

મુંબઇ : ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan)દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાંથી એક છે અને બોલીવૂડ ઇન્ડસ્ટ્રીઝની શાનદાર કલાકાર છે. ઐશ્વર્યા રાય બચ્ચનના પ્રશંસકોએ તેની હમશકલ શોધી લીધી છે. જેની તસવીર સોશિયલ મીડિયામાં (Social Media)વાયરલ થઈ રહી છે. તેની હમશકલનું નામ આમના ઇમરાન છે. પ્રશંસકો તેને જોઈને આશ્ચર્યચકિત થયા છે. આટલું જ નહીં આમનાના ઇંસ્ટાગ્રામ પર 3.4 હજાર ફોલાઅર્સમાંથી વધીને 5 હજારથી વધારે થઈ ગયા છે.(Instagram @AishwaryaRai)


સોશિયલ મીડિયા પર આમનાના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં પ્રશંસકોનું કહેવું છે કે તે એકદમ ઐશ્વર્યા રાય બચ્ચન જેવી દેખાય છે.


ઐશ્વર્યા રાય બચ્ચનની હુબહુ હમશકલ મળી હોય તેવી પ્રથમ ઘટના નથી. આ પહેલા ઘણી વખત તેના જેવી દેખાતી ઘણી યુવતીઓની તસવીરો વાયરલ થઈ ચૂકી છે.


ઐશ્વર્યા રાયના હમશકલની તસવીર વાયરલ થતા કેટલાક લોકોએ તેને પ્લાસ્ટિક સર્જરીનો ખેલ ગણાવ્યો છે. એક યૂઝરે લખ્યું કે પ્લાસ્ટિક સર્જરી દ્વારા ઐશ્વર્યા રાય બનવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.


ઐશ્વર્યા રાય બચ્ચનની ઘણી ફિલ્મોના ડાયલોગ્સને લિપ સિંક કરતા આમનાએ ટિકટોક પર ઘણા વીડિયો શેર કર્યા છે.


હાલમાં જ ફોટોગ્રાફરે આમનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જે પછી તે ફરી ચર્ચામાં આવી છે.સોશિયલ મીડિયા પર આમનાના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં પ્રશંસકોનું કહેવું છે કે તે એકદમ ઐશ્વર્યા રાય બચ્ચન જેવી દેખાય છે.