આ પ્લાનમાં યૂઝર્સને બે વર્ષ સુધી અનલિમિટેડ કૉલિંગ અને દર મહિને બે જીજી ડેટા મળશે.
(ડિસ્ક્લેમર: ન્યૂઝ18 ગુજરાતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે છે.)
Published by:
Vinod Zankhaliya
First published:
March 6, 2021, 11:54 AM IST