હવે માત્ર 15 મિનિટમાં ફૂલ ચાર્જ થઈ જશે ફોન, આવી ગઈ દુનિયાની પહેલી 100W+ ચાર્જિંગ ટેક્નોલોજી

News18 Gujarati
Updated: July 29, 2020, 10:51 PM IST
હવે માત્ર 15 મિનિટમાં ફૂલ ચાર્જ થઈ જશે ફોન, આવી ગઈ દુનિયાની પહેલી 100W+ ચાર્જિંગ ટેક્નોલોજી
માત્ર 15 મનિટમાં ફોન ચાર્જ થઈ જશે

આ દુનિયાનું પહેલું 100W+ ચાર્જિંગ સોલ્યુશન છે, જે ડિવાઈસને 5 મિનીટમાં 0-50% ચાર્જ કરવાનો વાયદો કરે છે. આ સિવાય ખબર છે કે, ફોનને ફૂલ ચાર્જ કરવા માટે માત્ર 15 મિનિટનો ટાઈમ લાગશે.

  • Share this:
સ્માર્ટફોન પ્રોસેસર બનાવવાવાળી પોપ્યુલર કંપની ક્વાલકોમે ક્વિક ચાર્જ 5 રજૂ કરી દીધુ છે. આ દુનિયાનું પહેલું 100W+ ચાર્જિંગ સોલ્યુશન છે, જે ડિવાઈસને 5 મિનીટમાં 0-50% ચાર્જ કરવાનો વાયદો કરે છે. આ સિવાય ખબર છે કે, ફોનને ફૂલ ચાર્જ કરવા માટે માત્ર 15 મિનિટનો ટાઈમ લાગશે. આ પહેલા કંપનીએ જૂન 2017માં તેના પહેલા વર્ઝન Quick Charge 4+ને પણ લોન્ચ કર્યું, અને હવે એ ‘Quick Charge 5ના રૂપમાં આવ્યું છે.

સુપર ક્વિક ચાર્જિંગ સિવાય ટેક્નોલોજી લાસ્ટ વર્ઝનના મુકાબલે વધારે કુલ અને 70 ટકા વધારે ક્ષમતા સાથે આવે છે. હાલમાં આ ટેસ્ટિંગ ફેઝમાં છે અને આશા છે કે, આ વર્ષની ત્રીજી ત્રિમાસિક સુધી આ ટેક્નોલોજી ફોન માટે લોન્ચ કરી દેવામાં આવશે.

આ 2S બેટરી પેકને સ્માર્ટ કરે છે. આ ટેક્નોલોજીને USB પાવર ડિલેવરી (USB-PD) અને યુએસબી Type-C ટેક્નોલોજી માટે પણ ઉપયોગ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચોBIG News: સ્કૂલ શિક્ષણમાં 10+2 ખતમ, 5+3+3+4ની નવી વ્યવસ્થા થશે લાગુ

પહેલાના મુકાબલે કેટલી ઝડપ
ક્વિક ચાર્જ 5 ટેક્નોલોજી 100Wથી વધારેની ચાર્જિંગ ક્ષમતા સપોર્ટ સાથે રજૂ કરવામાં આવી છે, તે જુની ટેક્નોલોજી 45W પાવર સાથે આવતી હતી. આ 4000mAhની બેટરીને ચાર્જ કરતા સમયે 10 ડિગ્રી સુધી ગરમ કરે છે. આ પહેલી જનરેશનની ક્વિક ચાર્જ ટેક્નોલોજીના મુકાબલે 10 ઘણી વધાીરે દમદાર છે. આ એક નોર્મલ બેટરીને માત્ર 15 મિનિટમાં 0થી 100 ટકા ચાર્જ કરી દે છે. તો ક્વિક ચાર્જ 4+ દ્વારા 15 મિનિટમાં માત્ર 15 ટકા બેટરી ચાર્જ થાય છે.

આ પણ વાંચોખુશખબર: રશિયાનો દાવો, 2 અઠવાડીયામાં જ આવી જશે દુનિયાની પહેલી Corona વેક્સીન

આ ડિવાઈસને મળશે સપોર્ટ
સપોર્ટની વાત કરીએ તો, નવી બેટરી ચાર્જિંગને લઈ કંપનીએ કહ્યું કે, શરૂઆતના સમયમાં આ માત્ર સ્નૈપડ્રેગન 865 પ્લસ પ્રોસેસર અને નેક્સ્ટ જનરેશન પ્રીમિયમ અને હાઈ ટીયર સ્નૈપડ્રેગન મોબાઈલ પ્લેટફોર્મને સપોર્ટ કરશે. જોકે, ધીરે-ધીરે કંપની પહેલાના વર્ઝન માટે લાવશે, જેમાં સ્નૈપડ્રેગન 700 સિરિઝ અને જુના બીજા વર્ઝન પણ સામેલ છે.
Published by: kiran mehta
First published: July 29, 2020, 10:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading