

અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીની કિંમતોમાં (Gold-Silver Price today) ઘટાડાની અસર ભારતીય બજારો ઉપર પણ પડી છે. સાથે સોના-ચાંદી શાંત સ્થિતિમાં છે. આવી સ્થિતિમાં બંને કિંમતી ધાતુઓમાં મોટો ઉલટ ફેર નથી આવી રહ્યો. આ ઉપરાંત કોરોના વેક્સીનના વિવરણ અને રસીકરણ (corona vaccination) અભિયાનમાં ઝડપી અસર પણ કિંમતી ધાતુઓની કિંમતોમાં પણ અસર પાડી હતી. જોકે, અમદાવાદ બુલિયન માર્કેટમાં એક કિલો ચાંદીના ભાવમાં (Silver Price today) 500 રૂપિયા વધ્યા હતા. જોકે, સોનાના ભાવ (Gold Price today) સ્થિર રહ્યા હતા. (પ્રતિકાત્મક તસવીર)


અમદાવાદ ચાંદીનો ભાવ (Silver Price, 25 January 2021) - અમદાવાદ બુલિયન માર્કેટમાં આજે સોમવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો વધારો થતાં ચોરસા 67,500 અને ચાંદી રૂપું 67,300 રૂપિયાના સ્તરે બંધ રહી હતી. જો કે, શનિવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો વધારો થતાં ચોરસા 67,000 અને ચાંદી રૂપું 66,800 રૂપિયાના સ્તરે પહોંચી હતી. (પ્રતિકાત્મક તસવીર)


અમદાવાદ સોનાનો ભાવ (Gold Price, 25 January 2021) - અમદાવાદ બુલિયન માર્કેટમાં આજે સોમવારે દિવસ દરમિયાનના કારોબાર બાદ 10 ગ્રામ સોનાના ભાવમાં પાછલા બંધ ભાવમાં કોઈ ફેરફાર ન થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 51,000 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 50,800 રૂપિયાના ભાવે સ્થિર રહ્યું હતું. જો કે, શનિવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 200 રૂપિયાનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 51,200 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 51,000 રૂપિયાના ભાવે પહોંચ્યું હતું. (પ્રતિકાત્મક તસવીર)


દિલ્હીમાં સોના-ચાંદીના ભાવઃ દિલ્હી સરાફા બજારમાં સોમવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 141 રૂપિયાનો ઘટાડો થતાં સોનું 48,509 રૂપિયાના ભાવે બંધ રહ્યો હતો. જોકે, આ પહેલાના સત્રમાં સોનું 48,650 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું. આ ઉપરાંત એક કિલો ચાંદીના ભાવમાં 43 રૂપિયાનો સામાન્ય વધારો થતાં ચાંદી 66,019 રૂપિયા પ્રતિ કિલો રહી હતી.


આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવઃ વૈશ્વિક બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવની વાત કરીએ તો સોનું ઘટીને 1853.26 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી ઘટીને 25.55 ડોલર પ્રતિ ઔંસના સ્તરે બંધ રહ્યું હતું.


<br />કેમ આવ્યો સોનાના ભાવમાં ઘટાડો: HDFC સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ (કોમોડિટી) તપન પટેલના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડની કિંમતોમાં ઘટાડાની અસર ભારતીય બજારો ઉપર પણ પડી છે. સાથે સોના-ચાંદી શાંત સ્થિતિમાં છે. આવી સ્થિતિમાં બંને કિંમતી ધાતુઓમાં મોટો ઉલટ ફેર નથી આવી રહ્યો. આ ઉપરાંત કોરોના વેક્સીનના વિવરણ અને રસીકરણ અભિયાનમાં ઝડપી અસર પણ કિંમતી ધાતુઓની કિંમતોમાં પણ અસર પાડી હતી.