ચાર્જિંગ દરમિયાન ફોનમાં લાગી આગ! નિંદર માણતી મહિલા અને બે બાળકોનાં કરૂણ મોત

News18 Gujarati
Updated: August 11, 2020, 3:18 PM IST
ચાર્જિંગ દરમિયાન ફોનમાં લાગી આગ! નિંદર માણતી મહિલા અને બે બાળકોનાં કરૂણ મોત
પ્રતીકાત્મક તસવીર

મહિલા રાત્રે મોબાઇલ ચાર્જ કરવા મૂકીને સૂઈ ગઈ, બ્લાસ્ટ થતાં ઘરમાં આગેલી આગમાં ફસાઇ જતાં માતા સહિત બે માસૂમોનાં પણ મોત

  • Share this:
ચેન્નઈઃ ચાર્જિંગ દરમિયાન મોબાઇલ (mobile charging)માં આગ લાગવાના અનેક મામલા સામે આવતા રહે છે. હવે આવી જ એક દુર્ઘટના તમિલનાડુ (Tamil Nadu)માં બની છે. અહીં મોબાઇલ ફાટવાના કારણે બે બાળકો અને એક મહિલાનું મોત થયું છે. આ મોટી દુર્ઘટના તમિલનાડુના કરૂર જિલ્લાના રાયનૂરની છે, જ્યાં સોમવારે ફોન ફાટવાના કારણે સમગ્ર ઘરમાં આગ લાગી ગઈ અને પરિવારની મુથૂલક્ષ્મી નામની મહિલા અને બે તેના બે બાળકો રણજીત (3 વર્ષ) અને દક્ષિત (2 વર્ષ)નું આગમાં જવાળાઓમાં દાઝી જતાં મોત થયા.’

રિપોર્ટ મુજબ, રવિવારની રાત્રે મુથૂલક્ષ્મીએ મોબાઇલને ચાર્જ કરવા મૂકી દીધો અને પોતાના બે બાળકોને લઈ સૂઈ ગઈ. રાત્રે મોબાઇલ ફોનમાં બ્લાસ્ટ થવાના કારણે ઘરમાં આગ લાગી ગઈ અને ઘરમાં સૂઈ રહેલા બાળકોની સાથે મહિલા પણ ગંભીર રીતે દાઝી ગઈ. મળતી માહિતી મુજબ, રાતનો સમય હોવાના કારણે લોકોને આગ લાગવાની જાણ થઈ જ નહીં.

આ પણ વાંચો, પત્નીના મોત બાદ બનાવ્યું તેના સપનાનું ઘર, સિલિકોન વેક્સ સ્ટેચ્યૂની સાથે કર્યો ગૃહ પ્રવેશ

સવાર થતાં જ્યારે લોકોને આગ વિશે જાણવા મળ્યું તો તેઓએ તેની જાણકારી સ્થાનિક પોલીસને આપી. પોલીસની મદદથી મહિલા અને તેના બંને બાળકોને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા. પરંતુ હૉસ્પિટલ પહોંચતાં જાણવા મળ્યું કે મહિલાનું મોત પહેલા જ થઈ ચૂક્યું છે અને તેના બંને બાળકોનું સારવાર દરમિયાન મોત થયું. મળતા અહેવાલો મુજબ, દુર્ઘટનાનો શિકાર બનેલી મહિલા તે ઘરમાં પોતાના પતિથી અલગ રહેતી હતી.

આ પણ વાંચો, BSNLના આ સસ્તા રિચાર્જ પ્લાન્સમાં દરરોજ મળે છે 2GB ડેટા, ફ્રી કોલિંગ પણ...
મામલાને લઈ પોલીસનું કહેવું છે કે ઘટનાસ્થળેથી સળગેલો એક મોબાઇલ ફોન મળી આવ્યો છે. પોલીસને પ્રારંભિક તપાસમાં આગ લાગવાનું કારણ મોબાઇલ બ્લાસ્ટ લાગી રહ્યો છે. પરંતુ પોલીસનું કહેવું છે કે કેસ નોંધી વધુ તપાસ કરી રહી છે.
Published by: Mrunal Bhojak
First published: August 11, 2020, 3:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading