

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડની બિન્દાસ અને બોલ્ડ એક્ટ્રેસ બિપાશા બસુ (Bipasha Basu)એ સોશિયલ મીડિયા પર દરિયા કિનારે તેની ઘણી ગ્લેમર્સ ફોટો શેર કર્યો છે. આ તમામ તસવીરો માલદિવ્સ વેકેશનની છે. જેમાં તે નેચરનો ભરપૂર આનંદ ઉઠાવતી નજર આવે છે. બિપાશાનાં પતિ કરન સિંહ ગ્રોવર (Karan Singh Grover) આ ટ્રિપ પર તેની સાથે છે. (PHOTO:Instagram/bipashabasu)


બિપાશાની અદાઓ જોઇને તેનાં ફેન્સ ખુશ થઇ ગયા છે. અને તેની તસવીરોને લાઇક્સ અને કમેન્ટ કરી રહી છે. (PHOTO:Instagram/bipashabasu)


બિપાશા વેકેશન પર તેનાં પતિ અને એક્ટર કરન સિંહની સાથે ખુબજ શાનદાર સમય વિતાવતી નજર આવી છે. મોસ્ટ પોપ્યુલર મોડલ રહેલાં કરન સ્ટાર વનનાં શો 'દિલ મિલ ગયે'થી લોકપ્રીય થઇ ગયો હતો. (PHOTO:Instagram/bipashabasu)


બિપાશાએ વર્ષ 2015માં કરન સિંહ ગ્રોવરની સાથે ફિલ્મ અલોનમાં નજર આવી હતી. બિપાશા ફોટોની કેપ્શનમાં લખે છે, પ્રેમ ભર્યું વાતાવરણ (PHOTO:Instagram/bipashabasu)


બિપાશાની સાથે કરનની કેમેસ્ટ્રી જોવા મળે છે. બિપાશા કરનની ત્રીજી પત્ની છે. (PHOTO:Instagram/bipashabasu)


ફિલ્મની શૂટિંગ દરમિયાન બિપાશા-કરણ એકબીજાને પ્રેમ કરવાં લાગ્યાં 30 એપ્રિલ, 2016માં બંનેએ લગ્ન કર્યા હતા. (PHOTO:Instagram/bipashabasu)