ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ બનાવી નીડલ વગરની કોરોના વેક્સીન, થશે વધારે અસરદાર

News18 Gujarati
Updated: September 21, 2020, 6:36 PM IST
ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ બનાવી નીડલ વગરની કોરોના વેક્સીન, થશે વધારે અસરદાર
પ્રતિકાત્મક તસવીર

ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ હવે નીડલ (સોઈ) વગરની કોરોના વેક્સીન તૈયાર કરી છે. હવે આ વેક્સીનનો ટ્રોયલ શરૂ થશે.

  • Share this:
સિડનીઃ અત્યારે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે (coronavirus) હાહાકાર મચાવ્ચો છે. અનેક લોકો કોરોનાની મહામારીમાં (corona pandemic) ભયંકર રીતે સપડાયા છે. સાથે સાથે દુનિયાના વૈજ્ઞાનિકો અને ડોક્ટરો કોરોના સામે લડવા માટે નવી નવી પદ્ધતિઓ શોધવામાં લાગી રહ્યા છે. અનેક કંપનીઓ વેક્સીન (corona vaccine) બનાવવામાં પણ લાગી ગઈ છે. ત્યારે ઓસ્ટ્રેલિયામાંથી (Australia) પણ કોરોના વેક્સીનને લઈને સારા સમાચાર સામે આવી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ હવે નીડલ (સોઈ) વગરની કોરોના વેક્સીન તૈયાર કરી છે. હવે આ વેક્સીનનો ટ્રોયલ શરૂ થશે. આ વેક્સીન ડીએનએ ઉપર આધારીત છે. આ વેક્સીનના ટ્રાયલ માટે 150 લોકો પોતોના નામ મોકલી ચૂક્યા છે.

સિડની યુનિવર્સિટીના એક્સપર્ટ્સ તરફથી તૈયાર કરવામાં આવેલી કોરોના વેક્સીનને એક એર જેટ મશીન થકી વ્યક્તિની સ્કીનમાં નાંખવામાં આવશે. આ ડિવાઈસને ફાર્મોજેટ નામથી ઓળખવામાં આવે છે. ડોક્ટર ગિન્ની મેન્સબર્ગના જણાવ્યા પ્રમાણે ઈન્જેક્શનની તુલનાએ ફાર્માજેટ થકી આપવામાં આવેલી વેક્સીન વધારે અસરકાર થઈ શકે છે.

આ પણ વાંચોઃ-સુરતઃ ભંગારના વેપારીની ચોર ટોળકી ઝડપાઈ, રોડ કોન્ટ્રાક્ટરના લાખો રૂપિયાના મશીનના સ્પેરપાર્ટની કરી હતી ચોરી

ડેઈલી મેલના રિપોર્ટ પ્રમાણે નવી વેક્સીન સીધી જ સ્કીનમાં પહોંચે છે. શરીરની ઈમ્યૂન સ્ટિસ્ટમાં સ્કીનની મહત્વની ભૂમિકા હોય છે. એટલે સીધી જ સ્કીન ઉપર આપવામાં આવેલી વેક્સીન વધારે અસરકારક થઈ શકે છે.

આ પણ વાંચોઃ-10 વર્ષ પહેલા મૃત્યુ પામેલી મહિલાથી પોલીસને લાગે છે ડર, વાંચો ફિલ્મી સ્ટોરી જેવી ઘટનાડોક્ટર ગિન્ની મેન્સબર્ગનું કહેવું છે કે નવી વેક્સીન આ આઈડિયા ઉપર આધારિત છે કે વ્યક્તિની ઈમ્યૂન સિસ્ટમ, ડીએનએના એક નાના ભાગની ઓળખ કરશે અને પોતાના એન્ટીજેન તૈયાર કરશે.

આ પણ વાંચોઃ-સુરતઃ લોકો ફટાફટ ઉપાડવા લાગ્યા છે PFના પૈસા, રૂ. 48.35 કરોડ ચૂકવાયા, જાણો શું છે કારણ

જોકે, એર જેટ સિસ્ટમમાં દર્દથી સંપૂર્ણ પણે છુટકારો મળથો નથી. પરંતુ સોઈ લગાવ્યા બાદ થતી ઈજાથી રાહત મળી શકે છે. નવી વેક્સીન તૈયાર થવાની ખબર ત્યારે આવી જ્યારે થોડા દિવસ પહેલા ઓસ્ટ્રેલિયાની સરાકરે વેક્સીન ડેવલપર્સને ત્રણ મિલિયન ડોલરના ફંડની જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે દુનિયામાં સંક્રમિતોનો આંકડો 3.10 કરોડને પાર થઈ ગયો છે. શનિવારે ગત 2 લાખ 13 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. સાજા થનારા દર્દીની સંખ્યા 2 કરોડ 26 લાખ 54 હજાર 185 થઈ ચુક્યા છે. અત્યાર સુધીમાં 9 લાખ 62 હજાર 553 દર્દીના મૃત્યુ થયા છે. આ આંકડા www.worldometers.info/coronavirus પ્રમાણે છે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને શનિવારે દેશમાં કોરોનાને લગતા નિયંત્રણોની જાહેરાત કરી છે. દેશમાં સંક્રમણની બીજી લહેર શરૂ થઈ ચુકી છે. ત્યારબાદ પણ લોકો સરકાર તરફથી જાહેર કરેલી ગાઈડલાઈન્સનું પાલન કરી રહી નથી. તેને લીધે આ નિયંત્રણોને કડક કરવામાં આવ્યા છે. પોઝિટિવ આવવા છતાં સેલ્ફ આઈસોલેશનમાં નહીં જનારા લોકો પર 13 હજાર ડોલર (આશરે 9.56 લાખ રૂપિયા)નો દંડ લગાવશે
Published by: ankit patel
First published: September 21, 2020, 5:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading