રાહતના સમાચાર! નવેમ્બરમાં ભારતને કોરોના વેક્સીન આપી શકે છે રશિયા, સેફ્ટી ડેટા પણ રજૂ કરશે

News18 Gujarati
Updated: August 12, 2020, 11:54 PM IST
રાહતના સમાચાર! નવેમ્બરમાં ભારતને કોરોના વેક્સીન આપી શકે છે રશિયા, સેફ્ટી ડેટા પણ રજૂ કરશે
ફાઈલ તસવીર

RDIFના પ્રમુખ કિરિલ દમીત્રીવે બુધવારે કહ્યું હતું કે આ વેક્સીન સુરક્ષિત છે. તેમણે કહ્યું કે આ સાબિત કરવા માટે અમે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ડેટા રજૂ કરશે.

  • Share this:
નવી દિલ્હીઃ રશિયાએ (Russia) મંગળવારે જાહેરાત કરી હતી કે તેણે કોરોના વાયરસની (coronavirus) સફળ વેક્સીન (Vaccine) તૈયાર કરી લી છે. આ વેક્સીનના રિસર્ચની ફંડિંગ કરનાર સમૂહના પ્રમુખ કિરિલ દમીત્રીવએ (kirill dmitriev) કહ્યું છે કે રશિયા અન્ય દેશોને નવેમ્બર સુધી વેક્સીન આપી શકે છે. આ પહેલા રશિયાએ જણાવ્યું હતું કે ભારત (India) સહિત 20 દેશ તેની વેક્સીન ખરીદવામાં રસ દાખવી ચૂક્યો છે.

રશિયાનું કહેવું છે કે ઓક્ટોબરમાં તે પોતાના દેશમાં મોટી માત્રામાં લોકોને વેક્સીન લગાવવાનો કાર્યક્રમ શરૂ કરશે. જોકે, રશિયાએ વેક્સીનનો ફેઝ-3 ટ્રાયલ હજી પુરો કર્યો નથી. એટલા માટે દુનિયાભરના એક્સપર્ટ હજી પણ વેક્સીનની તરફેણ નથી કરી રહ્યા. ફેઝ-3 ટ્રાયલના રિઝલ્ટ આવ્યા બાદ જ વેક્સીન અંગે ચોક્કસ જાણાકરી સામે આવશે.

સીએનએનના રિપોર્ટ પ્રમાણે રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF)ના પ્રમુખ કિરિલ દમીત્રીવે બુધવારે કહ્યું હતું કે આ વેક્સીન સુરક્ષિત છે. તેમણે કહ્યું કે આ સાબિત કરવા માટે અમે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ડેટા રજૂ કરશે. અત્યાર સુધી રશિયામાં વેક્સીન સાથે જોડાયેલા સાઈન્ટિફિક ડેટા પ્રકાશિત કર્યા નથી.

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક દ્રશ્ય! ગામમાં રોડના અભાવે બીમાર મહિલાને ખાટલામાં લટકાવી હોસ્પિટલ પહોંચ્યો પરિવાર

કિરિલ દમીત્રીએ કહ્યું કે રશિયામાં લોકોને વેક્સીન લગાવવાનો પ્રોગ્રામ ધીરે ધીરે શરુ થશે. તેમણે કહ્યું કે એવું નથી કે અમે કાલે એક કરોડ લોકોને વેક્સીન આપવા જઈ રહ્યા છીએ.

આ પણ વાંચોઃ-કોરોનાનો હાહાકાર! અમેરિકા, બ્રાઝિલ અને મેક્સિકો બાદ ચોથા નંબર ઉપર પહોંચ્યો ભારતમાં મોતનો આંકડોજોકે, કિરિલ દમીત્રીવે રશિયન વેક્સીનમાં પુરો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તે પોતે પણ આ વેક્સીન લગાવી ચૂક્યા છે. અને તેમના પરિવારના લોકોને પણ આ વેક્સીન આપવામાં આવી છે.

કિરિલ દમીત્રીવે દાવો કર્યો છે કે રશિયાને પહેલા જ અન્ય દેશો પાસેથી વેક્સીનના કરોડો ડોઝ માટે ઓર્ડર મળી ચૂક્યો છે. રશિયા એમ્બેસી પ્રમાણે બ્રાઝિલના પરાના સ્ટેટ વેક્સીન ટેસ્ટિંગ માટે રશિયા સાથે કરાર કરવા જઈ રહી છે. ફિલિપીન્સે પણ રશિયા વેક્સીનનું સમર્થન કરવામાં આવ્યું છે.
Published by: ankit patel
First published: August 12, 2020, 11:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading