Redmiના 120Hz ડિસ્પ્લેવાળા ફોનની ધૂમ! માત્ર 5 મિનિટમાં વેચાયા 3 લાખથી વધુ સ્માર્ટફોન

News18 Gujarati
Updated: March 8, 2021, 2:22 PM IST
Redmiના 120Hz ડિસ્પ્લેવાળા ફોનની ધૂમ! માત્ર 5 મિનિટમાં વેચાયા 3 લાખથી વધુ સ્માર્ટફોન
Redmi K40 સીરીઝ હેઠળ ત્રણ સ્માર્ટફોન લૉન્ચ કરવામાં આવ્યા છે, જેમાં Redmi K40, Redmi K40 Pro અને Redmi K40 Pro+ સામેલ છે

Redmi K40 સીરીઝ હેઠળ ત્રણ સ્માર્ટફોન લૉન્ચ કરવામાં આવ્યા છે, જેમાં Redmi K40, Redmi K40 Pro અને Redmi K40 Pro+ સામેલ છે

  • Share this:
નવી દિલ્હી. શિયોમી (Xiaomi)ના રેડમી K40 સીરીઝ (Redmi K40)ને ચીનમાં આ મહિને લૉન્ચ કરવામાં આવી છે. અને હાલમાં તેને વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. સેલમાં ફોનને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે. કંપનીએ આપેલી જાણકારી મુજબ કન્ફર્મ થયું છે કે સેલમાં રેડમી K40ના 3 લાખ ફોન વેચી દીધા. ખાસ વાત એ છે કે Redmi K40એ માત્ર થોડી જ મિનિટોમાં 3 લાખ યૂનિટનું વેચાણ કરી દીધું છે. Redmi K40 સીરીઝ હેઠળ ત્રણ સ્માર્ટફોન લૉન્ચ કરવામાં આવ્યા છે, જેમાં Redmi K40, Redmi K40 Pro અને Redmi K40 Pro+ સામેલ છે. આ પહેલા કંપનીએ દાવો કર્યો હતો કે માત્ર પાંચ મિનિટમાં તેણે 3,50,000 Mi 11 વેચ્યા છે, અને હવે કંપનીના આ ફોને રેકોર્ડ બ્રેક વેચાણ કરી દીધું છે.

Redmi K40 સીરીઝ ફોનના ફીચર્સની વાત કરીએ તો Redmi K40માં 6.67 ઇંચની AMOLED Full HD+ HDR10+ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો ડિસ્પ્લે રિફ્રેશ રેટ 120Hzનો છે અને તેનું ટચ સેમ્પલિંગ રેટ 360Hz છે. આ ફોનમાં ક્વોલકોમનું Snapdragon 870 પ્રોસેસર લાગેલું છે. આ ફોન Android 11ના MIUI 12 ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત છે.

આ પણ જુઓ, VIDEO- રેલવે સ્ટેશન પર મુસાફરોને પીવડાવાતું હતું શૌચાલયનું પાણી, સ્ટેશન માસ્તરને કરાયા સસ્પેન્ડ

ટ્રિપલ કેમેરાથી છે સજ્જ

કેમેરાની વાત કરીએ તો, આ ફોનમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સરવાળો ટ્રિપલ રિયર કેમેરા છે, જેમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ લેન્સ અને 5 મેગાપિક્સલનો મેક્રો લેન્સ છે. રેડમી K40માં 20 મેગાપિક્સલનો સેલ્ફી કેમરા છે. પાવર માટે આ ફોનમાં 4,520mAhની બેટરી આપવામાં આવી છે, જે 33Wના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે.

આ પણ વાંચો, Flipkart પર આજથી શરૂ થયો Smartphone Carnival સેલ, ભારે ડિસ્કાઉન્ટ સાથે ખરીદો શાનદાર સ્માર્ટફોન

Redmi K40ને કંપનીએ 4 વેરિયન્ટમાં લૉન્ચ કર્યો છે, જેમાં 6GB RAM + 128GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 1,999 યુઆન એટલે કે 22,000 રૂપિયા છે. બીજી તરફ 8GB RAM + 128GB વેરિયન્ટની કિંમત 2,199 યુઆન એટલે કે 24,700 રૂપિયા છે. આ ઉપરાંત 8GB RAM + 256GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 2,499 યુઆન એટલે કે 28,100 રૂપિયા અને ટોપ વેરિયન્ટ 12GB RAM + 256 GB સ્ટોરેજવાળા વેરિયન્ટની કિંમત 2,699 યુઆન એટલે કે 30,300 રૂપિયા રાખવામાં આવી છે.
Published by: Mrunal Bhojak
First published: March 8, 2021, 2:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading